KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

બેન્કોની હડતાળમાં ગ્રાહકોને રાહત, સરકારી બેન્કોમાં 3 દિવસ ATM ચાર્જ માફ

ત્રણ દિવસની હડતાળના સમયમાં ખાનગી અને સહકારી બેન્કો સામાન્ય કામકાજ ચાલુ રાખશે

KuberaNow
desk@kuberanowPublished On : 26 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
BankStrikes
AI Generated Image

નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની બેન્કો પાંચ દિવસના વર્કિંગ વીક સહિત કેટલીક માગો મુદ્દે 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની હડતાળ પર જઈ રહ્યા છે, જેને પગલે બેન્કિંગ સુવિધાઓ બંધ રહેતા સામાન્ય માણસ માટે નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી પડવાની સંભાવના છે. જોકે, બેન્કોની આ હડતાળ વચ્ચે ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારી બેન્કોએ 28થી 30 સપ્ટેમ્બર વચ્ચે ત્રણ દિવસની હડતાળના સમય દરમિયાન ATMના ઉપયોગ પરનો ચાર્જ માફ કરવાની જાહેરાત કરી છે.


સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેન્ક અને અન્ય કેટલીક જાહેર ક્ષેત્રની બેન્કોએ જાહેરાત કરી છે કે હડતાળના ત્રણ દિવસના સમય દરમિયાન માસિક ત્રણ વખતની મર્યાદાથી વધુ વખત ATMમાંથી નાણાં ઉપાડવા પર ગ્રાહકો પર કોઈ ચાર્જ લાગુ થશે નહીં. આ પગલાંથી ગ્રાહકો માસિક મફત મર્યાદા અંગેની ચિંતા વિના જરૂરી ટ્રાન્ઝેક્શન્સ માટે ATMનો ઉપયોગ કરી શકશે.


બેન્ક ઓફ બરોડાએ એક્સ પર જણાવ્યું હતું કે, ગ્રાહકોની સાનુકૂળતાને અમે અગ્રતા આપીએ છીએ. સમગ્ર ભારતમાં કોઈપણ બેન્કના ATMના ઉપયોગ બદલ ગ્રાહકો માટે 28થી 30 સપ્ટેમ્બર 2026 વચ્ચે ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરવામાં આવ્યો છે. SBIએ પણ જાહેરાત કરી છે કે 28થી 30 સપ્ટેમ્બર વચ્ચે ATM ચાર્જીસ લાગુ નહીં પડે. આ સુવિધાથી ગ્રાહકો હડતાળના સમયમાં કોઈપણ ચિંતા કર્યા વિના ATMનો ઉપયોગ કરી શકશે.


ભારતીય રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ બચત ખાતાધારક તેમની પોતાની બેન્કના ATMમાંથી માસિક પાંચ વખત મફત નાણાં ઉપાડી શકે છે. છ મેટ્રોોપલીટન વિસ્તારોમાં ગ્રાહકો અન્ય બેન્કના ATMમાંથી ત્રણ વખત જ્યારે નોન-મેટ્રોપોલિટન વિસ્તારોમાં ગ્રાહકો પાંચ વખત ATMમાંથી નાણાં ઉપાડી શકે છે.


દરમિયાન જાહેર ક્ષેત્રની બેન્કો અને કેટલીક જૂની પેઢીની ખાનગી ક્ષેત્રની બેન્કોએ તેમના ગ્રાહકોને ત્રણ દિવસની હડતાળના સમયમાં કોઈપણ પ્રતિકૂળતા ટાળવા માટે આવશ્યક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ અગાઉથી જ કરી લેવા સલાહ આપી છે. બેન્કોમાં 90 ટકા વર્કફોર્સનું પ્રતિનિધિત્વ કરતા યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU)એ 28થી 30 સપ્ટેમ્બર સધી ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળ અમલમાં આવશે તો તે બેન્કિંગ સેક્ટરના અર્ધવાર્ષિક ક્લોઝિંગના સમયમાં જ થશે.


બેન્કોની ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળના સમયમાં ગ્રાહકોની બેન્કિંગ જરૂરિયાત પૂરી કરવા માટે સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોને રવિવારે 27 સપ્ટેમ્બરે બેન્કો ખુલ્લી રાખવા નિર્દેશ આપ્યા છે. ગ્રાહકોને મોકલાવેલી એડવાઝરીમાં એસબીઆઈએ જણાવ્યું હતું કે, બેન્ક તેની શાખાઓ-ઓફિસોમાં આવશ્યક બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા બધા જ પ્રયત્નો કરશે, પરંતુ હડતાળના સમયમાં ચોક્કસ સેવાઓ પર અસર પડી શકે છે, જેનાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેથી ગ્રાહકોએ હડતાળના સમય પહેલાં જ તેમના આવશ્યક કામો પૂરા કરી લેવા જોઈએ.હડતાળના સમયમાં ગ્રાહકોને રોકડની જરૂરિયાતો માટે ATM તથા ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, UPI અને અન્ય ડિજિટલ ચેનલોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે. બેન્કોની ત્રણ દિવસની હડતાળમાં રિજિઓનલ રુરલ બેન્કો પણ ભાગ લેવાની છે.


જોકે, ICICI બેન્ક, HDFC બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડુસઈન્ડ બેન્ક જેવી નવી પેઢીની ખાનગી બેન્કોમાં તેમનું સામાન્ય બેન્કિંગ કામકાજ ચાલુ રહેશે. આ સિવાય સહકારી બેન્કો પણ તેમનું સામાન્ય કામકાજ ચાલુ રાખશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. બ્રોકરેજીસની ભલામણ ટોપ ફાઇવ સ્ટોક્સ
  2. ફક્ત આઠ જ મહિનામાં 975 ટકા વળતર આપ્યું આ શેરે, છે તમારી પાસે આ શેર
  3. IPOની તેજી વચ્ચે BSE 500નું વર્ચસ્વ ઘટ્યું: ટોચની કંપનીઓનો માર્કેટ કેપમાં હિસ્સો 85% પર
  4. SEBIની મોટી કાર્યવાહી! રિન્યુઅલ ફી નહીં ભરતા Religare Capital Markets સહિત 12 રિસર્ચ એનાલિસ્ટનું રજિસ્ટ્રેશન રદ

Economy

See more
  1. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
  2. બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
  3. ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
  4. સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Insurance Penetration: બેંક ખાતાં વધ્યાં, છતાં વીમા સુરક્ષામાં ભારત ઘણું પાછળ
  2. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  3. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  4. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM