IPOની તેજી વચ્ચે BSE 500નું વર્ચસ્વ ઘટ્યું: ટોચની કંપનીઓનો માર્કેટ કેપમાં હિસ્સો 85% પર
BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ બજાર મૂડીકરણમાં BSE 500નો હિસ્સો અગાઉના આશરે 96 ટકાથી ઘટીને 85 ટકા થયો છે. નવી લિસ્ટિંગ અને મોટા શેરોના નબળા પ્રદર્શનને આ બદલાવ પાછળનાં મુખ્ય કારણો માનવામાં આવે છે.

ભારતીય શેરબજાર (Indian Stock Market)માં ટોચની 500 કંપનીઓનું વર્ચસ્વ ઘટીને રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યું છે. એક અહેવાલ મુજબ, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓના કુલ બજાર મૂડીકરણમાં BSE 500 ઇન્ડેક્સની કંપનીઓનો હિસ્સો હવે માત્ર 85 ટકા છે. એક સમયે આ હિસ્સો આશરે 96 ટકા હતો. આ ફેરફાર દર્શાવે છે કે શેરબજારનું મૂલ્ય હવે મોટી કંપનીઓની બહાર પણ વધુ પ્રમાણમાં વહેંચાઈ રહ્યું છે.
BSE 500 ઇન્ડેક્સમાં 20 મુખ્ય ઉદ્યોગોની કંપનીઓનો સમાવેશ થાય છે અને તેને ભારતીય અર્થતંત્રના વ્યાપક પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે. જોકે, સપ્ટેમ્બર 2024માં નોંધાયેલા હાઈ લેવલથી ઇન્ડેક્સ આશરે 9 ટકા નીચે છે. ચાલુ વર્ષમાં પણ BSE 500માં 5.6 ટકાનો ઘટાડો થયો છે. તેની સામે BSE SmallCap ઇન્ડેક્સ 13.3 ટકા વધ્યો છે. બે ઇન્ડેક્સના પ્રદર્શન વચ્ચેનું આ અંતર બજારમાં બદલાતી આગેવાની સ્પષ્ટ કરે છે.
આ બદલાવ પાછળ IPOની વધતી સંખ્યા પણ મહત્વનું કારણ છે. નવી કંપનીઓ લિસ્ટ થતાં તેમનું બજાર મૂડીકરણ સમગ્ર શેરબજારના મૂલ્યમાં ઉમેરાય છે. જોકે, ઇન્ડેક્સમાં સામેલ થવાના પાત્રતા અને ક્રમ સંબંધિત માપદંડ પૂરા ન થાય ત્યાં સુધી આવી કંપનીઓ BSE 500ની બહાર રહે છે.
શુક્રવારના બંધ સમયે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ આશરે ₹482 લાખ કરોડ હતું. તેની સામે BSE 500ની કંપનીઓનું બજાર મૂડીકરણ લગભગ ₹412 લાખ કરોડ નોંધાયું હતું. અહેવાલ મુજબ, નેશનલ સ્ટોક એક્સચેન્જનું તાજેતરનું લિસ્ટિંગ પણ લિસ્ટેડ બજારના વિસ્તરણમાં ઉમેરાયું છે; તેનું બજાર મૂલ્ય આશરે ₹4.4 લાખ કરોડ છે.
ચાલુ વર્ષ 2026માં અત્યાર સુધી મેઇનબોર્ડ અને SME મળીને આશરે 230 કંપનીઓ શેરબજારમાં આવી છે. તેમનું સંયુક્ત બજાર મૂડીકરણ લગભગ ₹12.5 લાખ કરોડ છે. નવી લિસ્ટ થયેલી કંપનીઓમાં NSE સૌથી મોટી છે. ત્યારબાદ SBI Funds Management અને Manipal Health Enterprises આવે છે, જેમનું બજાર મૂલ્ય પ્રત્યેકનું આશરે ₹1 લાખ કરોડ છે.
જાણીતી અમેરિકન બેંકિંગના સૂત્રોનાં જણાવ્યા મુજબ, મોટી કંપનીઓની કમાણી આશરે 8થી 9 ટકાના દરે વધી રહી છે, જે મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં જોવા મળતી વૃદ્ધિ કરતાં ઓછી છે. વધુ વૃદ્ધિની રોકાણકારોની અપેક્ષાએ પણ નાના અને મધ્યમ કદના શેરો તરફ ધ્યાન વધાર્યું છે. આ દરમિયાન બેન્ચમાર્ક સેન્સેક્સમાં ચાલુ વર્ષે 13.3 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Moneyview IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ, બીજા દિવસે 6.22 ગણો સબસ્ક્રાઇબ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- IPOની તેજી વચ્ચે BSE 500નું વર્ચસ્વ ઘટ્યું: ટોચની કંપનીઓનો માર્કેટ કેપમાં હિસ્સો 85% પર
- SEBIની મોટી કાર્યવાહી! રિન્યુઅલ ફી નહીં ભરતા Religare Capital Markets સહિત 12 રિસર્ચ એનાલિસ્ટનું રજિસ્ટ્રેશન રદ
- જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
- ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
Economy
See more- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું
- મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

