BRICS Summit: શું ભારત અને ચીન વચ્ચેનાં સંબંધો સુમેળભર્યા બનશે
નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત ભારત મુલાકાત પર વિશ્વની નજર છે. જો આ મુલાકાત થાય તો તે સાત વર્ષમાં તેમની પ્રથમ ભારત યાત્રા હશે. જોકે, રાજદ્વારી નરમાઈ છતાં વેપાર, રોકાણ અને સરહદ સંબંધિત અવિશ્વાસ હજુ યથાવત છે.

BRICS Summit: ભારતમાં યોજાનારી BRICS સમિટ ભારત-ચીન સંબંધોની દિશા નક્કી કરનારો મહત્વનો મંચ બની શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી આવી શકે છે. જોકે, ચીન તરફથી તેમની મુલાકાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠક અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં ઉચ્ચ સ્તરે વાટાઘાટો થતી જોવા મળી. ડાયરેક્ટ ફ્લાઈટ ફરી શરૂ કરવા, વિઝા પ્રક્રિયા સરળ બનાવવા અને વેપાર સંબંધિત કેટલાક અવરોધ ઘટાડવા જેવા સંકેતો મળ્યા છે. તેમ છતાં રાજદ્વારી પ્રગતિની અસર વ્યાવસાયિક સંબંધોમાં સંપૂર્ણપણે જોવા મળી નથી. ભારતમાં ચીની રોકાણને કડક સરકારી તપાસ, મંજૂરીમાં વિલંબ અને સુરક્ષા સંબંધિત નિયમોનો સામનો કરવો પડે છે. બીજી તરફ ભારતીય ઉદ્યોગોને ચીન તરફથી ઔદ્યોગિક ઉપકરણો અને મહત્વની ટેક્નોલોજી મેળવવામાં મુશ્કેલીઓ હોવાના અહેવાલ છે.
આ મુદ્દા પણ ભારતના એજન્ડામાં
ભારત અને ચીન વચ્ચેની ચર્ચા માત્ર સરહદ વિવાદ સુધી મર્યાદિત રહી નથી. બંને દેશોના વેપાર અને આર્થિક સંબંધો પણ વાટાઘાટો માટે મહત્વના મુદ્દા હશે. પુરવઠા વ્યવસ્થાને સુનિશ્ચિત બનાવી દેશમાં ઉત્પાદન વધારવાની ભારતની મુખ્ય પ્રાથમિકતા રહે તેવું નિષ્ણાતોનું અનુમાન છે. ભારત ચીન સાથેની મોટી વેપાર ખાધ ઘટાડવા માગે છે. ઉપરાંત રેર અર્થ મેગ્નેટ અને ઇલેક્ટ્રોનિક ઘટકો જેવી કિંમતી વસ્તુઓ માટે પાડોશી દેશન ચીન પરની નિર્ભરતા ઘટાડવા ભારત સતત પ્રયાસ કરતું જોવા મળ્યું છે.
ભારત અને ચીન વચ્ચે બેઠક યોજાય તો સરહદ પર શાંતિ, વેપાર અસંતુલન, રોકાણ અને વૈશ્વિક સહયોગ મુખ્ય મુદ્દા બની શકે છે. BRICS સમિટ સંબંધોમાં વાતચીત વધારી શકે છે, પરંતુ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે પાયાનાં સ્તરે સતત પગલાં લેવા જરૂરી રહેશે.
આ પણ વાંચો: નાના વેપારીઓને મળશે ટેકો, એમેઝોન પે અને કોટક મહિન્દ્રા બેંકે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

Advertisement by KuberaNow
Market
See more- ભારતીય બજારમાં Blockchainની એન્ટ્રી! SEBIએ ખોલ્યો Tokenised Securitiesનો દરવાજો
- MARKET CLOSING: ઘટાડો અટક્યો, ત્રણ દિવસના ઘટાડા પછી બજાર દિવસના તળિયેથી 300 પોઇન્ટ વધી બંધ આવ્યું
- UK-MHRAની ચકાસણીમાં કોઈ રેમેડીઝ ન આવતા Indoco Remediesનો શેર 18 ટકા જેટલો વધ્યો
- Mutual fund SIP inflows: SIPમાં રોકાણનો નવો રેકોર્ડ, ઓગસ્ટમાં ₹32,297 કરોડનું રોકાણ
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
