KuberaNowLogo
Saturday, 24/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

GTPL Hathway: કઈ ચેનલ કેટલી જોવાય છે? GTPLના સેટ-ટોપ બોક્સ આપશે માહિતી

ભારતના મોટા મલ્ટિ-સિસ્ટમ ઓપરેટર્સ પૈકીની GTPL Hathwayએ રિટર્ન પાથ ડેટા—RPD ટેક્નોલોજી દ્વારા TV ચેનલોના દર્શકો અંગેના આંકડા જાહેર કરવાનું શરૂ કર્યું છે. ભારતના સૌથી મોટા મલ્ટિ-સિસ્ટમ ઓપરેટર્સ—MSOs પૈકીની એક GTPL Hathway આ માટે Return Path Data (RPD) ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. હાલમાં આ સિસ્ટમ ભારતના આશરે 3,000 PIN કોડ વિસ્તારમાં 10,000થી વધુ RPD સેટ-ટોપ બોક્સમાંથી માહિતી મેળવે છે.

desk@kuberanowPublished On : 24 Oct 2026
GTPL Hathway
GTPL HathwayAI Image

GTPL Hathway: દર્શકો કઈ TV ચેનલ પસંદ કરે છે અને કેટલો સમય જુએ છે - આ માહિતી બ્રોડકાસ્ટર્સના કાર્યક્રમોથી લઈને એડવર્ટાઈઝમેન્ટનાં ખર્ચ સુધીના નિર્ણયો લેવા માટે મહત્વપૂર્ણ હોય છે. હવે GTPL Hathwayએ પોતાના સેટ-ટોપ બોક્સ દ્વારા મળતી માહિતીના આધારે દર્શકોની આ આદતો અંગેના આંકડા જાહેર કરવાનું શરૂ કર્યું છે. ભારતના સૌથી મોટા મલ્ટિ-સિસ્ટમ ઓપરેટર્સ—MSOs પૈકીની એક GTPL Hathway આ માટે Return Path Data (RPD) ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. હાલમાં આ સિસ્ટમ ભારતના આશરે 3,000 PIN કોડ વિસ્તારમાં 10,000થી વધુ RPD સેટ-ટોપ બોક્સમાંથી માહિતી મેળવે છે. કંપની આગામી મહિનામાં RPD ટેક્નોલોજીનાં આધારે આશરે 50,000 પરિવારો સુધી વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

 

બ્રોડકાસ્ટર્સ અને એડવર્ટાઈઝર્સને શું ફાયદો થશે?

 

GTPL Hathwayના વરિષ્ઠ મેનેજમેન્ટના એક પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, આ પહેલનો હેતુ બ્રોડકાસ્ટર્સ, એડવર્ટાઈઝમેન્ટ્સ અને મીડિયા એજન્સીઓને TV જોવાની આદતો અંગે વધુ સારી સમજ આપવાનો છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર સૌથી વધુ જોવાતી TV ચેનલો અને ડિજિટલ જાહેરાતો માટે ઉપલબ્ધ માધ્યમો અંગેના આંકડા પણ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે. ઉદ્યોગ સંચાલિત સંસ્થા દ્વારા પ્રકાશિત થતા રેટિંગ્સ હાલ સ્થગિત છે એવા સમયે આ પહેલ સામે આવી છે. GTPLનો ઉદ્દેશ પોતાના સબસ્ક્રાઇબર્સમાં TV જોવાની આદતો અંગે વધારાની માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે.

 

રોજનાં 7.5 કલાકથી વધુ TV જોતા પરિવારો

 

કંપનીના પ્રારંભિક આંકડા મુજબ, RPD ટેક્નોલોજીમાં સામેલ કરાયેલા પરિવારો દરરોજ સાડા સાત કલાકથી વધુ સમય લિનિયર TV ચેનલો જુએ છે. લિનિયર TV એટલે ચેનલના નિર્ધારિત પ્રસારણ સમયપત્રક મુજબ જોવાતું ટેલિવિઝન. GTPL Hathway પાસે 1.1 કરોડથી વધુ ઘરોમાં ડિજિટલ TV જોવાય છે અને તેનો અંદાજિત દર્શકવર્ગ 5 કરોડનો છે. આશરે 50,000 પરિવારો સુધીના પ્રસ્તાવિત વિસ્તરણથી કંપનીની દર્શક માપન વ્યવસ્થાની પહોંચ અને માહિતીની વ્યાપકતા વધવાની અપેક્ષા છે.

 

RPD ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?

 

રિટર્ન પાથ ડેટા (RPD) એવી ટેક્નોલોજી છે, જે સેટ-ટોપ બોક્સમાંથી સીધી TV જોવાની માહિતીને એકત્ર કરે છે. તેના દ્વારા પરિવારો કઈ ચેનલો જુએ છે અને TV જોવામાં કેટલો સમય પસાર કરે છે તે જાણી શકાય છે. કંપનીના જણાવ્યા મુજબ, તેની સિસ્ટમ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ લગભગ 1,000 TV ચેનલોના દર્શકોનું માપન કરે છે. તેમાં પેઇડ, ફ્રી-ટુ-એર, રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલોનો સમાવેશ થાય છે. આ માહિતીથી બ્રોડકાસ્ટર્સ દર્શકોની પસંદગી સમજી શકે છે. તેના આધારે કાર્યક્રમોની પસંદગી અને તેમના પ્રસારણનો સમય નક્કી કરવામાં મદદ મળી શકે છે.

 

ડિજિટલ જાહેરાતોનું પણ માપન થશે

 

GTPL Hathway પોતાના સેટ-ટોપ બોક્સ મારફતે ઉપલબ્ધ ડિજિટલ જાહેરાત માધ્યમોનું પણ માપન કરશે. આ વ્યવસ્થાથી જાહેરાત કેટલી વખત દર્શાવવામાં આવી તેના ઇમ્પ્રેશન્સ અને સરેરાશ જોવાના સમયની માહિતી મળશે. એડવર્ટાઈઝર્સ કોસ્ટ-પર-થાઉઝન્ડ ઇમ્પ્રેશન્સ—CPM એટલે કે પ્રતિ 1,000 ઇમ્પ્રેશન્સના ખર્ચના મોડેલ પર જાહેરાત ખરીદી શકશે.

 

સ્વતંત્ર એજન્સીનો અભ્યાસ અને ડેટાની પ્રાઈવેસી

 

GTPLએ જણાવ્યું છે કે તેની દર્શક માપન વ્યવસ્થાને સ્વતંત્ર થર્ડ પાર્ટી એજન્સી દ્વારા હાથ ધરાયેલા અને સંચાલિત પાયાના અભ્યાસ—બેઝલાઇન સ્ટડીનો આધાર છે. પ્રાઈવેસી અંગે કંપનીનું કહેવું છે કે તે સબસ્ક્રાઇબરની વ્યક્તિગત ઓળખ થઈ શકે તેવી માહિતી એકત્ર કરતી નથી. જોવાની માહિતીનું પ્રોસેસિંગ થાય તે પહેલાં તેને ઓળખરહિત બનાવવામાં આવે છે. આ ઉપરાંત, ડેટાને પરિવારના સ્તરે એકત્રિત સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે.

 

GTPL Hathwayના જણાવ્યા અનુસાર, આ પહેલ માહિતી અને પ્રસારણ મંત્રાલય—MIB દ્વારા જાહેર કરાયેલી ટેલિવિઝન રેટિંગ પૉલિસી 2026 સાથે સુસંગત છે. કંપનીનો હેતુ દર્શક માપનમાં પારદર્શિતા વધારવાનો અને બ્રોડકાસ્ટર્સ, એડવર્ટાઈઝર્સને TV જોવાના વલણો અંગે ઉપયોગી માહિતી આપવાનો છે.


આ પણ વાંચો: ભારતમાં ઓક્ટોબરનો PMI જૂન પછીની ટોચેઃ ધંધાકીય કામકાજમાં નોંધપાત્ર વધારા છતાં હાયરિંગની ઝડપ ઘટી


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn