KuberaNowLogo
Sunday, 27/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતની પ્રથમ LNG ટ્રેન ગુજરાતમાં સાબરમતીથી શરૂ કરવામાં આવી

એક એલએનજી ટેન્કથી ડીપીસી ટ્રેન 2,200 કિ.મી. સુધી ચાલી શકે છે. તેથી વારંવાર ઇંધણ ભરવાની પણ ઝંઝટ નહીં રહે

KuberaNow
desk@kuberanowPublished On : 27 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
LNG Train
AI GENERATED

ભારતની પ્રથમ LNG ટ્રેન ગુજરાતમાં સાબરમતીથી શરૂ કરવામાં આવી છે. ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પગલાંને દ્વારા ભારતીય રેલ્વે દ્વારા વૈકલ્પિક ઇંધણ તરફના પ્રયાણ તરીકે જોવામાં આવે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્રેનને લીલી ઝંડી આપવાની સાથે રૂ. 1,542 કરોડના રેલ્વે પ્રોજેક્ટનું અનાવરણ કર્યુ હતું.


આ એલએનજી ટ્રેનની ખાસિયત જોઈએ તો તે ડ્યુઅલ ટેકનોલોજી છે. ટ્રેન સંપૂર્ણપણે LNGથી સજ્જ છે. નવી ટ્રેનમાં ડીઝલ અને LNGના સંયોજનનો ઉપયોગ કરવામાં આવશે. ડીઆરએમ દ્વારા પૂરી પાડવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ આ ટેકનોલોજી પરંપરાગત ઇંધણ પરનું અવલંબન ઘટાડશે. તેના લીધે રેલ્વેનું કામકાજ વધુને વધુ ઇકોફ્રેન્ડલી મળશે.


ગૃહપ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે 2015-16માં ડીઝલનો ઉપયોગ વર્ષે લગભગ 300 કરોડ લિટર થતો હતો, જે 2024-25માં 108 કરોડ લિટર થઈ ગયો છે. 2030 સુધીમાં રેલ્વેમાં ડીઝલ શબ્દ ભૂતકાળ બની જશે એમ તેમણે જણાવ્યું હતું. આના લીધે ભારતીય રૂપિયાની બચત થશે. આ પ્રોજેક્ટ હેઠળ 1400 એચપીની ક્ષમતાવાળા બે ડ્રાઇવિંગ પાવર કાર (ડીપીસી)ને એલએનજી ડ્યુઅલ સિસ્ટમમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યા છે. ટ્રેનનો 2000 કિલોમીટર સુધીનો સફળ ફિલ્ડ ટ્રાયલ પૂરો કરવામાં આવ્યો છે. મહેસાણા અને સાબરમતી વચ્ચે આઠ મહિના ફિલ્ડ ટ્રાયલ થયો હતો. તેના પછી તેના પર અમલ કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં બીજી 8થી 10 ટ્રેનોમાં એલએનજી ટેકનોલોજી અપનાવવાની યોજના છે.


પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ  વેદપ્રકાશે જણાવ્યું હતું કે એલએનજી ઇંધણ સિસ્ટમના લીધે એન્જિનના પાવરમાં કોઈ ઘટાડો થયો નથી. એક એલએનજી ટેન્કથી ડીપીસી ટ્રેન 2,200 કિ.મી. સુધી ચાલી શકે છે. તેથી વારંવાર ઇંધણ ભરવાની પણ ઝંઝટ નહીં રહે. એલએનજીના ઉપયોગથી પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે.  તેના લીધે કાર્બન ડાયોકસાઇડ, નાઇટ્રોજન ઓકસાઇડ અને રજકણો જેવા નુકસાનકારક તત્વો ઓછા પ્રમાણમાં સર્જાશે. આના પગલે રેલ્વે ટ્રેકની હવા પણ શુદ્ધ રહેશે.


પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝને સોશિયલ મીડિયા પર તેના ડીઝલ પ્લસ એલએનજીની ડ્યુઅલ ટેકનોલોજીવાળી આ ટ્રેનની જાણકારી આપી હતી. આ પગલાંને પરંપરાગત ઇંધણ પરનું અવલંબન ઘટાડવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. તેના લીધે ઉર્જા કાર્યક્ષમતાને વેગ મળશે અને રેલ્વેની કામગીરી વધુને વધુ ઇકોફ્રેન્ડલી જોવા મળશે.


પશ્ચિમ રેલવેના અમદાવાદ ખાતેના ડીઆરએમ વેદપ્રકાશે જણાવ્યું હતું કે આ પગલાંના લીધે ભારતીય રેલવેમાં ગ્રીન એનર્જીના નવા પ્રકરણનો શુભારંભ થયો છે. આ પગલું નવી ટેકનોલોજી, નવી એનર્જી અને ક્લિન ફ્યુચરની દિશામાં શરૂ થયેલું ખેડાણ છે. આગામી દિવસોમાં એલએનજી ટ્રેનો પ્રદૂષણમુક્ત ભારતમાં નવો અધ્યાય આલેખી શકે છે.


આ પણ જુઓઃ

<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Stock Market Holiday October List : ઓક્ટોબરમાં આ 11 દિવસે શેરબજાર રહેશે બંધ
  2. ગિફ્ટ નિફ્ટીનું ટર્ન ઓવર વિક્રમી 23.67 અબજ ડોલરે પહોંચ્યું, ઓપન ઈન્ટ્રેસ્ટ 21 અબજ ડોલરને પાર
  3. સેમી કંડક્ટર સેક્ટરઃ આ બે શેર અવગણવા જેવા નથી
  4. બ્રોકરેજીસની ભલામણ ટોપ ફાઇવ સ્ટોક્સ

Economy

See more
  1. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
  2. બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
  3. ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
  4. સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Digital Rupee vs UPI: ઈન્ટરનેટ વગર ચુકવણીની મોટી તૈયારી!
  2. આવક, રોકાણ અને બચત છતાં ભારતીય પરિવારોની નાણાકીય સુરક્ષા નબળી: રિપોર્ટ
  3. Insurance Penetration: બેંક ખાતાં વધ્યાં, છતાં વીમા સુરક્ષામાં ભારત ઘણું પાછળ
  4. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM