KuberaNowLogo
Saturday, 28/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતમાં સ્ટીલની માંગ ઉત્પાદન કરતાં ઝડપી વધી, વપરાશમાં 7.9%નો ઉછાળો

ભારતમાં Finished Steelની માંગ ઉત્પાદન કરતાં વધુ ઝડપે વધી છે. એપ્રિલ-જુલાઈ 2026 દરમિયાન ઉત્પાદન 4.7% વધ્યું, જ્યારે ખપત 7.9% વધી અને ભારત જથ્થાના આધારે સ્ટીલનું ચોખ્ખું આયાતકાર રહ્યું.

desk@kuberanowPublished On : 25 Aug 2026
સ્ટીલ
સ્ટીલની માંગમાં જોરદાર વૃદ્ધિ, ઉત્પાદન 4.7% વધ્યુંAI GENERATED IMAGE

ભારતમાં સ્ટીલની સ્થાનિક માંગ મજબૂત રહી છે. એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન Finished Steelનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 4.7% વધીને 5.47 કરોડ ટન થયું, જ્યારે ખપત વધુ ઝડપે 7.9% વધીને 5.6 કરોડ ટન પર પહોંચી. માંગ ઉત્પાદન કરતાં વધુ રહેતાં આ સમયગાળામાં સ્ટીલની આયાતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.


જુલાઈમાં ખપત 1.44 કરોડ ટન

જુલાઈમાં Finished Steelનું ઉત્પાદન 3.9% વધીને 1.4 કરોડ ટન રહ્યું, જે ગયા વર્ષે સમાન મહિને 1.35 કરોડ ટન હતું.આ જ મહિને સ્ટીલની ખપત 6.8% વધીને 1.44 કરોડ ટન થઈ.


આયાત 36.6% વધી

એપ્રિલ-જુલાઈ દરમિયાન Finished Steelની આયાત 36.6% વધીને 27.7 લાખ ટન થઈ, જ્યારે નિકાસ 35% વધીને 22.9 લાખ ટન રહી. આથી જથ્થાના આધારે ભારત આ સમયગાળામાં Finished Steelનું net importer રહ્યું.મૂલ્યના આધારે આયાત 43.1% વધીને ₹28,330.8 કરોડ થઈ, જ્યારે નિકાસ 29.4% વધીને ₹18,105.4 કરોડ નોંધાઈ.


China અને South Korea મુખ્ય સપ્લાયર

ભારતની કુલ Finished Steel આયાતમાં Chinaનો હિસ્સો 30.9% રહ્યો. South Koreaનો હિસ્સો 30.2% અને Japanનો 14.9% રહ્યો.નિકાસમાં Vietnam 15.4% હિસ્સા સાથે સૌથી મોટું બજાર રહ્યું, જ્યારે UAEનો હિસ્સો 14.8% નોંધાયો.


Alloy Steelમાં તેજ વૃદ્ધિ

આ સમયગાળામાં Alloy Steelનું ઉત્પાદન 26.7% વધીને 37.1 લાખ ટન થયું અને ખપત 22.1% વધીને 40.2 લાખ ટન રહી.બીજી તરફ Stainless Steelનું ઉત્પાદન 4.2% ઘટીને 13.8 લાખ ટન થયું, પરંતુ તેની ખપત 25% વધીને 17.7 લાખ ટન પહોંચી.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Beverage Market India

ભારતમાં એનર્જી અને પ્રોટીન ડ્રિંક્સનો ક્રેઝ!, ₹2.56 લાખ કરોડ સુધી પહોંચી શકે બજાર

Nestle India EPFO Notice

મેગી બનાવતી નેસ્લે ઇન્ડિયાની મુશ્કેલી વધી, EPFOએ ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

Top Gold Suppliers to India & Today's Global Gold Rates

Gold Import in India: ભારત કયા દેશો પાસેથી ખરીદે છે સૌથી વધુ સોનું? જાણો ટોપ-6 દેશોની યાદી

Tata Sons Bombay High Court

ટાટા ગ્રુપના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય, ટાટા સન્સની બોર્ડ બેઠકને લીલી ઝંડી

TRAI Recharge Rules

સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio-Airtel અને TRAI વચ્ચે વિવાદ, ગ્રાહકોને સૌથી પહેલાં બતાવવા પડશે આ ખાસ પ્લાન

YouTube vs Instagram vs Facebook, 1 Million Views Earnings

YouTube, Instagram કે Facebook: 1 મિલિયન વ્યૂઝ પર કયું પ્લેટફોર્મ આપે છે સૌથી વધુ કમાણી? જાણો સંપૂર્ણ ગણિત

BMC Municipal Bond

મુંબઈના વિકાસમાં સામાન્ય લોકો પણ કરી શકશે રોકાણ!, પહેલીવાર બોન્ડ લાવવાની તૈયારી, જાણો કેવી રીતે થશે કમાણી

India Forex Reserves

સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો, RBIના આંકડાએ વધારી ચિંતા