KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશના 7 વ્યસ્ત રેલ રૂટની થશે કાયાપલટ, ચાર ટ્રેકનો મેગા પ્લાન તૈયાર

Indian Railways દેશના સૌથી વ્યસ્ત 7 high-density routesની ક્ષમતા વધારવા લગભગ 11,000 કિમી નેટવર્કને ચાર ટ્રેક સુધી વિસ્તરાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ રૂટ રેલવેના કુલ route lengthના આશરે 16% છે, પરંતુ લગભગ 41% ટ્રાફિક સંભાળે છે.

desk@kuberanowPublished On : 27 Aug 2026
train
AI GENERATED IMAGE

ભારતીય રેલવે દેશના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા 7 રેલ કોરિડોરની ક્ષમતા વધારવા માટે લગભગ 11,000 કિમી લાંબા નેટવર્કને ચાર ટ્રેક સુધી વિસ્તરાવવાની તૈયારી કરી રહ્યું છે. આ રૂટ દેશના કુલ રેલવે માર્ગની લંબાઈના માત્ર આશરે 16% છે, પરંતુ લગભગ 41% રેલવે ટ્રાફિક સંભાળે છે. વધતા મુસાફર અનેમાલ-સામાનની માંગને ધ્યાનમાં રાખીને ભીડ ઘટાડવા આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


કયા 7 રૂટનો સમાવેશ?


રેલવે દ્વારા ઓળખાયેલા high-density corridorsમાં આ રૂટ સામેલ છે.


  • Delhi-Howrah
  • Howrah-Chennai
  • Chennai-Mumbai
  • Mumbai-Delhi
  • Delhi-Chennai
  • Mumbai-Howrah
  • Delhi-Guwahati


આ રૂટ દેશના મોટા શહેરો, ઔદ્યોગિક વિસ્તારો અને મુખ્ય માલવહન કેન્દ્રોને જોડે છે.


ચાર ટ્રેકથી શું ફાયદો થશે?

વધારાના ટ્રેક બનવાથી એક જ કોરિડોર પર વધુ પેસેન્જર ટ્રેન અને માલગાડીઓ ચલાવવાની જગ્યા મળશે. ટ્રેનોને એકબીજાની રાહ જોવાનો સમય ઘટાડી શકાય અને maintenance અથવા technical problem સમયે trafficને બીજા track પર ખસેડવાનો વિકલ્પ પણ મળી શકે છે. 11,000 કિમીના કેટલાક ભાગમાં ચાર ટ્રેક પહેલેથી ઉપલબ્ધ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં કામ ચાલી રહ્યું છે. માત્ર થોડો હિસ્સો હજુ Detailed Project Reportની મંજૂરી પ્રક્રિયામાં હોવાનું જણાવાયું છે.


Freight transportનો ખર્ચ ઘટાડવાનો હેતુ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ રેલવે મારફતે માલ પરિવહનનો સરેરાશ ખર્ચ આશરે ₹1.6 પ્રતિ ટન પ્રતિ કિમી છે, જ્યારે માર્ગ પરિવહનનો ખર્ચ લગભગ ₹3.6 પ્રતિ ટન પ્રતિ કિમી છે. વધુ freight trafficને rail network તરફ ખસેડવાથી logistics cost ઘટાડવા ઉપરાંત રસ્તા પરનો ભાર અને પરિવહનની પર્યાવરણીય અસર ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.


Kavach 4.0નું પણ વિસ્તરણ

ઉચ્ચ-ઘનતા ધરાવતા કોરિડોર પર ટ્રેકની ક્ષમતા સાથે સુરક્ષા પ્રણાલી પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. 22 જુલાઈ 2026 સુધી Delhi-Mumbai અને Delhi-Howrah corridors પર મળીને 2,490 route km સુધી સ્વદેશી Automatic Train Protection System ‘Kavach 4.0’ commission કરવામાં આવ્યું હતું. તેમાં Delhi-Mumbai corridor પર 1,344 route km અને Delhi-Howrah corridor પર 1,146 route kmનો સમાવેશ થાય છે. Kavach 4.0 ટ્રેનના સ્થાનનું ટ્રેકિંગ, સંકેત-સૂચક માહિતી અને station-to-station communicationને વધુ મજબૂત બનાવવા માટે વિકસાવવામાં આવ્યું છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: નેપાળમાં વિનાશક પૂર બાદ ભારતીયો માટે હેલ્પલાઇન શરૂ, અનેક રાજ્ય સરકારો સક્રિય

Share Link
WhatsAppFacebookXLinkedIn