KuberaNowLogo
Saturday, 28/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશના મોટા પ્રોજેક્ટ્સનો ખર્ચ ₹3.28 લાખ કરોડ વધ્યો, સરકાર હવે વધારાના ખર્ચનો હિસાબ માગશે!

ભારતના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ખર્ચમાં નોંધપાત્ર વધારો સામે આવ્યો છે. આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ઓક્ટોબર 2026 સુધીના આંકડા મુજબ, 150 કરોડ રૂપિયાથી વધુના મોટા પ્રોજેક્ટ્સનો મૂળ અંદાજ કરતાં કુલ ખર્ચ 3.28 લાખ કરોડ રૂપિયા વધી ગયો છે.

Kuberanow DeskPublished On : 27 Nov 2026
India Infrastructure Projects
India Infrastructure ProjectsAI Image

India Infrastructure Projects: દેશમાં રસ્તા, રેલવે, વીજળી અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ્સનો ખર્ચ વધી રહ્યો છે. આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)એ જાહેર કરેલા ઓક્ટોબર 2026ના આંકડા અનુસાર, આ યોજનાઓના ખર્ચમાં મૂળ અંદાજની સરખામણીએ કુલ 3.28 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. તેના કારણે સુધારેલી સંયુક્ત કિંમત 38.11 લાખ કરોડ રૂપિયા થઈ છે.


પ્રોજેક્ટ્સ પર અત્યાર સુધી કેટલો ખર્ચ થયો?

મંત્રાલયના આંકડા અનુસાર, 17 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો હેઠળ 150 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મોટા પ્રોજેક્ટ્સ અમલમાં છે. આ યોજનાઓ પાછળ અત્યાર સુધી 17.87 લાખ કરોડ રૂપિયા ખર્ચાયા છે, જે સુધારેલી કુલ કિંમતના 46.88 ટકા થાય છે. આ આંકડા દર્શાવે છે કે વિકાસકાર્યો માટે મોટું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે, પરંતુ અનેક યોજનાઓ પૂર્ણ થવાની બાકી છે.

649 પ્રોજેક્ટ્સ અંતિમ તબક્કામાં

649 પ્રોજેક્ટ્સમાં 80 ટકાથી વધુ ભૌતિક કામગીરી પૂર્ણ થઈ છે. કુલ યોજનાઓમાં તેમનો હિસ્સો લગભગ 35 ટકા છે. બીજી તરફ, 326 પ્રોજેક્ટ્સમાં નાણાકીય પ્રગતિ 80 ટકાથી વધુ નોંધાઈ છે. આ સંખ્યા કુલ યોજનાઓના આશરે 18 ટાક જેટલી છે. ભૌતિક પ્રગતિ એટલે જમીન પર થયેલું વાસ્તવિક કામ, જ્યારે નાણાકીય પ્રગતિ ખર્ચાયેલી રકમ દર્શાવે છે.


પરિવહન અને લોજિસ્ટિક્સમાં સૌથી વધુ પ્રોજેક્ટ્સ

દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રનું મહત્ત્વ સૌથી વધુ છે. આ ક્ષેત્રમાં 1,324 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમની કુલ કિંમત ₹20.37 લાખ કરોડ છે. રેલવે, ઊર્જા, પેટ્રોલિયમ અને શહેરી વિકાસ ક્ષેત્રોમાં પણ મોટા પાયે યોજનાઓ અમલમાં છે.


ખર્ચ વધારવા પર સરકારની કડક નજર

નાણા મંત્રાલયે 5 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મૂડીગત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે નવી ચકાસણી શરૂ કરી છે. નિર્ધારિત મર્યાદા કરતાં ખર્ચ 10 ટકાથી વધુ વધે તો સંબંધિત મંત્રાલયે વિગતવાર કારણ આપવું પડશે. વિલંબ, કાચા માલની મોંઘવારી અથવા અન્ય પરિબળોને કારણે ખર્ચ વધ્યો છે તે સ્પષ્ટ કરવું જરૂરી બનશે. વધારાનું બજેટ ફાળવતા પહેલાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સુધારેલી સમયમર્યાદા પણ રજૂ કરવાની રહેશે.


અર્થતંત્ર માટે શું છે મહત્ત્વ?

ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ સમયસર પૂર્ણ થાય તો પરિવહન, વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને લાભ મળી શકે છે. જોકે, ખર્ચમાં સતત વધારો સરકારી નાણાંકીય આયોજન પર દબાણ ઊભું કરી શકે છે. તેથી સમયમર્યાદા અને બજેટનું યોગ્ય સંચાલન મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે, 3.28 લાખ કરોડ રૂપિયાનો ખર્ચવધારો મોટા વિકાસકાર્યોમાં નાણાકીય દેખરેખ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત દર્શાવે છે.

આ પણ વાંચો: SME Finance Summit 2026: મુંબઈમાં આજે SME ફાઇનાન્સ સમિટ, RBI ગવર્નર સંજય મલ્હોત્રા સહિત બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજો કરશે ચર્ચા


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Beverage Market India

ભારતમાં એનર્જી અને પ્રોટીન ડ્રિંક્સનો ક્રેઝ!, ₹2.56 લાખ કરોડ સુધી પહોંચી શકે બજાર

Nestle India EPFO Notice

મેગી બનાવતી નેસ્લે ઇન્ડિયાની મુશ્કેલી વધી, EPFOએ ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

Top Gold Suppliers to India & Today's Global Gold Rates

Gold Import in India: ભારત કયા દેશો પાસેથી ખરીદે છે સૌથી વધુ સોનું? જાણો ટોપ-6 દેશોની યાદી

Tata Sons Bombay High Court

ટાટા ગ્રુપના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય, ટાટા સન્સની બોર્ડ બેઠકને લીલી ઝંડી

TRAI Recharge Rules

સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio-Airtel અને TRAI વચ્ચે વિવાદ, ગ્રાહકોને સૌથી પહેલાં બતાવવા પડશે આ ખાસ પ્લાન

YouTube vs Instagram vs Facebook, 1 Million Views Earnings

YouTube, Instagram કે Facebook: 1 મિલિયન વ્યૂઝ પર કયું પ્લેટફોર્મ આપે છે સૌથી વધુ કમાણી? જાણો સંપૂર્ણ ગણિત

BMC Municipal Bond

મુંબઈના વિકાસમાં સામાન્ય લોકો પણ કરી શકશે રોકાણ!, પહેલીવાર બોન્ડ લાવવાની તૈયારી, જાણો કેવી રીતે થશે કમાણી

India Forex Reserves

સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો, RBIના આંકડાએ વધારી ચિંતા