વિશ્વ ક્રિકેટમાં જય શાહનો દબદબો, બીજી વખત ICCના ચેરમેન બન્યા
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે જય શાહની સતત બીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી ICC બોર્ડની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

Jay Shah Reappointed ICC Chairman: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વર્તમાન ચેરમેન જય શાહને સતત બીજા કાર્યકાળ માટે બિનહરીફ ચૂંટવાયા છે. ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી ICC બોર્ડ અને કમિટીની બેઠક બાદ તેમની પુનઃનિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. ICC ડિરેક્ટર્સે સર્વસંમતિથી તેમના નેતૃત્વને સમર્થન આપ્યું છે. આ નિર્ણય સાથે હવે ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણ અને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં રમતની વાપસી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
બાલીમાં યોજાયેલી બેઠકમાં જય શાહના નામ પર સર્વસંમતિ
ICCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પોસ્ટમાં લખ્યું , "આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડને જાહેરાત કરતા આનંદ થાય છે કે, બાલીમાં બોર્ડ અને કમિટીની બેઠકમાં ICC ડિરેક્ટર્સ દ્વારા લેવામાં આવેલા ઠરાવ બાદ, જય શાહને ICC ચેરમેન તરીકે બીજા કાર્યકાળ માટે સર્વસંમતિથી ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય જય શાહના નેતૃત્વમાં બોર્ડના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને રમત માટે નિર્ણાયક સમયે કંન્ટિન્યૂટી પ્રદાન કરે છે, જેમાં ગ્લોબલ એક્સપેન્શન, ફેન્ડમમાં વધારો અને તેના ભાવિ સ્ટેટેજિક રોડમેપ પર કોમર્શિયલ ડેવલોપમેન્ટનો સમાવેશ થાય છે."
ICC બોર્ડનો વિશ્વાસ મળતાં જય શાહે આભાર વ્યક્ત કર્યો
બીજા કાર્યકાળ માટે ફરીથી પસંદગી થયા બાદ જય શાહે ICC બોર્ડના તમામ ડિરેક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 'ICC બોર્ડે મારા પર મૂકેલા વિશ્વાસથી હું સન્માનિત અનુભવ કરૂ છું. તમામ ડિરેક્ટર્સના સતત સમર્થન બદલ આભાર. ICCના ચેરમેન તરીકે સેવા આપવી એક સન્માન હોવાની સાથે મોટી જવાબદારી પણ છે.' તેમણે વિશ્વભરમાં ક્રિકેટના હિતોને આગળ વધારવા માટે ICCના સભ્ય દેશો સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
LA 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી પર ખાસ ધ્યાન
જય શાહના બીજા કાર્યકાળ દરમિયાન સૌથી મહત્ત્વના મુદ્દાઓ પૈકી એક લોસ એન્જલસમાં યોજાનારી 2028ની ઓલિમ્પિક ગેમ્સ રહેશે. લાંબા સમય બાદ ક્રિકેટ ફરી ઓલિમ્પિકનો ભાગ બનવા જઈ રહ્યું છે. આ તકને ICC ક્રિકેટને નવા દેશો અને નવા ચાહકો સુધી પહોંચાડવાના મહત્ત્વપૂર્ણ અવસર તરીકે જોઈ રહી છે.
અમદાવાદથી ICCના સર્વોચ્ચ પદ સુધી જય શાહની સફર
જય શાહે ક્રિકેટ વહીવટમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2009માં કરી હતી. તેમણે અમદાવાદના સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન સાથે જિલ્લા તથા રાજ્ય સ્તરે કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2013માં તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના સંયુક્ત સચિવ બન્યા હતા. ત્યારબાદ તેમણે ક્રિકેટ વહીવટમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. વર્ષ 2019માં જય શાહ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ બન્યા હતા. તેઓ આ પદ પર પહોંચનારા સૌથી યુવા સચિવ બન્યા હતા. વર્ષ 2021માં તેમને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2024ની શરૂઆતમાં ACCના પ્રમુખ તરીકે તેમનો કાર્યકાળ સર્વસંમતિથી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Mahanadi Coalfields IPO: શેરબજારમાં એન્ટ્રીની તૈયારી, જાણો પ્રાઇસ બેન્ડ
આ પણ જુઓ:
Also Read

8th Pay Commission: શું એરિયર્સ એકસાથે મળશે કે હપ્તામાં? જાણો શું કહે છે જૂનો રેકોર્ડ

Ramayanaની Box Office પર ધૂમ: 11 દિવસમાં ₹1,385 કરોડની કમાણી, બીજા રવિવારે પણ દબદબો

Solar Manufacturing: PLI યોજનાથી ભારતની સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 24 GW વધી

Smartphone Price Hike: Samsung-Xiaomiના 41 વેરિઅન્ટ મોંઘા, દિવાળી બાદ ગ્રાહકોને ઝટકો

Petrol Diesel Price: મોંઘવારીનો માર યથાવત, જાણો કેમ હાલ નહીં ઘટે પેટ્રોલ અને ડીઝલના ભાવ

ડિજિટલ પેમેન્ટની સુરક્ષા માટે RBIનો મહત્ત્વનો નિર્ણય, 6 કલાકમાં રિપોર્ટિંગ ફરજિયાત

ઘરમાં રાખેલા પૈતૃક દાગીનાના બિલ નથી? સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ જાણો કેવી રીતે સાબિત કરશો માલિકી





