KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશભરમાં ગણેશોત્સવમાં ₹50,000 કરોડના વેપારની સંભાવના

ગ્રાહકોના વધતા ખર્ચ, મોટા સામુદાયિક આયોજનો, પ્રવાસન અને સ્થાનિક ઉત્પાદનોની માગને કારણે આ વર્ષે વેપાર ₹50,000 કરોડને પાર કરી શકે છે. ગણેશોત્સવથી શરૂ થયેલી ખરીદી નવરાત્રિ, દશેરા, દિવાળી, છઠ પૂજા અને લગ્નસરાની મોસમ સુધી ચાલુ રહી શકે છે. એટલે આ ઉત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ સ્થાનિક વેપાર, MSME અને રોજગારીને વેગ આપતું મોટું આર્થિક માધ્યમ બની રહ્યો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 14 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Ganeshotsav Festive Economy
Ganeshotsav Festive EconomyAI Generated Image

દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થતાં જ બજારોમાં તહેવારોની ખરીદીનો નવો તબક્કો શરૂ થયો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ, આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન દેશમાં ₹50,000 કરોડથી વધુનો વેપાર થવાની સંભાવના છે. આ આંકડો ગત વર્ષની સરખામણીમાં લગભગ ₹10,000 કરોડ વધુ છે. ગણેશોત્સવ દરમિયાન કરોડો પરિવારો પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે. દેશભરમાં જાહેર સ્થળોએ લાખો નાના-મોટા પંડાલ પણ તૈયાર થાય છે. આ ધાર્મિક આયોજનો સાથે મૂર્તિ નિર્માણ, સજાવટ, પૂજા સામગ્રી, પ્રસાદ, પરિવહન અને આયોજન વ્યવસ્થાપન જેવી અનેક આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળે છે.


CAITના અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં ગણેશોત્સવ સાથે જોડાયેલો વેપાર આશરે ₹30,000 કરોડ હતો. વર્ષ 2025માં તે ₹30,000 કરોડથી ₹40,000 કરોડની વચ્ચે પહોંચ્યો હતો. ગ્રાહકોના વધતા ખર્ચ, મોટા સામુદાયિક આયોજનો, પ્રવાસન અને સ્થાનિક ઉત્પાદનોની માગને કારણે આ વર્ષે વેપાર ₹50,000 કરોડને પાર કરી શકે છે. ગણેશોત્સવથી શરૂ થયેલી ખરીદી નવરાત્રિ, દશેરા, દિવાળી, છઠ પૂજા અને લગ્નસરાની મોસમ સુધી ચાલુ રહી શકે છે. એટલે આ ઉત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ સ્થાનિક વેપાર, MSME અને રોજગારીને વેગ આપતું મોટું આર્થિક માધ્યમ બની રહ્યો છે. આજથી શરૂ થયેલો આ ઉત્સવ 25મી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન સાથે પૂર્ણ થશે. દેશભરમાં કરોડો લોકો તેમના ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરે છે અને તેમની ક્ષમતા મુજબ દરરોજ 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ અથવા 10 દિવસ ભગવાન ગણેશની વિશેષ પૂજા કરે છે. દેશના વિવિધ રાજ્યોમાં જાહેર સ્થળોએ લાખો નાના-મોટા પંડાલ લગાવીને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.


કયા ક્ષેત્રોને મળશે લાભ?


તહેવાર દરમિયાન આર્થિક પ્રવૃત્તિમાં ગણેશ પ્રતિમાઓ, પંડાલ, ફૂલ, પૂજા સામગ્રી, મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ફળ, કેટરિંગ, કપડાં અને ભેટ-સોગાદના વેપારનો મોટો હિસ્સો રહેશે. આ ઉપરાંત હોટેલ, પ્રવાસન, પરિવહન, જાહેરાત, પ્રાયોજન, લાઇટિંગ, સાઉન્ડ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રની આવકમાં પણ વધારો થવાની અપેક્ષા છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, કર્ણાટક, દિલ્હી, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં ગણેશોત્સવ મોટા પાયે ઉજવાય છે. પરિણામે મૂર્તિકારો, ફૂલના વેપારીઓ , વાંસ અને કાપડ ઉદ્યોગ, પંડાલનાં સંચાલકો, મહિલા ઉદ્યોગસાહસિકો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને રોજગારી મળે છે.


ગણપતિ પંડાલોમાં સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક


આ વર્ષના ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને અનુકૂળ અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવા પંડાલોની ભારે માંગ જોવા મળી છે. કેળાના પાન, ગલગોટાના ફૂલ, કુદરતી કાપડ, માટીના દીવા, વાંસ અને હાથ બનાવટની સામગ્રીથી સજાવેલા પંડાલો સૌથી વધુ ચલણ જોવા મળ્યું છે. ઉપરાંત, અયોધ્યા રામ મંદિર, 'પંચતત્વ' (પાંચ તત્વો), ભારતીય સાંસ્કૃતિક વારસો, પરંપરાગત મહારાષ્ટ્રીયન શૈલી, મંદિર સ્થાપત્ય, મોર અને કમળની ડિઝાઈન, ગ્રામીણ ભારત અને 'વોકલ ફોર લોકલ' જેવી થીમ પર આધારિત પંડાલો પણ લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.



આ પણ વાંચો: REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM