KuberaNowLogo
Wednesday, 30/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

SBIના ખાતાધારકો સાવધાન! 1 ઓક્ટોબરથી બેંકિંગના આ નિયમો બદલાશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે ATM સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબર 2026થી કેટલાક ખાતાધારકો માટે ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા અને વધારાના ચાર્જમાં ફેરફાર થશે.બેંકના નવા નિયમો મુજબ BSBD અને સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને ATM ઉપયોગ કરતી વખતે નવી મર્યાદાનું ધ્યાન રાખવું પડશે.

desk@kuberanowPublished On : 30 Sept 2026
SBI
ATM Rule ChangeAI Generated Image

SBIના કરોડો ગ્રાહકો માટે ATM ઉપયોગ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબર 2026થી બેંકના કેટલાક ખાતાઓ માટે ATM ટ્રાન્ઝેક્શનની ફ્રી લિમિટ અને વધારાના ચાર્જમાં ફેરફાર લાગુ થશે. આ ફેરફાર ખાસ કરીને BSBD ખાતા અને સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને અસર કરશે. તેથી ગ્રાહકોએ ATMમાંથી પૈસા ઉપાડતી વખતે પોતાની ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદાનું ધ્યાન રાખવું પડશે.


BSBD ખાતા માટે ATM ચાર્જમાં ફેરફાર

SBIના બ્રાન્ચ મારફતે ખોલવામાં આવેલા Basic Savings Bank Deposit (BSBD) ખાતાઓ માટે નવા ચાર્જ 1 ઓક્ટોબરથી લાગુ થશે. ગ્રાહકોને દર મહિને 4 ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા ચાલુ રહેશે. પરંતુ 4 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ દરેક ATM ઉપાડ પર ₹15 સાથે GST ચૂકવવો પડશે. એટલે કે જે ગ્રાહકો નિયમિત રીતે ATMમાંથી રોકડ ઉપાડે છે, તેમને પોતાની ટ્રાન્ઝેક્શન મર્યાદાનું ધ્યાન રાખવું પડશે.


સેલેરી એકાઉન્ટ માટે ફ્રી ATM લિમિટમાં ઘટાડો

SBI સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2026થી અન્ય બેંકના ATM અને Automated Deposit and Withdrawal Machine (ADWM) પર ડેબિટ કાર્ડથી મળતી ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા 10થી ઘટાડીને 5 કરવામાં આવશે.આ મર્યાદા બાદ વધારાના ATM ઉપયોગ માટે ગ્રાહકોએ ચાર્જ ચૂકવવો પડશે.


ફ્રી લિમિટમાં કયા ટ્રાન્ઝેક્શન સામેલ રહેશે?

SBI અનુસાર ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ફાઇનાન્શિયલ અને નોન-ફાઇનાન્શિયલ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન સામેલ રહેશે.


આમાં:

- રોકડ ઉપાડ

- ATMમાંથી બેલેન્સ ચેક કરવું

- મિની સ્ટેટમેન્ટ મેળવવું જેવી સેવાઓનો સમાવેશ થાય છે.

એટલે ગ્રાહકોએ માત્ર પૈસા ઉપાડવા જ નહીં પરંતુ ATM પર કરવામાં આવતી અન્ય સેવાઓની સંખ્યા પણ ધ્યાનમાં રાખવી પડશે.


મર્યાદા બાદ કેટલો ચાર્જ લાગશે?

ફ્રી ATM ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂરી થયા બાદ વધારાના ચાર્જ લાગશે. કેશ ઉપાડ માટે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ છઠ્ઠા ટ્રાન્ઝેક્શનથી ₹23 પ્રતિ ટ્રાન્ઝેક્શન સાથે GST ચૂકવવો પડશે. જ્યારે નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ફ્રી લિમિટ બાદ ₹11 સાથે GST લાગશે.


ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?

નવા નિયમો લાગુ થયા બાદ ગ્રાહકોએ ATM ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર નજર રાખવી જરૂરી રહેશે. ખાસ કરીને જે ગ્રાહકો વારંવાર ATMનો ઉપયોગ કરે છે, તેમણે ફ્રી લિમિટ બાદ લાગતા ચાર્જથી બચવા માટે ટ્રાન્ઝેક્શનનું આયોજન કરવું પડશે.


આ પણ વાંચો : Discountના નામે છેતરાશો નહીં! Festive Saleમાં ખરીદી કરતા પહેલા આ ભૂલો ટાળો


આ પણ જુઓ:



Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. હોસ્પિટલ સેક્ટર જ ‘હોસ્પિટલાઇઝ’: સાત ટકા સુધીનો કડાકો કેમ?
  2. વ્યાજદરમાં વધારો થવાની ચિંતા હળવી થવાના પગલે આઇટી શેરોમાં ઉછાળો
  3. BSE Sensex દિવસના તળિયેથી 450 પોઇન્ટ ઉચકાયો
  4. Opening Bell: સપ્ટેમ્બર ક્લોઝિંગ પહેલાં બજારમાં મોટું ધોવાણ: સેન્સેક્સ 3% ડાઉન, Nifty 22,700 ક્રેક

Economy

See more
  1. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  2. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  3. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
  4. તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM