TRAI New Rules: સ્પામ કોલ અને મેસેજ સામે TRAIના નવા નિયમો, 3 ફરિયાદ બાદ નંબર થશે ડિસ્કનેક્ટ!
TRAIએ સ્પામ કોલ અને મેસેજ સામે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. નવા નિયમો હેઠળ Truecaller જેવી એપ્સ 140 અને 1600 સિરીઝના નંબરોને સ્પામ તરીકે ફ્લેગ કરી શકશે નહીં. સાથે જ ટેલિકોમ કંપનીઓને સ્પામ નંબરની ઓળખ અને કાર્યવાહી માટે નવી જવાબદારીઓ આપવામાં આવી છે.

TRAIએ સ્પામ કોલ અને મેસેજને રોકવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. નવા ફ્રેમવર્ક હેઠળ ટેલિકોમ કંપનીઓ, ટેક્નોલોજી પ્લેટફોર્મ અને યુઝર્સ વચ્ચે વધુ સંકલન વધારવામાં આવશે. આ નિયમોનો હેતુ અનિચ્છનીય કોમર્શિયલ કોલ અને મેસેજની ઓળખ તથા નિયંત્રણને વધુ મજબૂત બનાવવાનો છે. નવા નિયમો હેઠળ Truecaller જેવી એપ્સ, જે યુઝર રિપોર્ટ અને ડેટાના આધારે સ્પામ નંબર ઓળખે છે, તેઓ હવે 140xx અને 1600xx સિરીઝના નંબરોને સ્પામ તરીકે ફ્લેગ કરી શકશે નહીં.
ટેલિકોમ કંપનીઓને સ્પામ નંબર ઓળખવાની જવાબદારી
TRAIના નવા નિયમો મુજબ ટેલિકોમ ઓપરેટર્સને એવા નંબરોની ઓળખ કરવી પડશે, જેની સ્પામ થવાની સંભાવના વધુ હોય. આવા નંબરો સંબંધિત માહિતી શેર કરવાની પ્રક્રિયા પણ નિયમોમાં સામેલ કરવામાં આવી છે. જે એપ્સ ટેલિકોમ કંપનીઓ પાસેથી મળતી માહિતીના આધારે સ્પામ ઓળખે છે, તેમના માટે ટેલિકોમ ઓપરેટર્સ સાથે ડેટા શેરિંગને ફરજિયાત બનાવવામાં આવશે.
ત્રણ ફરિયાદ બાદ નંબર સામે કાર્યવાહી
TRAIએ સ્પામ કોલ કરનારા નંબરો સામે કાર્યવાહી માટે ફરિયાદની મર્યાદા ઘટાડીને ત્રણ કરી છે. અગાઉ એક જ નંબર સામે પાંચ ફરિયાદો આવ્યા બાદ કાર્યવાહી થતી હતી. નવા નિયમો હેઠળ એક જ નંબર સામે ત્રણ અલગ ફરિયાદો મળ્યા બાદ ટેલિકોમ કંપનીઓ સ્પામર તરીકે ઓળખાયેલા નંબરોને ડિસ્કનેક્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકશે.
AI આધારિત કોમર્શિયલ કોલ પર પણ નિયમ
TRAIએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરવામાં આવતા બલ્ક કોમર્શિયલ કોલ માટે પણ નવા નિયમો લાગુ કર્યા છે. AIનો ઉપયોગ કરીને બલ્ક કોલ કરતી કંપનીઓએ તેની જાણ ટેલિકોમ ઓપરેટર્સને કરવી પડશે. જો કંપનીઓ આ માહિતી જાહેર નહીં કરે તો તેમને પ્રતિ મિનિટ 5 પૈસાનો ટર્મિનેશન ચાર્જ લાગી શકે છે. આ ઉપરાંત, આવી કંપનીઓએ કોલ માટે ઉપયોગમાં લેવાતા નંબરોની માહિતી પણ ટેલિકોમ કંપનીઓને આપવી પડશે.
આ પણ વાંચો: ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
યુઝર્સ માટે અપીલની સુવિધા
નવા નિયમોમાં પ્રથમ વખત સ્પામ ફરિયાદના નિરાકરણ સામે અપીલ કરવાની વ્યવસ્થા પણ સામેલ કરવામાં આવી છે. જો કોઈ યુઝર ફરિયાદના ઉકેલથી સંતોષી ન હોય તો તે લીધેલા નિર્ણય સામે અપીલ કરી શકશે.
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય




