Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો
ભારતીય શેરબજારનાં મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ -64.74 પોઈન્ટ ઘટી 0.08% સાથે 76,853.11નાં સ્તરે નીચે ખુલ્યો છે. જ્યારે નિફ્ટી50 68.60 પોઈન્ટ ઘટી 0.29% સાથે 23,742.25 નીચલા સ્તરે ખુલ્યો છે. ભારતીય શેરબજારે 3 નવેમ્બરે સતત ચોથા સત્રમાં તેજી નોંધાવી હતી. નિફ્ટીએ 23,800નું સ્તર પાર કર્યું અને મુખ્ય સૂચકાંકો લગભગ બે મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યા હતા. કંપનીઓના મજબૂત બીજા ત્રિમાસિક પરિણામો અને ઑટો, FMCG, રિયલ્ટી તથા ખાનગી બેન્કોના શેરમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો હતો.
News Updates

Timeline
2 Updatesકેવું રહેશે આજનું માર્કેટ?
નિફ્ટીએ 23,900ની સપાટી વટાવી
નિફ્ટી50 નબળો ખુલી 100 પોઈન્ટનાં વધારા સાથે 23,916 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ 350 450 પોઈન્ટ વધી 77,396ની ડે હાઈ બનાવી છે. BSEનાં અડધાં શેરોમાં તેજી જોવા મળી રહી છે.
Opening Bell: ભારતીય શેરબજારનાં મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ 64.74 પોઈન્ટ ઘટી 0.08% સાથે 76,853.11નાં સ્તરે નીચે ખુલ્યો છે. જ્યારે નિફ્ટી50 68.60 પોઈન્ટ ઘટી 0.29% સાથે 23,742.25 નીચલા સ્તરે ખુલ્યો છે. ભારતીય શેરબજારે 3 નવેમ્બરે સતત ચોથા સત્રમાં તેજી નોંધાવી હતી. નિફ્ટીએ 23,800નું સ્તર પાર કર્યું અને મુખ્ય સૂચકાંકો લગભગ બે મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યા હતા. કંપનીઓના મજબૂત બીજા ત્રિમાસિક પરિણામો અને ઑટો, FMCG, રિયલ્ટી તથા ખાનગી બેન્કોના શેરમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો હતો.
મંગળવારે બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ BSE સેન્સેક્સ અને નિફ્ટીએ તેમની તેજીનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે આ ઇન્ડાઇસીસ સતત ચોથા સત્રમાં વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 1,225.07 પોઈન્ટ અથવા 1.62 ટકાના વધારા સાથે 76,917.15 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 370.05 પોઈન્ટ અથવા 1.58 ટકાના વધારા સાથે 23,810.85 ના સ્તરે પહોંચ્યો હતો. 'નિફ્ટી ફાર્મા'ને બાદ કરતાં, નિફ્ટીના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસીસ સકારાત્મક રહ્યા હતા. વ્યાપક બજાર પણ મજબૂત રહ્યું હતું, જેમાં 'નિફ્ટી સ્મોલકેપ 100' અને 'નિફ્ટી મિડકેપ 100' અનુક્રમે 0.4 ટકા અને 0.7 ટકા વધ્યા હતા.
આ પણ વાંચો: Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Stocks In News | 03 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Commodity Market Trading : આજથી સોના, ચાંદી, ઓઈલનો ટ્રેડિંગ સમય લંબાયો





