KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

નાના વેપારીઓ માટે ખુશખબર, UPI પેમેન્ટની સુવિધા પર NPCI આપશે પ્રોત્સાહન

NPCIએ નાના વેપારીઓમાં UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ‘UPI વેપાર સક્ષમ યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પાત્ર વેપારીઓને નવા ફિઝિકલ QR કોડ અને Soundbox લગાવવા માટે ઇન્સેન્ટિવ મળશે.યોજનાનો મુખ્ય ફોકસ નાના શહેરો અને દૂરના વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર છે.

kuberanow deskPublished On : 13 Nov 2026
UPI Vyapaar Saksham Scheme
UPI Vyapaar Saksham SchemeAI Generated Image

UPI Vyapaar Saksham Scheme: દેશમાં UPI આધારિત ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે NPCIએ નાના વેપારીઓ માટે નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ‘UPI વેપાર સક્ષમ યોજના’નો હેતુ નાના શહેરો અને દૂરના વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ માટે જરૂરી પાયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનો છે. યોજના હેઠળ પાત્ર નાના વેપારીઓને નવો ફિઝિકલ QR કોડ અથવા Soundbox લગાવવા માટે ઇન્સેન્ટિવ આપવામાં આવશે.


કોને મળશે યોજનાનો લાભ?

આ યોજના એવા નાના વેપારીઓ અને મર્ચન્ટ્સ માટે છે જેમનું અગાઉના વર્ષનું વાર્ષિક ટર્નઓવર ₹40 લાખ સુધીનું રહ્યું હોય. સરકાર અને NPCIનો ખાસ ફોકસ Tier-3થી Tier-6 શહેરો પર છે. જોકે, Tier-1 અને Tier-2 શહેરોના એવા વેપારીઓ પણ આ યોજનામાં સામેલ થઈ શકે છે, જેઓ PM સ્વનિધિ અથવા PM વિશ્વકર્મા જેવી સરકારી યોજનાઓના દાયરામાં આવે છે. યોજનામાં ₹2,000 અથવા તેનાથી ઓછા મૂલ્યના ટ્રાન્ઝેક્શનને પાત્ર ગણવામાં આવશે.


QR કોડ અને Soundbox પર કેટલું ઇન્સેન્ટિવ?

યોજનાના Component A હેઠળ નવી Onboarding માટે કુલ ફંડના 30 ટકા ભાગની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત નવો ફિઝિકલ QR કોડ લગાવનાર વેપારીને ₹300નું ઇન્સેન્ટિવ મળશે. જ્યારે નવો Soundbox લગાવવા માટે ₹750નું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ઇન્સેન્ટિવ મેળવવા માટે વેપારીએ બે મહિનામાં ઓછામાં ઓછા 25 માન્ય ટ્રાન્ઝેક્શન કરવા પડશે. સાથે જ માસિક ટ્રાન્ઝેક્શન વેલ્યૂ ₹5,000થી વધુ હોવી જરૂરી છે.


યોજના માટે ફંડ કેવી રીતે તૈયાર થશે?

આ યોજના માટે તમામ Issuing Banks, Acquiring Banks અને UPI App Providers તેમના MDR શેરના 5 ટકા હિસ્સાનું યોગદાન ફંડમાં આપશે.આ ફંડને ત્રણ અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક ફંડની રકમ બીજા ફંડમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં. Component B હેઠળ Transaction Growth માટે કુલ ફંડના 50 ટકા ભાગની જોગવાઈ છે. આ હેઠળ કુલ ટ્રાન્ઝેક્શનના 0.03 ટકાના આધારે વેપારીઓને 50 ટકા વધારે બોનસ મળે છે. જોકે, આ માટે બેંકે ત્રિમાસિક ધોરણે 5 ટકા વૃદ્ધિ નોંધાવવી જરૂરી છે. Component C Incremental Growth સાથે જોડાયેલું છે. કુલ ફંડના બાકીના 20 ટકા ભાગ હેઠળ અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ વધારાની ટ્રાન્ઝેક્શન વેલ્યૂ પર 0.20 ટકાનો લાભ આપવામાં આવે છે.


યોજના કેટલા સમય માટે લાગુ રહેશે?

આ યોજના UPI MDR લાગુ થવાની સાથે જ અસરકારક બનશે અને આગામી ત્રણ વર્ષ સુધી લાગુ રહેશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના વેપારીઓમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધારવાનો અને નાના શહેરો તથા દૂરના વિસ્તારોમાં UPI માટે જરૂરી ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો છે.


NPCIએ બનાવ્યા કડક નિયમો

યોજનાનો દુરુપયોગ ન થાય અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે NPCIએ કેટલાક નિયમો પણ નક્કી કર્યા છે. બેંકોને દરેક મર્ચન્ટ માટે યુનિક Merchant Identification આપવું પડશે અને દુકાનની ચોક્કસ ભૌગોલિક માહિતી પણ નોંધવી પડશે. જો કોઈ ડિવાઇસનો સતત 90 દિવસ સુધી ઉપયોગ નહીં થાય, તો તેને બંધ માનવામાં આવશે.


આ પણ વાંચો: દિવાળી વેકેશનમાં દીવ બન્યું 'મિની ગોવા':દ્વારકા-સોમનાથમાં પણ પ્રવાસીઓનો ધસારો

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Tourist Visa

Tourist Visa હવે Visitor Visa: વિઝાનાં નિયમો બન્યા સરળ! ફોર્મ ભરવાની વિગતો પણ ઘટી

Central Govt Hikes Laptop Limit to Rs 1 8 Lakh for Staff

કેન્દ્રીય કર્મચારીઓ માટે DA Hike બાદ બીજી મોટી ભેટ: ₹1.80 લાખના ગેજેટ્સ ખરીદવાની છૂટ

Milk Ghee Soap LPG and Adani CNG Prices Hike in India

રસોડાથી રસ્તા સુધી મોંઘવારીનો માર: દૂધ, ઘી, સાબુથી લઈને CNG અને LPG સુધી બધું જ થયું મોંઘું, જાણો નવા ભાવ

SBI Warning on Fake Utility Bill KYC Update Cyber Scam

SBI Cyber Alert: વીજળી-ગેસ બિલના નામે KYC અપડેટનો મેસેજ આવ્યો છે? ખાતું ખાલી થઈ શકે છે!

Ramayana Film

Ramayana Box Office: સાત દિવસમાં ₹935 કરોડની કમાણી, Animalને પછાડી; હવે ₹1,000 કરોડ પર નજર

Anirudh Ravichander and Kavya Maran Net Worth

Anirudh–Kavya Maran Net Worth: સંગીત અને IPLથી કરોડોની કમાણી, જાણો બંનેની સંપત્તિ વિશે

INSPIRE SHE Scholarship 2026 Apply Online Eligibility Rules

સરકારી શિષ્યવૃત્તિ 2026: BSc અને MSc ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹60,000 મળશે, જાણો નવા નિયમો

Namo Bharat Record

Namo Bharat Record: 5 કરોડ ટ્રિપનો આંકડો પાર, માત્ર 93 દિવસમાં 1 કરોડ નવી મુસાફરી