ધનતેરસે ઓનલાઇન ખરીદીના રેકોર્ડ તૂટ્યા: 1 કલાકમાં 14,000 સિક્કા ઓનલાઈન વેચાયા
માત્ર 1 કલાકમાં 14,000 થી વધુ સોના-ચાંદીના સિક્કા વેચાયા; મીઠાઈ, પૂજાપો અને ઘર સજાવટની વસ્તુઓ માટે લોકોએ અપનાવ્યો ક્વિક કોમર્સનો નવો ટ્રેન્ડ.

Dhanteras Sales: ભારતમાં તહેવારોની ખરીદી કરવાની રીત હવે ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. પહેલાના સમયમાં દિવાળી કે ધનતેરસ નિમિત્તે લોકો બજારોમાં જઈને કલાકો સુધી ભીડમાં ખરીદી કરતા હતા. પરંતુ આ વર્ષે ઝેપ્ટો, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને ફ્લિપકાર્ટ મિનિટ્સ જેવા પ્લેટફોર્મ પર ઓર્ડરમાં જે પ્રચંડ ઉછાળો જોવા મળ્યો છે, તે દર્શાવે છે કે ગ્રાહકો હવે 10 થી 15 મિનિટમાં ઘરે સામાન પહોંચાડતી 'ક્વિક કોમર્સ' એપ્સ પર વધુ વિશ્વાસ કરી રહ્યા છે. સામાન્ય કરિયાણાથી લઈને હવે સોના-ચાંદીના સિક્કા પણ ઓનલાઈન મંગાવવાનો નવો ટ્રેન્ડ સેટ થયો છે.
ઝેપ્ટો પર ધૂમ વેચાણ: દર મિનિટે 298 સિક્કા વેચાયા
ઝેપ્ટોના સહ-સ્થાપક અને સીઈઓ અદિત પાલિચાએ આ વખતના ધનતેરસના આંકડા શેર કરતા જણાવ્યું હતું કે તેમના પ્લેટફોર્મ પર માત્ર 1 જ કલાકમાં સોના અને ચાંદીના 14,000 થી વધુ સિક્કાઓની ડિલિવરી કરવામાં આવી હતી. આ આંકડો એટલો મોટો છે કે જો તેની ગણતરી કરીએ તો દર 1 મિનિટમાં આશરે 298 સિક્કાઓ વેચાયા હતા. આ ઉપરાંત, પૂજા અને ઘર સજાવટની વસ્તુઓની માંગ પણ આસમાને પહોંચી હતી. માત્ર 1 કલાકમાં રંગોળીના રંગો અને સુતરાઉ વાટના 6,000 જેટલા પેકેટ વેચાઈ ગયા હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં લોકોએ સાવરણીની 38.6 ગણી વધુ ખરીદી કરી હતી. જ્યારે સ્ટીલના વાસણોના વેચાણમાં 20 ગણો અને સુશોભન માટે વપરાતી લાઇટ્સમાં 18.2 ગણો વધારો નોંધાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે પુરુષોના કુર્તાના વેચાણમાં પણ 5.4 ગણો વધારો જોવા મળ્યો હતો.
સ્વિગી ઇન્સ્ટામાર્ટ: સોનાના સિક્કાની માંગ 23 ગણી વધી
સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર પણ ધનતેરસના તહેવારમાં ગ્રાહકોએ મન મૂકીને ખરીદી કરી હતી. ધનતેરસ પહેલાના 1 અઠવાડિયામાં જ સોનાના સિક્કાના ઓર્ડરમાં 23 ગણો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં 1 ગ્રામના સોનાના સિક્કાની સૌથી વધુ ડિમાન્ડ રહી હતી. બીજી તરફ ચાંદીના સિક્કાના ઓર્ડરમાં પણ 7 ગણો વધારો થયો હતો. શહેરોની વાત કરીએ તો, બેંગલુરુમાં સોનાના સિક્કાની સૌથી વધુ ખરીદી થઈ હતી, ત્યારબાદ હૈદરાબાદ અને મુંબઈનો નંબર આવે છે. જ્યારે ચાંદીના સિક્કા ખરીદવામાં દિલ્હીના લોકો સૌથી આગળ રહ્યા હતા. ખરીદીના કેટલાક કિસ્સાઓ તો ખૂબ જ ચોંકાવનારા રહ્યા. એક ગ્રાહકે કુલ 1.73 લાખ રૂપિયાના 1 ગ્રામ વજનવાળા લક્ષ્મીજીના સોનાના સિક્કાનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે નોઇડામાં રહેતા એક વ્યક્તિએ 9 અલગ અલગ ઓર્ડર કરીને લગભગ 5 લાખ રૂપિયાના સોનાના સિક્કા ઘરે બેઠા મંગાવ્યા હતા.
મીઠાઈ, કપડાં અને ડેકોરેશન માર્કેટમાં પણ તેજી
ફક્ત કિંમતી ધાતુઓ જ નહીં, પણ તહેવારની અન્ય સામગ્રીમાં પણ લોકોએ ઓનલાઈન ડિલિવરીનો પૂરો લાભ લીધો હતો. ઇન્સ્ટામાર્ટ પર મીઠાઈના ઓર્ડરમાં 55 ટકાનો વધારો થયો હતો, જેમાં લાડુ, સોહન પાપડી, કાજુ કતરી અને ગુલાબ જામુન લોકોની પહેલી પસંદ રહ્યા હતા. આ સાથે જ પૂજાના ફૂલોના ઓર્ડરમાં 42 ટકા અને જૂતાના ઓર્ડરમાં 79 ટકાનો વધારો નોંધાયો હતો. કપડાંના ઓર્ડરમાં પણ 50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ફ્લિપકાર્ટ મિનિટ્સ પર 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીના તહેવારોના દિવસોમાં ઓર્ડર સીધા 3 ગણા વધી ગયા હતા. જેમાં ખાસ કરીને દીવા અને લેમ્પ્સના વેચાણમાં 12 ગણો અને ઘર સજાવટની વસ્તુઓમાં 5 ગણો વધારો થયો હતો. આ પ્લેટફોર્મ પર પણ સોનાના સિક્કા અને બાર (લગડી) નું વેચાણ બમણાથી વધુ થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ દિવાળી 2026 પર મુહૂર્ત ટ્રેડિંગ: રવિવારે ખૂલશે શેરબજાર; જાણો ટ્રેડિંગનો ચોક્કસ સમય
આ પણ જુઓ
Also Read

દિવાળીની ખરીદીમાં જોરદાર ઉછાળો! ₹7 લાખ કરોડને પાર જઈ શકે છે વેપાર

Dhanteras Gold Silver Sales : ધનતેરસે તૂટ્યા ખરીદીના રેકોર્ડ? સોના-ચાંદીનું વેચાણ રૂ. 66,000 કરોડ, કુલ કારોબાર ₹1.25 લાખ કરોડને પાર થવાનો અંદાજ

Raha Kapoor Property: રાહાને વારસામાં ₹250 કરોડનો બંગલો, બોલિવૂડની સૌથી ધનિક 'સ્ટાર કિડ'માંની એક

Ramayana vs Jailer 2 Box Office: ‘રામાયણ’ બે દિવસમાં ₹221 કરોડને પાર, ‘જેલર 2’ની ગતિ ધીમી

ઓછી કિંમત, દમદાર ફીચર્સ! જાણો 5 બેસ્ટ બજેટ 5G સ્માર્ટફોન

Jioની દિવાળી ભેટ: 5 મહિના મળશે ફ્રી ઇન્ટરનેટ, માત્ર એક મિસ્ડ કૉલથી મેળવો આ બમ્પર ઑફરનો લાભ

Jio યુઝર્સ માટે બમ્પર ઓફર, 3 વર્ષ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ! જાણો ₹10,000 વાળા પ્લાનમાં શું મળશે ખાસ






