KuberaNowLogo
Monday, 07/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Arcilનો ₹733 કરોડ સુધીનો IPO 9 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત

Arcilનો IPO 9થી 11 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ પ્રતિ શેર ₹132થી ₹139નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે અને એક લોટમાં 107 શેર રહેશે.

KuberaNow
kuberanowPublished On : 7 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Arcil IPO

એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડ એટલે કે Arcilનો IPO બુધવાર, 9 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે. રોકાણકારો 11 સપ્ટેમ્બર સુધી IPOમાં અરજી કરી શકશે. કંપનીએ IPO માટે ₹132થી ₹139 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે.


એક લોટ માટે ₹14,873નું રોકાણ

IPOમાં ઓછામાં ઓછા 107 શેર માટે અરજી કરવી પડશે અને ત્યારબાદ 107 શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. અપર પ્રાઇસ બેન્ડ ₹139 મુજબ એક લોટ માટે રિટેલ રોકાણકારે ₹14,873નું લઘુત્તમ રોકાણ કરવું પડશે. એન્કર રોકાણકારો માટે બિડિંગ 8 સપ્ટેમ્બરે થશે.


IPOમાં નવા શેર નહીં આવે

Arcilનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. એટલે કંપની નવા શેર જારી નહીં કરે. હાલના શેરધારકો કુલ 5.27 કરોડ સુધીના શેર વેચશે. અપર પ્રાઇસ બેન્ડના આધારે IPOનું કદ આશરે ₹733 કરોડ થઈ શકે છે. આથી IPOમાંથી મળતી રકમ કંપનીને નહીં પરંતુ પોતાના શેર વેચતા હાલના શેરધારકોને મળશે.


કોણ કેટલા શેર વેચશે?

આ IPOમાં Avenue India Resurgence Private Limited સૌથી વધુ 2.48 કરોડ સુધીના શેર વેચશે. State Bank of India આશરે 1.10 કરોડ શેર, Lathe Investment Private Limited આશરે 1.62 કરોડ શેર અને Federal Bank આશરે 7 લાખ શેર વેચશે.


રિટેલ રોકાણકારો માટે 35% હિસ્સો

IPOમાં ઓછામાં ઓછો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે. લઘુત્તમ 15% હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો માટે રાખવામાં આવશે, જ્યારે મહત્તમ 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે રહેશે.


આ પણ વાંચો: 10 વર્ષમાં ગુજરાતમાં Jioનો દબદબો, શૂન્યથી 3.35 કરોડ ગ્રાહકો સુધી પહોંચ્યું


BSE અને NSE પર થશે લિસ્ટિંગ

Arcilના શેરને BSE અને NSE બંને પર લિસ્ટ કરવાની યોજના છે. IPO માટે IIFL Capital Services, IDBI Capital Markets & Securities અને JM Financial બુક રનિંગ લીડ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Gold, silver ETF : સોના-ચાંદીના ETF 2 ટકા સુધી તૂટ્યા
  2. Gold-Silver Price crash : સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો, કેટલા થયા ભાવ?
  3. ભારતીય શેરબજાર 500 પોઇન્ટ ડાઉન, 76,000ની સપાટી જાળવવા સંઘર્ષ કરતો સેન્સેક્સ
  4. Stocks In News |7 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. ભારત બન્યું દક્ષિણ કોરિયાની નિકાસ વૃદ્ધિનું મોટું બજાર, 8 મહિનામાં $16.8 અબજ પહોંચી
  2. BRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
  3. ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
  4. 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ
  2. ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો
  3. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  4. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM