KuberaNowLogo
Thursday, 08/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Upcoming IPO: HD Fire Protectનો IPO 13 ઓક્ટોબરે ખુલશે, જાણો સમગ્ર વિગતો

HD Fire Protect Limitedનો IPO 13 ઓક્ટોબર 2026થી ખુલશે અને 15 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ પ્રતિ શેર ₹258થી ₹271નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. આ IPO સંપૂર્ણપણે Offer for Sale છે અને તેમાં કોઈ Fresh Issue નથી.

kuberanowPublished On : 8 Oct 2026
HD FIRE IPO
AI GENERATED

HD Fire Protect Limitedનો IPO 13 ઓક્ટોબરના રોજ ખુલશે અને 15 ઓક્ટોબરના રોજ બંધ થશે. એન્કપ ઈન્વેસ્ટર માટે ઈસ્યૂ 12 ઓક્ટોબરે ખુલશે. કંપનીએ પ્રતિ શેર ₹258થી ₹271નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. દરેક શેરની ફેસ વેલ્યુ ₹5 છે અને રોકાણકારો ઓછામાં ઓછા 55 શેર માટે અરજી કરી શકશે. ત્યારબાદ 55 શેરના ગુણાંકમાં બોલી લગાવી શકાશે.


IPO સંપૂર્ણ Offer for Sale

આ IPOમાં કોઈ Fresh Issue સામેલ નથી. પ્રમોટર શેરહોલ્ડર્સ કુલ 2,62,84,500 શેર સુધી Offer for Sale હેઠળ વેચશે. તેમાં હરીશ નરશી ધરમશી વધુમાં વધુ 89,83,700 શેર અને કુસુમ હરીશ ધરમશી વધુમાં વધુ 1,73,00,800 શેર વેચશે. એટલે IPOમાંથી મળતી રકમ કંપની પાસે નહીં જાય, પરંતુ વેચાણ કરતા શેરહોલ્ડર્સને મળશે.


કર્મચારીઓને ₹25 ડિસ્કાઉન્ટ

Employee Reservation Portion હેઠળ અરજી કરતા પાત્ર કર્મચારીઓને પ્રતિ શેર ₹25નું ડિસ્કાઉન્ટ મળશે.


કયા એક્સચેન્જ પર લિસ્ટિંગ?

IPO હેઠળના શેરોને BSE અને NSE પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફર માટે BSEને Designated Stock Exchange બનાવવામાં આવ્યું છે.


આ પણ જુઓ


રોકાણકારો માટે કેટલો હિસ્સો?

IPOમાં ઓછામાં ઓછા 35% શેર રિટેલ ઈન્વેસ્ટર માટે અને ઓછામાં ઓછા 15% શેર નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર માટે રહેશે. QIB માટેનો હિસ્સો નિયમો મુજબ ફાળવવામાં આવશે અને તેમાં એન્કર ઈન્વેસ્ટર માટે પણ ભાગ રાખી શકાય છે.


કોણ છે લિડ મેનજર્સ?

Ambit Private Limited, Anand Rathi Advisors Limited અને IIFL Capital Services Limited આ IPOના Book Running Lead Managers છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn