લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝનો 500 કરોડનો IPO 27 ઓગસ્ટના રોજ ખૂલશે
કંપની રોકાણકારોને પાંચ રૂપિયાની મૂળ કિંમતે 78થી 82 વચ્ચેની રેન્જના ભાવમાં 24.35 કરોડ શેર ઓફર કરશે

મુંબઈઃ લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝનો 24.35 કરોડ ઇક્વિટી શેરનો આઇપીઓ 27 ઓગસ્ટના રોજ ખૂલશે અને 31મી ઓગસ્ટના રોજ પૂરો થશે. કંપની પાંચ રૂપિયાની મૂળકિંમતે 78થી 82ની વચ્ચેની રેન્જના ભાવમાં આ શેર ઓફર કરશે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 182 શેર માટે અરજી કરી શકશે. કંપની આ આઇપીઓ દ્વારા 500 કરોડની રકમ એકત્રિત કરશે.
જો કે આ આઇપીઓમાં 200 કરોડ પ્રમોટર દેવેન્દ્ર ગોયલ અને જય ગોયલ દ્વારા ઓફર ફોર સેલના રૂટે ઓફર કરાશે. આ આઇપીઓ પેટે મળનારી રકમમાંથી 337 કરોડનો ઉપયોગ સંપૂર્ણ કે અંશતઃ ઋણ ચૂકવણી માટે કરવામાં આવશે. કંપની આ ઉપરાંત 15 કરોડ જેટલી રકમ ઇક્વિપમેન્ટ ખર્ચવા પાછળ કરશે. તેમા ઇક્વિપમેન્ટ એન્ડ મશીનરી, સિવિલ વર્ક અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે આ આઇપીઓ લઈ આવી રહી છે.
કંપની ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન (ઇપીસી) પ્લેયર છે. કંપની કંડક્ટર, પાવર કેબલ્સ, ઇલેક્ટ્રિકલ વાયર્સ અને અન્ય સ્પેશ્યલાઇઝ્ડ પ્રોડક્ટ્સ તથા ઉપકરણો ભારતના વિકસી રહેલા ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઉદ્યોગને પૂરા પાડે છે. આ ઉપરાંત તે હાઈ ટેમ્પરેચર લો-સેગ (HTLS)ની પૂરી પાડે છે.
કંપની કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, જેકસન લિમિટેડ, વરોરા કુર્નૂલ ટ્રાન્સમિશન લિમિટેડ, કે.જી.એન. ઇલેક્ટ્રિકલ્સ, ડબલ્યુઆરએસએસ એક્સએક્સઆઈ (એ) ટ્રાન્સ્કો લિમિટેડ, મોન્ટે કાર્લો લિમિટેડ અને આર એસ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને કન્ડક્ટર્સ, પાવર કેબલ્સ અને અન્ય સ્પેશ્યલાઇઝ્ડ પ્રોડક્ટ્સ પૂરી પાડે છે. આ ઉપરાંત કંપની અમેરિકા, માલી, બુર્કિનાફાસો, નેપાળ, બાંગ્લાદેશ, કેન્યા, ઘાના, રવાન્ડા, ઇથિયોપિયા અને કોટ ડી લ્વોઇરમાં પણ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને તેના ઉત્પાદનો પૂરા પાડે છે.
મોતીલાલ ઓસ્વાલ આ આઇપીઓના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે. જ્યારે જેએમ ફાઇનાન્સિયલ અને મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ ઓફરના બૂક રનિંગ લીડ મેનેજર છે. બિગશેર સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ ઓફરની રજિસ્ટ્રાર છે. કંપનીના શેરનું લિસ્ટિંગ BSE અને NSE બંને પર થશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સપ્ટે.ના કુલ મૂડી એકત્રીકરણમાં ડેટનો બે તૃતીયાંશ હિસ્સો; પબ્લિક બોન્ડ ઇશ્યૂ માત્ર ₹1,287 કરોડના

મેઇનબોર્ડ IPOનું સરેરાશ લિસ્ટિંગ રિટર્ન ઓગસ્ટના 28.5%થી ઘટીને સપ્ટે.માં 9.9% થયું

રાજકોટની પેકેજિંગ કંપની Antala Industriesના IPOમાં QIB હિસ્સો બે કલાકમાં 50 ગણાથી વધુ ભરાયો

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Jio Platforms IPO Listing: દિવસ દરમિયાન NSE પર 1,424ની નવી હાઈ બનાવી

Jio Platformsની એન્ટ્રી સાથે NSE પર Reliance ગ્રૂપની 12મી કંપની બની

ધીરુભાઈથી આકાશ સુધી, રોકાણકારોને બંને યુગમાં કમાણી





