KuberaNowLogo
Monday, 09/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

MakeMyTrip IPO: ભારતીય કંપનીને SEBIની મંજૂરી, પેરન્ટ કંપની અને ibibo વેચશે શેર

અમેરિકામાં નાસ્ડેક પર લિસ્ટેડ MakeMyTripની ભારતીય પેટાકંપની MMT Indiaને IPO માટે SEBIની મંજૂરી મળી છે. પ્રસ્તાવિત ઇશ્યૂમાં પેરન્ટ કંપની અને ibibo Group Holdings પોતાના શેર વેચશે. વેચાણમાંથી મળતી રકમનો ઉપયોગ લાંબા ગાળાની વૃદ્ધિ, અધિગ્રહણ જેવી વ્યૂહાત્મક પહેલ અને સિક્યોરિટીઝની પુનઃખરીદી માટે કરાશે.

kuberanow deskPublished On : 9 Nov 2026
Make My Trip IPO
MakeMyTrip IPOAI Image

MakeMyTrip IPO: ભારતીય શેરબજારમાં હવે ઑનલાઇન ટ્રાવેલ બુકિંગ ક્ષેત્રની જાણીતી કંપની MakeMyTripની પેટાકંપનીની એન્ટ્રીનો માર્ગ આગળ વધ્યો છે. MakeMyTrip (India) Ltdને IPO લાવવા માટે SEBIની મંજૂરી મળી છે. આ લિસ્ટિંગથી ભારતીય કંપનીની બ્રાન્ડ ઓળખ વધારવાની સાથે ટેક્નોલોજી ક્ષેત્રની પ્રતિભાઓને આકર્ષવામાં મદદ મળવાની અપેક્ષા છે. બીજી તરફ, શેર વેચાણથી પેરન્ટ કંપનીની રોકડ સ્થિતિ મજબૂત બનશે અને ભવિષ્યની વૃદ્ધિ માટે ભંડોળ ઉપલબ્ધ થશે.


સોમવારે બજાર નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ અપડેટ મુજબ, અમેરિકામાં શેરબજારમાં ઈન્ડેક્સ નાસ્ડેક (Nasdaq) પર લિસ્ટેડ MakeMyTripની ભારતીય પેટાકંપનીને IPO પ્રક્રિયા આગળ વધારવાની મંજૂરી મળી છે. MakeMyTrip (India) Ltd, જેને MMT India તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે જુલાઈમાં ખાનગી પ્રક્રિયા હેઠળ SEBI સમક્ષ ડ્રાફ્ટ દસ્તાવેજો રજૂ કર્યા હતા. IPO પ્રક્રિયામાં આ એક મહત્ત્વનો તબક્કો છે. ત્યારબાદ કંપની લાગુ પડતી નિયમનકારી શરતોનું પાલન કરીને જાહેર ઇશ્યૂની તૈયારીઓ આગળ વધારી શકે છે.


ગુરુગ્રામમાં મુખ્ય મથક ધરાવતી MakeMyTripએ નાસ્ડેકને આપેલી નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત IPOમાં પેરન્ટ કંપની MakeMyTrip અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ibibo Group Holdings (Singapore) Pte Ltd, MMT Indiaમાં પોતાના ઇક્વિટી શેર વેચે તેવી અપેક્ષા છે. પ્રસ્તાવિત IPO પૂર્ણ થયા પછી પણ MMT India, MakeMyTripની પેટાકંપની તરીકે ચાલુ રહેશે. તેના નાણાકીય પરિણામો પણ પેરન્ટ કંપનીનાં સંકલિત નાણાકીય પરિણામોમાં સામેલ થતા રહેશે.


ફાઇલિંગ મુજબ, MMT Indiaના IPO અને લિસ્ટિંગથી કંપનીની બ્રાન્ડ ઓળખ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં કર્મચારીઓની ભરતી માટેની તીવ્ર સ્પર્ધા વચ્ચે પ્રતિભાશાળી કર્મચારીઓને પ્રોત્સાહન આપવા અને તેમની કારકિર્દીને આગળ વધારવાની કંપનીની ક્ષમતાને પણ ટેકો મળશે. MMT Indiaના શેર વેચાણમાંથી MakeMyTrip અને ibibo Group Holdingsને મળનારી ચોખ્ખી રકમથી પેરન્ટ કંપનીની રોકડ સ્થિતિ મજબૂત બનશે. ફાઇલિંગમાં જણાવ્યા અનુસાર, આ રકમનો ઉપયોગ લાંબા ગાળાની વૃદ્ધિ તથા અન્ય કંપનીઓના અધિગ્રહણ જેવી વ્યૂહાત્મક પહેલ માટે કરવામાં આવશે.


આ ઉપરાંત, MakeMyTrip વિવિધ વર્ગોની સિક્યોરિટીઝની પુનઃખરીદી માટે પણ ભંડોળનો ઉપયોગ કરશે. તેમાં નિર્ધારિત શરતો હેઠળ શેરમાં રૂપાંતરિત થઈ શકતી કન્વર્ટિબલ સિક્યોરિટીઝનો પણ સમાવેશ થાય છે.


આ પણ વાંચો: NRI Digital KYC: ભારતમાં આવ્યા વિના ખુલશે રોકાણ ખાતું, 3 ડિસેમ્બરથી SEBIના નવા નિયમો લાગુ


આ પણ જુઓ:


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn