બજારમાં મંદી પણ IPOમાં તેજીઃ ચાલુ વર્ષે IPO દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ 87,900 કરોડને આંબશે
બજારમાં સાતમી સપ્ટેમ્બરથી કુલ 16 કંપનીઓ બજારમાં પ્રવેશવાની છે. આ કંપનીઓ બજારમાંથી 7,300 કરોડ રૂપિયા એકત્રિત કરશે

અમદાવાદઃ શેરબજારમાં મંદી છે ચિંતા ન કરો, IPOનું ઘોડાપૂર બજારમાં આવવાનું છે. બજારમાં સાતમી સપ્ટેમ્બરથી કુલ 16 કંપનીઓ બજારમાં પ્રવેશવાની છે. આ કંપનીઓ બજારમાંથી 7,300 કરોડ રૂપિયા એકત્રિત કરશે. પશ્ચિમ એશિયા કટોકટી અને ઓઇલના ઊંચા ભાવના કારણે બજારમાં કટોકટી પ્રવર્તતી હોવા છતાં પણ આ કંપનીઓ આઇપીઓ લઈને પ્રવેશી રહી છે તે બતાવે છે કે કંપનીઓને પોતાના બિઝનેસ મોડેલ પર કેટલો વિશ્વાસ છે.
આમ સપ્ટેમ્બરમાં મૂડીબજારમાં આવનારા કુલ ઇશ્યૂઓ સાથે વર્તમાન કેલેન્ડર વર્ષમાં IPO દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ 87,900 કરોડ પર પહોંચશે. ગયા વર્ષે આઇપીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ 1.75 લાખ કરોડથી 1.95 લાખ કરોડની વચ્ચેની હતી. મેઇનબોર્ડ અને SME સાથે એમ કુલ 373 અને 375 લિસ્ટિંગ થયા હતા. શાંતિ ઇનઓર્ગેનિક્સના 90 ટકા પ્રીમિયમ લિસ્ટિંગથી રોકાણકારો જ નહીં કંપનીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે.
7 સપ્ટેમ્બર
Pranav Construction અને Apna Logistic

મુંબઈની રિયલ્ટી કંપની Pranav Construction નો 351 કરોડ રૂપિયાનો IPO સાતમી સપ્ટેમ્બરના રોજ લોન્ચ થઈ ચૂક્યો છે. તેમા શેરનો ભાવ પ્રતિ શેર દીઠ રૂ. 118થી રૂ. 124 હશે.

લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર Apna Logisticનો SME સેગમેન્ટમાં છે. આ IPO સાતમી સપ્ટેમ્બરના રોજ ખૂલશે. કંપની IPO દ્વારા રૂ. 34 કરોડ એકત્રિત કરશે. તેમા પ્રતિ શેર રૂ. 60નો ભાવ છે. બંને ઇશ્યૂ 9મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે.
8 સપ્ટેમ્બર
Kanohar Electricals- Prasol Chemicals- Glass Wall Systems (India)

Kanohar Electricals, Prasol Chemicals અને Glass Wall Systems (India)ત્રણેય આઇપીઓ 8મી સપ્ટેમ્બરના રોજ ખૂલશે અને 10મી સપ્ટેમ્બરે બંધ થશે. ટ્રાન્સફોર્મર ઉત્પાદક Kanohar Electricals મૂડીબજારમાં અપર પ્રાઇસ બેન્ડે 1,055 કરોડ એકત્રિત કરશે. તેના શેરનો ભાવ પ્રતિ શેર રૂ. 601-632 છે.

સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉત્પાદક Prasol Chemicals ના શેરનો ભાવ પ્રતિ શેર રૂ 643થી રૂ.647ના ભાવે રૂ. 500 કરોડ એકત્રિત કરશે.

ફેકેડ સોલ્યુશન્સ અને ફેનેસ્ટ્રેશન પ્રોવાઇડર Glass Wall Systems (India)રૂ. 428 કરોડ એકત્રિત કરશે. તેના શેરનો ભાવ પ્રતિ શેર રૂ. 172થી 182 છે.
9 સપ્ટેમ્બર
9મી સપ્ટેમ્બરના રોજ મહત્તમ આઇપીઓ ખૂલશે. તેમા છ આઇપીઓ મેઇનબોર્ડ સેગમેન્ટના હશે. તેમા Rentomojo, Asset Reconstruction Company (ઇન્ડિયા), Manipal Payment and Identity Solutions, steamhouse india, LCC Projects અને Karamtara Engineeringનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રણ એસએમઇ સેગમેન્ટના છે. તેમા એમટેક એસ્ટર્સ, વિનોદ ટેક્સવર્લ્ડ અને ઇન્ફ્રેક્સ રીન્યુએબલનો સમાવેશ થાય છે. આમ કુલ નવ આઇપીઓ દ્વારા રૂ. 4,611 કરોડ એકત્રિત કરવામાં આવશે. આમ કુલ ભંડોળ એકત્રીકરણની 64 ટકા રકમ આગામી સપ્તાહે એકત્રિત કરવામાં આવશે.

Rentomojo ભારતમાં ફર્નિચર અને એપ્લાયન્સીસનું ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર ઓનલાઇન રેન્ટલ તથા સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ ધરાવે છે. ટેકનોલોજી કંપની આ પ્લેટફોર્મ પર સૌથી મોટી કંપની બનવાનું ધ્યેય ધરાવે છે. કંપની પ્રતિ શેર 384થી 404ના ભાવે રૂ. 1,256 કરોડ એકત્રિત કરવાનું ધ્યેય ધરાવે છે.

Manipal Payment and Identity Solutions પ્રતિ શેર રૂ. 322થી339ના ભાવે રૂ. 805 કરોડ એકત્રિત કરશે. કંપની પેમેન્ટ કાર્ડ મેન્યુફેક્ચરર છે.

Karamtara Engineering રીન્યુએબલ એનર્જી અને ટ્રાન્સમિશન સેક્ટરમાં કાર્યરત છે. કંપની આઇપીઓ દ્વારા પ્રતિ શેર રૂ. 241થી 254ના ભાવે રૂ. 875 કરોડ એકત્રિત કરશે.

Asset Reconstruction Company (ઇન્ડિયા) IPO દ્વારા અપર પ્રાઇસ બેન્ડે રૂ. 132થી 139ના ભાવે રૂ. 733 કરોડ એકત્રિત કરશે. આમ કંપની દલાલ સ્ટ્રીટમાં લિસ્ટ થનારી સૌપ્રથમ એસેટ રિકન્ટ્રકશન કંપની બનશે.

Steamhouse India IPO દ્વારા રૂ. 414 કરોડ એકત્રિત કરશે. કંપની ગુજરાત સ્થિત ઇન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાયર છે.

LCC Projects એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન (EPC) ઇરિગેશન અને વોટર સપ્લાય પ્રોજેક્ટમાં કાર્યરત છે. કંપની પ્રતિ શેર રૂ. 139થી રૂ. 146ના ભાવે રૂ. 427 કરોડ એકત્રિત કરશે.

SME સેગમેન્ટમાં જોઈએ તો ટેક્સ્ટાઇલ કંપની Vinod Texworld પ્રતિ શેર રૂ. 94ના ભાવે રૂ. 43 કરોડ એકત્રિત કરશે.

આ ઉપરાંત સોલર એનર્જી કંપની Infrax Renewable પ્રતિ શેર રૂ. 104ના ભાવે રૂ. 40.88 કરોડ એકત્રિત કરશે.

કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની Amtech Esters પ્રતિ શેર રૂ. 71થી રૂ. 75ના ભાવે રૂ. 17.88 કરોડ એકત્રિત કરશે.
10 સપ્ટેમ્બર

Veegaland Developers કેરળ સ્થિત રિયલ એસ્ટેટ કંપની છે. કંપની પ્રતિ શેર રૂ.130થી રૂ. 140ના ભાવે રૂ. 210 કરોડની રકમ એકત્રિત કરી શકશે.

પ્લાસ્ટિક્સ પ્રોડકટ્સ ઉત્પાદક કંપની Manika Plastechનો આઇપીઓ આગામી સપ્તાહે આવશે. તે 11મી સપ્ટેમ્બરના રોજ ખૂલશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ જાહેર કરી નથી, પરંતુ તે 92.5 કરોડનું ભંડોળ એકત્રિત કરશે. કંપનીનું પ્રમોટર એકમ વૃદા હોલ્ડિંગ ટ્રસ્ટ છે.
IPO ક્લોઝિંગ
આ દરમિયાન Qualiance Internationalનો રૂ. 45 કરોડનો IPO 8મી સપ્ટેમ્બરે બંધ થશે. રોકાણકારો તરફથી તેને મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે.
આગામી સપ્તાહે લિસ્ટિંગ
કુલ નવ કંપનીઓનું લિસ્ટિંગ આગામી સપ્તાહે થશે. તેમા ત્રણ મેઇનબોર્ડના IPO હશે. લક્ઝરી ફેશન કંપની Purple Style Lab સાતમી સપ્ટેમ્બરના રોજ લિસ્ટ થયો છે. તેના પછી Rays of Beliefનો IPO લિસ્ટ થયો છે. કંપની મોમ બીલિફની પેરેન્ટ કંપની છે. ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી Deepa Jewellers 8મી સપ્ટેમ્બરના રોજ લિસ્ટ થશે.
SME સેગમેન્ટ Ashutosh Fiber અને Shanti Inorganics NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થયા છે. જ્યારે Paychem Technologies BSE SME પ્લેટફોર્મ પર સાતમી સપ્ટેમ્બરે લિસ્ટ થી ગયા છે.
Fly-Hi Maritime Travels અને Farm Peace BSE SME પ્લેટફોર્મ પર 8મી સપ્ટેમ્બરે લિસ્ટ થશે.
Qualiance International આગામી સપ્તાહે લિસ્ટ થશે. તેના શેર 11મી સપ્ટેમ્બરે NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ભારત બન્યું દક્ષિણ કોરિયાની નિકાસ વૃદ્ધિનું મોટું બજાર, 8 મહિનામાં $16.8 અબજ પહોંચી
- BRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
- ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
- 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

