સરકારી કંપનીનો મોટો IPO : NLC India Renewables રૂ. 3,300 કરોડનો IPO લાવવાની તૈયારી
NLC India Renewablesમાં રોકાણકારો માટે ખુલશે નવી તક, IPOમાં રૂ. 3,300 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને NLC Indiaના 10 કરોડ શેરનું OFS સામેલ; 2032 સુધી 18 GWનું લક્ષ્ય.

સરકારી કંપની NLC Indiaની રિન્યુએબલ એનર્જી સબસિડરી NLC India Renewablesએ IPO માટે ડ્રાફ્ટ પેપર દાખલ કર્યા છે.કંપની આ ઈશ્યુ મારફત ફ્રેશ શેર જારી કરીને રૂ. 3,300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. બીજીબાજુ પેરેન્ટ કંપની NLC India ઓફર ફોર સેલ (OFS) મારફત તેના 10 કરોડ વર્તમાન શૅર વેચશે. આ IPO સાથે NLC India તેના ગ્રીન એનર્જી કારોબારને શૅર બજારમાં અલગથી લિસ્ટ કરાવવાની તૈયારીમાં છે. સૂચિત IPOમાં જારી થનારા ઈક્વિટી શૅરોની ફેસ વેલ્યુ રૂ. 10 પ્રતિ શૅર હશે. ઈશ્યુમાં ફ્રેશ ઈશ્યુ અને OFS બંને સામેલ હશે.
ફ્રેશ ઈશ્યુથી મળનારી રકમનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા માટે કરશે. IPOમાં રિટેલ રોકાણકારો માટે 10 ટકા, એલિજિબલ કર્મચારીઓ માટે 5 ટકા અને NLC Indiaના એલિજિબલ શૅરધારકો માટે 10 ટકા હિસ્સેદારી રિઝર્વ રાખવાની જોગવાઈ છે. પ્રસ્તાવિત IPO પહેલા NLC India તેની રિન્યુએબલ એનર્જી એસેટ્સને સબસિડરી કંપનીમાં ટ્રાન્સફર કરી રહી છે.
NLC Indiaની રિન્યુએબલ ક્ષમતા
NLC India રિન્યુએબલ્સની શરૂઆત 14 જૂન 2023માં NLC Indiaની પૂર્ણ માલિકીવાળી સબસિડરી તરીકે થઈ હતી. કંપની સોલર અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સના વિકાસ અને ઓપરેટનું કામ કરે છે. હાલ કંપનીની સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા 1,785.26 મેગાવોટ છે. કંપનીનું લક્ષ્ય 2030 સુધીમાં તેને વધારીને 10 ગીગાવોટ કરવાનું છે.
કંપનીના પ્રોજેક્ટ પોર્ટફોલિયોમાં સોલાર, વિન્ડ અને એનર્જી સ્ટોરેજ એસેટ્સ સામેલ છે. તેમાં તમિલનાડુમાં સોલાર પ્રોજેક્ટ્સ કલુનીરકુલમમાં 51 મેગાવોટનો વિન્ડ પ્રોજેક્ટ અને અંદમાન અને નિકોબાર ટાપુમાં 8 MWH બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે 20 MWના સોલાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ સિવાય, કંપનીએ જાન્યુઆરી 2026માં બરસિંગસરમાં 300 MW અને નેવેલીમાં 50 MWનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો.
અનેક રાજ્યોમાં વિસ્તરણની તૈયારી
દેશભરમાં રિન્યૂએબલ એનર્જી કારોબારનો વિસ્તાર કરવા માટે NLC India રિન્યુએબલ્સે અનેક રાજ્યોમાં કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. કંપનીએ અસમમાં 1,000 MWના પ્રોજેક્ટ માટે અસમ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની (APDCL) સાથે સંયુક્ત સાહસ શરૂ કર્યું છે. આ સિવાય રાજસ્થાન રાજ વિદ્યુત ઉત્પાદન નિગમ (RVUNL) સાથે પણ ભાગીદારી કરી છે. મહારાષ્ટ્રમાં કંપનીએ MAHAPREIT સાથે સમજૂતી કરી છે. તેના હેઠળ 2,000 MW સુધીની રિન્યુએબલ એનર્જી ક્ષમતા વિકસિત કરાશે, જેને આગળ વધારીને 5,000 MW સુધી કરી શકાય છે.
2032 સુધીમાં 18 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્ય
NLC India તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને ઝડપથી વધારવાની રણનીતિ પર કામ કરી રહી છે. પેરેન્ટ કંપનીએ 2032 સુધીમાં 18 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા વિકસિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પ્રસ્તાવિત IPO પહેલા NLC India તેની રિન્યુએબલ એનર્જી એસેટ્સને સબસિડરી કંપનીમાં ટ્રાન્સફર કરી રહી છે.
NLC India કોલસા મંત્રાલય હેઠળ કામ કરે છે. કંપની લિગ્નાઈટ અને કોલસા ખનનની સાથે થર્મલ અને રિન્યુએબલ પાવર જનરલેશન કારોબારમાં સક્રિય છે. NLC India રિન્યુએબલ્સનું લિસ્ટિંગ સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમનો ભાગ છે. તેના મારફત સરકારી કંપનીઓની વેલ્યુ અનલોક કરવા, રોકાણકારોની ભાગીદારી વધારવા અને કોર્પોરેટ ગવર્નન્સને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.
IPO માટે મર્ચન્ટ બેન્કરોની નિમણૂક
NLC India Renewablesના સૂચિત IPO માટે એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ, એચડીએફસી બેન્ક, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસને મર્ચન્ટ બેન્કરની નિમણૂક કરાઈ છે. 19 નવેમ્બરે NLC Indiaનો શૅર 3.66 ટકાની તેજી સાથે રૂ. 235.20ના સ્તરે બંધ આવ્યો હતો.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Mahanadi Coalfields IPO Day 1: જાણો કેટલો ભરાયો ઇશ્યૂ અને બ્રોકરેજ હાઉસ શું આપી રહ્યા છે સલાહ?

ડિસેમ્બરમાં IPOની ધમાલ! OYO સહિત 6 કંપનીઓ ₹12,000 કરોડ સુધી એકત્ર કરવાની તૈયારીમાં

IPO Update | 19 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Crystal Crop IPOમાં દિગ્ગજ રોકાણકારોની એન્ટ્રી, ₹136 કરોડનું રોકાણ

J.K. Shah Classes Listing: શેરબજારમાં BSE અને NSE પર JK Shahનું 18% પ્રિમિયમ સાથે લિસ્ટિંગ

IPO Update | 18 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

ગુજરાતની સોલર કંપનીના IPOને BSEની મંજૂરી, 43.60 લાખ શેરનો ઇશ્યૂ આવશે!





