
એક મહિનામાં પૈસા ડબલ? બ્રોકરેજે પસંદ કર્યા આ 10 તગડા શેર, ટાર્ગેટ સાંભળીને ચોંકી જશો!
ભારતીય શેરબજારમાં સતત આઠમા સપ્તાહે દબાણ વચ્ચે 5Paisaએ ઓક્ટોબર માટે 10 મન્થલી સ્ટોક પિક્સ જાહેર કર્યા છે.આ યાદીમાં ફાર્મા, બેન્કિંગ, ઓટો, લોજિસ્ટિક્સ, હોટેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ સેક્ટરના શેર સામેલ છે.

ભારતીય શેરબજારમાં સતત આઠમા સપ્તાહે ઘટાડો નોંધાયા બાદ બ્રોકરેજ હાઉસે ઓક્ટોબર માટે પોતાના પસંદગીના સ્ટોક્સ જાહેર કર્યા છે. 5Paisaની 'Top 10 Monthly Stock Picks'માં ફાર્મા, ઓટો, લોજિસ્ટિક્સ, બેન્કિંગ, હોટેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અલગ-અલગ સેક્ટરના શેર સામેલ છે. આ પિક્સ માટે એક મહિનાની હોલ્ડિંગ અવધિ સાથે Entry Price, Target અને Stop Loss લેવલ આપવામાં આવ્યા છે.
બજારમાં સતત આઠમા સપ્તાહે ઘટાડો
આ સપ્તાહે નિફ્ટીમાં 3.1% અને સેન્સેક્સમાં 2.7%નો ઘટાડો નોંધાયો હતો. બંને મુખ્ય ઈન્ડેક્સ સતત આઠમા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયા. જિયો-પોલિટિકલ તણાવ, કાચા તેલના ઊંચા ભાવ, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને Foreign Institutional Investors (FIIs)ની સતત વેચવાલી જેવા પરિબળોએ બજારના સેન્ટિમેન્ટ પર દબાણ બનાવ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
5Paisaના 10 સ્ટોક પિક્સ
1. Aarti Pharmalabs
5Paisaએ Aarti Pharmalabs માટે ₹953નું Entry Level, ₹900નો Stop Loss અને ₹1,100નો Target આપ્યો છે. આ સ્તર પ્રમાણે 15% સુધીની અપસાઇડ દર્શાવવામાં આવી છે. શેરનું 52-Week High ₹1,001.55 અને Low ₹583.85 છે. છેલ્લા 6 મહિનામાં શેરે 51%થી વધુ રિટર્ન આપ્યું છે.
2. Wockhardt
Wockhardt Pharma માટે ₹2,116નું Entry Level, ₹1,960નો Stop Loss અને ₹2,400નો Target આપવામાં આવ્યો છે. ટાર્ગેટ પ્રમાણે લગભગ 13%ની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેરમાં 65% સુધીનો વધારો થયો છે.
3. RBL Bank
RBL Bank માટે Entry Price ₹403, Stop Loss ₹375 અને Target ₹450 રાખવામાં આવ્યા છે. આ પ્રમાણે શેરમાં લગભગ 12%ની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેરમાં 37% સુધીનો વધારો નોંધાયો છે.
4. Action Construction Equipment (ACE)
ACE માટે ₹1,232નું Entry Level, ₹1,070નો Stop Loss અને ₹1,350નો Target આપવામાં આવ્યો છે. ટાર્ગેટ પ્રમાણે 10% સુધીની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેરે લગભગ 50% રિટર્ન આપ્યું છે.
5. Welspun Living
Welspun Living માટે ₹227નું Entry Level, ₹214નો Stop Loss અને ₹250નો Target આપવામાં આવ્યો છે. આ પ્રમાણે 10% સુધીની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેરે 107%નો વધારો નોંધાવ્યો છે.
6. Aegis Logistics
Aegis Logistics માટે ₹1,380નું Entry Price, ₹1,180નો Stop Loss અને ₹1,500નો Target આપવામાં આવ્યો છે. ટાર્ગેટ પ્રમાણે 9% સુધીની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેર 132%થી વધુ વધ્યો છે.
7. Aurobindo Pharma
Aurobindo Pharma માટે ₹1,672નું Entry Level, ₹1,600નો Stop Loss અને ₹1,800નો Target આપવામાં આવ્યો છે. આ પ્રમાણે 8% સુધીની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેરમાં 25%નો વધારો થયો છે.
8. JSW Infrastructure
JSW Infrastructure માટે ₹357નું Entry Level, ₹340નો Stop Loss અને ₹385નો Target આપવામાં આવ્યો છે. ટાર્ગેટ પ્રમાણે 8%ની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેર 44%થી વધુ વધ્યો છે.
9. Engineers India
Engineers India માટે ₹310નું Entry Price, ₹295નો Stop Loss અને ₹330નો Target આપવામાં આવ્યો છે. આ પ્રમાણે 6% સુધીની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેર 56% સુધી વધ્યો છે.
10. Indian Hotels
Tata Groupની Indian Hotels માટે ₹729નું Entry Level, ₹700નો Stop Loss અને ₹775નો Target આપવામાં આવ્યો છે. ટાર્ગેટ પ્રમાણે 6% સુધીની અપસાઇડ દર્શાવવામાં આવી છે. છેલ્લા 6 મહિનામાં શેરમાં 22%નો વધારો થયો છે.
તમામ 10 સ્ટોક્સના Entry, Target અને Stop Loss

આ પણ વાંચો : 57% તૂટ્યા બાદ Railway Stock ની વાપસી? કંપનીને ₹3.65 કરોડનો મોટો ઓર્ડર મળ્યો
આ પણ જુઓ :
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

