KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Aditya infotechનો શેર બજાર ખૂલતાની પાંચ ટકાની અપર સર્કિટે અથડાયો

કંપની ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટના માર્ગે રૂ.1,500 કરોડ એકત્રિત કરી રહી હોવાથી શેરમાં તેજી

KuberaNow
desk@kuberanowPublished On : 23 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Aditya infotech
AI GENERATED IMAGE

Aditya infotech share Price: આદિત્ય ઇન્ફોટેકનો શેર બજાર ખૂલતાની સાથે જ પાંચ ટકાની અપર સર્કિટે અથડાયો છે. કંપની ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટના માર્ગે રૂ.1,500 કરોડ એકત્રિત કરી રહી હોવાથી આ શેરમાં બરોબરની તેજી જોવા મળી રહી છે. કંપનીનો શેર 23મી સપ્ટેમ્બરના રોજ પાંચ ટકાની અપર સર્કિટે રૂ. 3,826ના ભાવે અથડાયો હતો.

એક્સ્ચેન્જના જણાવ્યા મુજબ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 22 સપ્ટેમ્બરના રોજ પ્રતિ શેર રૂ. 3,648ના તળિયાના ભાવે શેર જારી કરવાની મંજૂરી આપી છે. ઇશ્યૂ પ્રાઇસને કંપની તેના લીડ મેનેજરો સાથે સલાહમસલત કરીને નક્કી કરશે, એમ ડિસ્ક્લોઝરમાં ઉમેરવામાં આવ્યું હતું.

કંપની ક્યુઆઇપી પેટે મળનારી રકમનો ઉપયોગ તેનું અને પેટા કંપનીઓનું ઋણ ચૂકવવા કરશે. ICICI સિક્યોરિટીઝ અને IIFL કેપિટલ પ્રસ્તાવિત વ્યવહારની ઇન્વેસ્ટમેન્ટ બેન્ક્સ છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2025માં જાહેર બજારમાં પ્રવેશ કરનાર 'આદિત્ય ઇન્ફોટેક'ના શેરના ભાવમાં છેલ્લા છ મહિનામાં 122 ટકાથી વધુનો વધારો થયો છે. 22 સપ્ટેમ્બરના રોજ દિવસના કારોબારના અંતે કંપનીનું માર્કેટ કેપ (બજાર મૂલ્ય) 43,000 કરોડ રૂપિયાથી વધુ હતું.

આ પણ જુઓઃ


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM