KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન

ભારતીય બજાર લગભગ 850 પોઇન્ટ ડાઉન થયું હતું. નીચામાં લગભગ 550 પોઇન્ટ ડાઉન ખૂલ્યું હતું

KuberaNow
desk@kuberanowPublished On : 24 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Market down
AI GENERATED

BSE Sensex Down: ક્રૂડ ઓઇલમાં ઉછાળો આવતા અને ઇરાનના પ્રમુખ પેજેકિશ્યને અમેરિકાની કોઈપણ પ્રકારની ધમકીને તાબે નહીં થવામાં આવે તેમ કહેવાની સાથે અમેરિકન ટ્રેઝરી યીલ્ડ 2007 પછીની ટોચ પર પહોંચતા ભારતીય બજારને ઝાટકો લાગ્યો છે. ભારતીય બજાર લગભગ 850 પોઇન્ટ ડાઉન હતું.


બીએસઇ સેન્સેક્સ ડાઉન

વૈશ્વિક માર્કેટના ટ્રેન્ડનો પડઘો પડતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું હતું. બીએસઈ સેન્સેક્સ ગઇકાલના 74,828ના બંધ સામે નીચામાં જ 74,272.40 પર ખૂલ્યો હતો. એટલે કે નીચામાં લગભગ 550 પોઇન્ટ ડાઉન ખૂલ્યો હતો. તેણે 74,362.29ની ડે હાઈ બનાવી હતી અને 73,947.70ની લો બનાવી હતી. એક સમયે તો બજાર 74000ની સપાટી તોડી નાખે તેમ લાગ્યું હતું. બીએસઇ સેન્સેક્સના 30માંથી 28 શેર ઘટેલા હતા.


નિફ્ટી પણ ડાઉન

આ જ રીતે એનએસઇનો નિફ્ટી 50 23,446.80ના બંધ સામે નીચામાં 23,221.80 પર ખૂલ્યો હતો. તેણે 23,281.95 પોઇન્ટની ડે હાઈ બનાવી હતી. જ્યારે 23,164.95ની લો બનાવી હતી. હાલમાં નિફ્ટી 23,183.25 પર ચાલી રહ્યો છે અને તે 237 પોઇન્ટનો ઘટાડો બતાવે છે. દિવસ દરમિયાન તેણે 250 પોઇન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો. નિફ્ટી 50ના 50માંથી 43 શેર ઘટેલા છે અને ફક્ત સાત જ વધ્યા છે.


બ્રેન્ટ ક્રૂડ ઉચકાયુ

બ્રેન્ટ ક્રૂડ પાછુ ઉછળીને 102 ડોલર થતાં ભારતના ઇમ્પોર્ટ બિલમાં વધારાની ચિંતાનું પ્રતિબિંબ બજારમાં પરિબળ પડ્યું હતું. તેના લીધે ફુગાવાની ચિંતા અને કોર્પોરેટ નફાના માર્જિનમાં ઘટાડો થવાની ચિંતા પણ વધી હતી. ભારત ક્રૂડ ઓઇલમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું આયાતકાર છે.

આ ઉપરાંત અમેરિકન ટ્રેઝરી બોન્ડની ઊપજ 2007 પછીના ઊપલા સ્તર 5.11 ટકાએ પહોંચતા બજાર પર અસર પડી છે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ  વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે બજારમાં હાલમાં સ્માર્ટ રિકવરીની સંભાવના ઓછી લાગે છે.


અમેરિકન બજાર ડાઉન

વૈશ્વિક સંકેતો પણ જોઈએ તો અમેરિકન ઇક્વિટી બજાર 352.10 પોઇન્ટ ઘટીને 51,511.59 પોઇન્ટ પર ઘટીને બંધ આવ્યું હતું. જ્યારે એશિયાઈ બજારોમાં જોઈએ તો એકલું જાપાનનું નિક્કી જ 1.02 ટકા એટલે કે 655 પોઇન્ટ વધીને 65,674.52 પર ચાલી રહ્યું હતું. આ સિવાય કોસ્પી પ્લસમા હતુ. તેના સિવાયના હેંગસેંગ, શાંઘાઈ, સિંગાપોર ઘટાડે ચાલતા હતા.


ડોલર સામે રૂપિયો ઘટ્યો

આ ઉપરાંત રૂપિયો પણ ડોલર સામે 11 પૈસા ઘટીને 95.84 પર ચાલતો હતો. 'ફિયર ગેજ' (ભયનું માપદંડ) અથવા વોલેટિલિટી ઇન્ડેક્સ (અસ્થિરતા સૂચકાંક) લગભગ 10 ટકા વધીને 11.33 પર પહોંચ્યો હતો. 'ઇન્ડિયા VIX'માં થયેલો આ વધારો બજારની અસ્થિરતા અંગેની વધેલી અપેક્ષાઓ સૂચવે છે અને રોકાણકારોમાં વધતી સાવચેતી દર્શાવે છે.


આ પણ જુઓઃ


 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM