KuberaNowLogo
Saturday, 17/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઇરાન પર પ્રતિબંધ, ક્રૂડના ઊંચા ભાવે સેન્ટિમેન્ટ બગાડ્યું, સેન્સેક્સ 171 પોઇન્ટ ડાઉન અને નિફ્ટી 32 પોઇન્ટ ઘટ્યો

અમેરિકા ઇરાન પર પ્રતિબંધ લાદે તેવા ભયના કારણે બજારમાં સાવચેતીનો સૂર જોવા મળતા ભારતીય શેરબજાર ઘટીને બંધ આવ્યું હતું

desk@kuberanowPublished On : 24 Aug 2026
ઇરાન મોરચે જ્યાં સુધી કોઈ નિરાકરણ આવે નહીં ત્યાં સુધી બજારમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે. દરેક ઉછાળાએ નફાકીય વેચવાલી જોવા મળશે
ઇરાન મોરચે જ્યાં સુધી કોઈ નિરાકરણ આવે નહીં ત્યાં સુધી બજારમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે. દરેક ઉછાળાએ નફાકીય વેચવાલી જોવા મળશેAI Generated Image

મુંબઈઃ અમેરિકાના ઇરાન પર આકરા પ્રતિબંધોની સંભાવના, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને સ્થાનિક બોન્ડ ઊપજમાં વધારાએ બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું છે. તેથી લગભગ દોઢસો પોઇન્ટના ઊંચા મથાળે ખૂલેલો સેન્સેક્સ દિવસના અંતે 171.70 પોઇન્ટ ઘટીને 77.370.13 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 32.95 પોઇન્ટ ઘટીને 24,219.05 પર બંધ આવ્યો હતો.


અમેરિકા ઇરાન પર પ્રતિબંધ લાદે તેવા ભયે સાવચેતીનો સૂર

અમેરિકા ઇરાન પર આકરા પ્રતિબંધ લાદવાનું હોવાથી રોકાણકારોએ સાવચેતીનો સૂર દાખવ્યો હતો. તેથી બજારમાં સાવધાનીભર્યુ વલણ જોવા મળતું હતું. બ્રેન્ટ ક્રૂડમાં નફાકીય વેચવાલી જોવા મળી હોવા છતાં તે પ્રતિ બેરલ 90 ડોલર ઉપર હતું. હોર્મુઝમાં ચાલતા તનાવ અને ઇરાનના ઓઇલ પુરવઠાને લઈને પ્રવર્તતી ચિંતાના પગલે ક્રૂડ ઓઇલે ઉપરની સપાટી જાળવી રાખી છે.


ક્રૂડ ઊંચા સ્તરે

બ્રેન્ટ ક્રૂડ હાલમાં પ્રતિ બેરલ 93 ડોલર પર જળવાયેલા છે. આમ ક્રૂડના ભાવ સતત ઊંચે જોવા મળી રહ્યા છે. સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં જોઈએ તો નિફ્ટીના મોટાભાગના સૂચકાંકો રેડ ઝોનમાં બંધ આવ્યા હતા. નિફ્ટી મેટલ 1.15 ટકા વધીને બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી રિયલ્ટી 0.31 ટકા વધ્યો હતો.


નિફ્ટીના મોટાભાગના ઇન્ડેક્સ ઘટ્યા

નિફ્ટીના ઘટેલા ઇન્ડાઇસીસમાં જોઈએ તો નિફ્ટી ઓટો 0.30 ટકા, નિફ્ટી એફએમસીજી 0.29 ટકા, નિફ્ટી મીડિયા 0.49 ટકા, નિફ્ટી ફાર્મા 0.07 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 1.27 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.47 ટકા જ્યારે નિફ્ટી ઓઇલ-ગેસ 0.13 ટકા ઘટ્યા હતા.


ટોપ ગેઇનર

ટોપ ગેઇનરમાં જોઈએ તો નિફ્ટી50માં હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ડો. રેડ્ડી, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક અને ટાટા કન્ઝ્યુમર વધ્યા હતા. જ્યારે એસબીઆઈ લાઇફ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટીએમપીવી અને મેક્સ હેલ્થ ટોપ લૂઝર હતા.


એશિયાઈ બજારોમાં મંદી

ભારત જ નહીં એશિયાઈ બજારોમાં પણ આજે મંદીનો માહૌલ રહ્યો હતો. સાઉથ કોરીયાનો કોસ્પી ત્રણ ટકા ઘટી 6,696 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ બે ટકા ઘટી 25,499 પર બંધ આવ્યો હતો. જાપાનનો નિક્કી 0.72 ટકા ઘટી 65,545 પર બંધ આવ્યો હતો. જ્યારે સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ 0.15 ટકા ઘટી 5,680 પોઇન્ટ પર બંધ આવ્યો હતો.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn