KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Nifty Outlook : સોમવારે તેજી ચાલુ રહેશે? 26,373ની વિક્રમી ટોચ ફરી સર કરશે નિફ્ટી?

FII ખરીદી, રૂપિયામાં મજબૂતી અને બેન્કિંગ શેરોની તેજીથી બજારને મળ્યો સપોર્ટ, 25,500નો સપોર્ટ મજબૂત, નિષ્ણાતોને 26,350-26,500 સુધી ઉછાળાની આશા

Kuberanow DeskPublished On : 22 Nov 2026
NSE Nifty.png
AI Generated Image

વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) શૅરોમાં જંગી વેચવાલીના કારણે અમેરિકાથી એશિયા સુધીના વૈશ્વિક બજારોમાં કડાકો બોલાયો છે ત્યારે ભારતીય શૅરબજારમાં છેલ્લા બે કારોબારી સત્રોમાં તેજી પાછી ફરી હોવાનું જોવા મળી રહ્યું છે. આવા સમયે બજારના નિષ્ણાતોનું માનવું છે કે નિફ્ટીની તેજી આગામી સપ્તાહે પણ ચાલુ રહી શકે છે. નિફ્ટી માટે 26,000નું સ્તર આગામી મોટો પડાવ છે. કેટલાક નિષ્ણાતો નિફ્ટી 26,350થી 26,500 સુધી પહોંચવાની પણ આશા વ્યક્ત કરી રહ્યા છે. Nifty 50 શુક્રવારે 286 પોઈન્ટ ઉછળીને બંધ આવ્યો હતો. તેનાથી ગુરુવારથી શરૂ થયેલી તેજીને મજબૂતી મળી છે. બજારમાં રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો હોવાનું જણાય છે.


નિફ્ટીના શૅરોમાં અપોલો હોસ્પિટલ અને એક્સિસ બેન્ક સૌથી વધુ વધનારા શૅરોમાં સામેલ છે. બીજીબાજુ ટાઈટન કંપની અને ટાટા સ્ટીલમાં સૌથી વધુ નરમાઈ જોવા મળી હતી. આ સમયમાં ખરીદીનો દાયરો પણ વધ્યો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં અનેક દિવસોની નરમાઈ પછી ફરી તેજી જોવા મળી છે. જોકે, FMCG અને મેટલ સેક્ટરના ઈન્ડેક્સ મામૂલી ઘટાડા સાથે બંધ થયા હતા.


બેન્ક નિફ્ટીમાં 5.9 ટકાની તેજી, સરકારી બેન્કો સૌથી આગળ

પાછલા કારોબારી સપ્તાહમાં બેન્કિંગ શૅરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. બેન્ક નિફ્ટીમાં સપ્તાહના આધારે 5.9 ટકાની તેજી નોંધાઈ હતી, જેમાં સરકારી બેન્કોના શૅરોએ સારો દેખાવ કર્યો હતો. આ સાથે ખાનગી બેન્કોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીએ સતત બીજા કારોબારી સત્રમાં નવી વિક્રમી ટોચ બનાવી હતી. શુક્રવારે બેન્ક નિફ્ટી 2.49 ટકાની તેજી સાથે દિવસના ઉપરના સ્તર નજીક બંધ થયો હતો. છેલ્લા 12 કારોબારી સત્રોમાં બેન્ક નિફ્ટી અંદાજે 8,000 પોઈન્ટ વધ્યો છે.


વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં કર્યું રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ

બજારમાં તેજીનું એક મોટું કારણ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)ની ખરીદી પણ મનાય છે. રિપોર્ટ મુજબ વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં અત્યાર સુધીમાં ભારતીય બજારમાં રૂ. 1,01,641 કરોડનું રોકાણ કર્યું છે. નવેમ્બર 2020 પછી આ તેમની સૌથી મોટી માસિક શુદ્ધ ખરીદી છે. આ સિવાય રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી છે. ડોલરની સરખામણીમાં રૂપિયો 92.6ના સ્તરે પહોંચી ગયો છે. આ પાછલા સાત મહિનામાં રૂપિયાનું સૌથી મજબૂત સ્તર છે. બજારના જાણકારોને આશા છે કે વિદેશી રોકાણ, કંપનીઓની કમાણી અંગે વધુ સારી આશા અને રૂપિયામાં મજબૂતીથી બજારને ટેકો મળી શકે છે.


નિફ્ટી માટે 26,000 આગામી મોટો ટાર્ગેટ

નિફ્ટીએ 25,500નું મહત્વનું સ્તર મજબૂતીથી પાર કરી લીધું છે. હવે આ ઈન્ડેક્સ તેના જૂની વિક્રમી ટોચ તરફ આગળ વધી રહ્યો છે. નિફ્ટીનું વલણ હજુ પણ મજબૂત બનેલું છે. 25,500નું સ્તર પાર કર્યા પછી હવે તે આગામી એકથી બે સપ્તાહમાં 26,000 તથા ત્યાર પછી 26,350 સુધી પહોંચી શકે છે. બજારમાં ઘટાડો આવે અથવા થોડા સમય માટે તેજી અટકે તો 25,500ની આજુબાજુ નિફ્ટીને ટેકો મળી શકે છે. પહેલા આ સ્તર પ્રતિકારક સ્તર તરીકે કામ કરતું હતું,પરંતુ હવે તે સપોર્ટ બનવાની આશા છે.


26,373ની જૂની વિક્રમી ટોચને ફરી સ્પર્શી શકે નિફ્ટી

કેટલાક નિષ્ણાતો મુજબ નિફ્ટી માટે 26,000નું સ્તર આગામી મોટો પડાવ છે. બજારમાં વર્તમાન તેજી ચાલુ રહેશે તો નિફ્ટી તેની જૂની વિક્રમી ટોચ 26,373ને ફરી સ્પર્શી શકે છે. નીચેની તરફ 25,500થી 25,450નો દાયરો મજબૂત ટેકા તરીકે કામ કરી શકે છે. આ સ્તર પર મોટી સંખ્યામાં પુટ ઓપ્શન્સની ખરીદી થઈ છે. તેનાથી બજારમાં વચ્ચે-વચ્ચે થતી નફાખોરીની અસર ઘટી શકે છે. નિફ્ટી માટે 26,000નું સ્તર તુરંત સામે આવનારો મોટો અવરોધ છે. જોકે, આ સ્તર પાર કરતા નિફ્ટી 26,500 સુધી પહોંચી શકે છે. રોકાણકારો માટે ઘટાડો થતા ખરીદી કરવાની રણનીતિ વધુ સારી છે.એટલે કે બજારમાં થોડી નરમાઈ આવતા સારા સ્તરેથી ખરીદી કરી શકાય છે.


બેન્ક નિફ્ટી માટે 65000 પર નજર, 64,000 મહત્વનું સ્તર

બેન્ક નિફ્ટી સતત વિક્રમ સર્જી રહ્યો છે. તેણે શુક્રવારે સતત બે સત્રમાં નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી અને શુક્રવારે 2.49 ટકાના ઉછાળા સાથે દિવસના ઉપરના સ્તરની નજીક બંધ થયો હતો. બેન્ક નિફ્ટી માટે 64,000થી 64,100નો દાયરો તુરંત મળનારો મહત્વનો ટેકો છે. ઈન્ડેક્સ આ સ્તરથી નીચે જાય છે તો બજારમાં ટૂંકા સમય માટે નફાખોરી વધી શકે છે. આવી સ્થિતિમાં બેન્ક નિફ્ટી 63,600 સુધી નીચે આવી શકે છે. બીજીબાજુ ઉપરની તરફ 65,000થી 65,100નો દાયરો મોટું પ્રતિકારક સ્તર બની શકે છે. આ સ્તર પર મોટી સંખ્યામાં કોલ ઓપ્શનની ખરીદી થઈ છે, જેથી હાલ ઈન્ડેક્સની તેજી અટકી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

STOCK

Stock Market LIVE | 23 November: BSE Sensex ડે હાઇથી 2,000 પોઇન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટીએ પણ 25450ની સપાટી તોડી, મેટલ્સ અને બેન્ક શેરો તૂટ્યા

STOCK TO WATCH

Stocks In News | 23 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

GLOBAL CUES

Global Cues । 23 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Bond Maarkte.png

Bond Market : વૈશ્વિક દેવું વધ્યું, બોન્ડ માર્કેટમાં ઉથલપાથલ; ભારત કેટલું સુરક્ષિત?

Mutual Funds Buy Over ₹2,000 Cr In ITC, Jio Platforms

મ્યુચ્યુઅલ ફંડ્સે બદલી રણનીતિ: ITC અને Jio Platforms સહિત 15 શેરોમાં ₹2,000 કરોડથી વધુની કરી જંગી ખરીદી

Stocks To Watch Tomorrow: 14 Shares Including Maruti, Adani

Stocks to Watch: મારુતિ, અદાણી અને ઇન્ડસઇન્ડ સહિત આ 14 શેરો આવતીકાલે રહેશે ફોકસમાં

BSE Revises Circuit Filters For 42 Stocks From Nov 23

BSE સર્કિટ ફિલ્ટર: આવતીકાલે 23 નવેમ્બરથી આ 42 શેરોની પ્રાઇસ બેન્ડમાં થશે મોટો ફેરફાર; જુઓ સંપૂર્ણ યાદી

HSBC Upgrades 17 Indian Stocks With Up To 48% Upside

HSBC Stock Picks: શેરબજારમાં કમાણીની મોટી તક! HSBC ના મતે આ 17 શેરોમાં 48% સુધીના રિટર્નની તક, જુઓ સંપૂર્ણ લિસ્ટ