KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Ola Electric દોડી, શેરમાં કેમ આવ્યો 12 ટકા સુધીની તેજીનો કરંટ

કંપનીના શેરમાં તાજેતરની તેજીનું કારણ નવા ઉત્પાદનોનું લોન્ચિંગ, કારોબાર સાથે જોડાયેલા સમાચાર, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેક્ટરમાં વેચાણની સારા આશા ગણાવાઈ છે.

KuberaNow
desk@kuberanowPublished On : 23 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Ola
AI GENERATED IMAGE

Ola Electric Share Price ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં 23 સપ્ટેમ્બર 2026ના રોજ બુધવારે 12 ટકા સુધીની જબરદસ્ત તેજી આવી. આ શેર 38.16 રૂપિયા પર ખૂલ્યો. તેનો અગાઉનો બંધ 37.78 રૂપિયા હતો. તેના પછી શેર 12 ટકા વધી રૂ. 42.32 પર પહોંચ્યો. છેલ્લા મહિનામાં ઓલા ઇલેક્ટ્રિકનો શેર 80 ટકા વધી ચૂક્યો છે.


Ola Electricએ બાવન સપ્તાહનું ટોચ અને તળિયું બનાવ્યું

ઓલા ઇલેક્ટ્રિકનો શેર ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ રૂ. 59.20ની બાવન સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યો હતો. તેના પછી આ શેર બીજી માર્ચના રોજ 21.21 રૂપિયાના બાવન સપ્તાહના તળિયે પહોંચ્યો હતો.


નવા ઉત્પાદનોના લીધે કંપનીના શેરમાં તેજી

કંપનીના શેરમાં તાજેતરની તેજીનું કારણ નવા ઉત્પાદનોનું લોન્ચિંગ, કારોબાર સાથે જોડાયેલા સમાચાર, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેક્ટરમાં વેચાણની સારા આશા ગણાવાઈ છે. કંપનીએ તાજેતરમાં જ ડીલરો દ્વારા ચાલતા પોતાના પહેલા સ્ટોર શરૂ કર્યા છે. આ પગલું વેચાણ અને સર્વિસ નેટવર્કને ભાગીદારો માટે ખોલ્યાના એક મહિના પછી ઉઠાવાયું છે. કંપનીએ જણાવ્યું હતું કે તેના પ્રારંભિક નેટવર્કમાં રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં શરૂ થઈ ગયા છે.


ઇવી માર્કેટમાં કંપનીની હિસ્સેદારી અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધી

વૈશ્વિક રેટિંગ કંપની નોમુરા મુજબ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોના બજારમાં કંપનીની હિસ્સેદારી અંદાજ કરતાં વધુ ઝડપથી વધી રહી છે. તેની પાછળ સારા ઉત્પાદનો, વપરાશકારોની વધતી સ્વીકાર્યતા, માલિકીના કુલ ખર્ચમાં અનુકૂળતા અને સરકારની સહાયક નીતિઓને કારણભૂત ગણાવવામાં આવી છે.


કંપનીની નાણાકીય કામગીરી

કંપનીના નાણાકીય આંકડા જોઈએ તો 30 જુન 2026ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ઓલા ઇલેક્ટ્રિકની આવક 45 ટકા ઘટીને 455 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે કંપનીની ચોખ્ખી ખોટ 428 કરોડ રૂપિયાથી ઘટીને 336 કરોડ રૂપિયા થઈ છે. કંપનીનો રોકડપ્રવાહ રૂ. 215 કરોડના નેગેટિવ ઝોનમાં હતો, જે માર્ચ ક્વાર્ટરના અંતે રૂ. 91 કરોડના પોઝિટિવ ઝોનમાં હતો.


આ પણ વાંચો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM