KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Tata Sons અને Tata Trust વચ્ચેની મડાગાંઠથી Tata Groupના Stocksમાં કડાકો

વિવાદના લીધે ટાટા સન્સના લિસ્ટિંગ અંગેની અનિશ્ચિતતામાં વધારો થતાં રોકાણકારોમાં ચિંતા છે. રોકાણકારોને ડર છે કે બોર્ડરૂમ બેટલ કોર્ટ રૂમ બેટલ બની શકે છે.

KuberaNow
desk@kuberanowPublished On : 21 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Tata Stocks
AI GENERATED IMAGE

Tata Stocks: Tata Sons અને Tata Trust વચ્ચેની મડાગાંઠથી Taga Groupના Stocksમાં સોમવારે ખૂલતા બજારે કડાકો બોલ્યો છે. બપોરે ટાટા જૂથની અગ્રણી લિસ્ટેડ કંપનીના શેરોમાં બેથી ત્રણ ટકા ઘટાડો ચાલતો હતો. આ વિવાદના લીધે ટાટા સન્સના લિસ્ટિંગ અંગેની અનિશ્ચિતતામાં વધારો થતાં રોકાણકારોમાં ચિંતા છે. રોકાણકારોને ડર છે કે બોર્ડરૂમ બેટલ કોર્ટ રૂમ બેટલ બની શકે છે. તેઓ ટાટા ગ્રુપની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.


ટાટા કેપિટલ ત્રણ ટકા ઘટ્યો

બપોરના સમયે ટાટા કેપિટલનો શેર લગભગ ત્રણ ટકા ઘટીને રૂ. 341 પર ચાલતો હતો. ટાટા પાવરનો શેર 2.5 ટકા ઘટીને રૂ.365.55 પર ચાલતો હતો. ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનો શેર 2.3 ટકા ઘટીને રૂ. 685.90 પર ચાલતો હતો. ટાટા ટેકનોલોજીસનો શેર 2.2 ટકા ઘટીને રૂ. 707 પર ચાલતો હતો. ટાટા એલેક્સીનો શેર 2.2 ટકા ઘટીને રૂ. 3,268 પર ચાલતો હતો. આમ ટાટા એલેક્સીનો શેર બાવન સપ્તાહના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો.


ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ એક ટકા ઘટ્યો

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનો શેર લગભગ એક ટકા ઘટીને રૂ. 301 થયો છે. ટાટા મોટર્સ કોમર્સિયલ વ્હીકલ્સનો શેર એક ટકા ઘટ્યો છે. ટાટા કમ્યુનિકેશન્સનો શેર 1.5 ટકા ઘટીને રૂ. 1,746.80 થયો છે અને ટાટા ટેલીસર્વિસિઝનો શેર 1.4 ટકા ઘટીને રૂ. 35.25 થયો હતો. આમ આખું બજાર ઉચકાયેલું હતું પરંતુ ટાટા ગ્રપના શેરોમાં ડાઉનટ્રેન્ડ હતો. જો કે ટાટા ગ્રુપની અગ્રણી કંપની ટીસીએસના શેરમાં ગ્રુપના બીજા શેરથી વિપરીત વલણ હતું. ટીસીએસ લગભગ એક ટકા વધીને રૂ. 2,122.50 પર ચાલતો હતો.


એન ચંદ્રશેખરનની પુનઃ નિમણૂકથી વિવાદ

ટાટા સન્સના ચેરમેન પદે એન ચંદ્રશેખરનની પુનઃનિમણૂકના પગલે વિવાદ સર્જાયો છે. ટાટા સન્સના બોર્ડે 17 સપ્ટેમ્બરના રોજ 4:1ના વોટિંગથી એન ચંદ્રશેખરનની પુનઃ નિમણૂક કરી હતી. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ ચંદ્રશેખરનની નિમણૂકના વિરોધમાં મતદાન કર્યુ હતુ. ટાટા ટ્રસ્ટ્સના ભારે વિરોધ વચ્ચે પણ ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનની ફરીથી નિમણૂક કરી છે.


ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ એકબીજાની સામસામે

ટાટા ટ્રસ્ટ ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવે છે. તેણે ટાટા સન્સના નિર્ણયની કાયદેસરતાને પડકારી છે. ટાટા ટ્રસ્ટની દલીલ છે કે ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશન મુજબ ટ્રસ્ટના નોમિનેટેડ ડિરેક્ટરોનું બહુમતી સમર્થન જરૂરી છે. હવે એક કે બે નોમિનીએ ઠરાવના વિરોધમાં મતદાન કર્યુ છે, ટ્રસ્ટની દલીલ છે કે અહીં જરૂરી કંડિશન પૂરી થતી નથી અને ચેરમેનના કાસ્ટિંગ વોટની વિરોધમાં જઈ શકાય નહીં.


રિઝર્વ બેન્કનું ટાટા સન્સનું લિસ્ટિંગ કરાવવા દબાણ

આ વિવાદ ત્યારે થયો છે જ્યારે રિઝર્વ બેન્કે ટાટા સન્સનું સરન્ડરનું લાઇસન્સ નકારી કાઢીને પ્રાઇવેટ કંપની તરીકે ચાલુ રાખવાનું જણાવીને લિસ્ટિંગ કરવા દબાણ વધાર્યું છે. આના પગલે ભાવિ ઓનરશિપ અને ગ્રુપની હોલ્ડિંગ કંપનીનું સ્ટ્રકચર ફોકસમાં આવ્યું છે. આ હિલચાલના પગલે ટાટા જૂથના શેરોના કાઉન્ટર સંવેદનશીલ બન્યા છે. તેથી લીડરશિપ વિવાદ, ગવર્નન્સ એરેન્જમેન્ટ અને ટાટા સન્સના લિસ્ટિંગના આયોજન તેના શેરો પર અસર પાડી શકે છે.

આ પણ વાંચોઃ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM