KuberaNowLogo
Wednesday, 25/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મિત્ર કે સંબંધીની લોનમાં ગેરંટર બનતા પહેલા સાવધાન! EMI નહીં ભરાય તો તમને થશે આ 5 મોટા નુકસાન

મિત્ર કે સંબંધીની લોનમાં ગેરંટર બનવું માત્ર એક સામાન્ય સહી નથી, પરંતુ તે લોન ચૂકવવાની સીધી જવાબદારી છે. જો લોન લેનાર વ્યક્તિ હપ્તા (EMI) ચૂકવવામાં નિષ્ફળ જાય, તો બેંક તમારી પાસેથી સીધી વસૂલાત કરી શકે છે અને તમારા CIBIL સ્કોર તેમજ ભવિષ્યની લોન લેવાની ક્ષમતા પર માઠી અસર પડી શકે છે.

Kuberanow DeskPublished On : 25 Nov 2026
5 Risks of Becoming a Loan Guarantor for Friends or Family
5 Risks of Becoming a Loan Guarantor for Friends or FamilyAI

Loan Guarantor Risks: ઘણીવાર મિત્રતા કે પારિવારિક સંબંધો સાચવવા માટે આપણે કોઈ પણ જાતના વિચાર વગર મિત્ર કે સંબંધીની બેંક લોનમાં 'ગેરંટર' તરીકે સહી કરી દેતા હોઈએ છીએ. આપણને એવું લાગે છે કે પૈસા તો સામેવાળી વ્યક્તિએ જ ભરવાના છે, આપણે તો માત્ર ફોર્માલિટી પૂરી કરવાની છે. પરંતુ આ નાનકડી ભૂલ ભવિષ્યમાં તમારા માટે મોટી આર્થિક અને કાનૂની મુશ્કેલી ઊભી કરી શકે છે. લોન ગેરંટર બનવાનો અર્થ લોન ચૂકવવાની જવાબદારીમાં ભાગીદાર બનવું એવો થાય છે. તેથી, કોઈની પણ લોન માટે ગેરંટી આપતા પહેલા આ પાંચ મહત્વની બાબતો જાણી લેવી ખૂબ જ જરૂરી છે.


CIBIL સ્કોર પર સીધી અસર

તમે જે લોનના ગેરંટર બનો છો, તેની સંપૂર્ણ વિગતો તમારા ક્રેડિટ રિપોર્ટમાં પણ નોંધાય છે. જો લોન લેનાર વ્યક્તિ સમયસર EMI ન ચૂકવે અથવા તેનું ખાતું NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) થઈ જાય, તો તેની સીધી નકારાત્મક અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. આનાથી તમારો ક્રેડિટ રેકોર્ડ બગડી શકે છે.


બેંક તમારી પાસેથી સીધી વસૂલાત કરી શકે છે

ગેરંટર બનવાનું આ સૌથી મોટું જોખમ છે. ભારતીય કરાર અધિનિયમની કલમ 128 મુજબ, લોન ચૂકવવાની જવાબદારી મુખ્ય ઉધાર લેનાર અને ગેરંટર બંનેની સમાન હોય છે. 1969ના 'બેંક ઓફ બિહાર વિરુદ્ધ દામોદર પ્રસાદ' કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે, ગેરંટર પાસે પૈસા માંગતા પહેલા બેંકે મુખ્ય દેવાદાર પાસેથી વસૂલાતના તમામ પ્રયાસો કરવા જરૂરી નથી. એટલે કે, બેંક સીધી તમારી પાસેથી બાકી રકમ વસૂલ કરી શકે છે.


કાનૂની કાર્યવાહી અને મિલકત જપ્તીનું જોખમ

જો લોન લેનાર અને ગેરંટર બંને બાકી નીકળતા નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય, તો બેંક કડક કાનૂની પગલાં ભરી શકે છે. બેંક આ મામલે સિવિલ કોર્ટ અથવા ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT)માં જઈ શકે છે. જો ગેરંટરે લોન સામે પોતાની કોઈ મિલકત ગીરવે મૂકી હોય, તો ચોક્કસ સંજોગોમાં તે મિલકત સામે કાર્યવાહી થઈ શકે છે અને ગેરંટર સામે નાદારીની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે.


તમારી પોતાની લોન લેવાની ક્ષમતા પર અસર

જ્યારે તમે ભવિષ્યમાં પોતાના માટે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન લેવા જશો, ત્યારે બેંક તમારી આવકની સાથે તમારી વર્તમાન જવાબદારીઓ પણ તપાસશે. તમે જે લોનમાં ગેરંટર છો, તેને બેંક તમારી સંભવિત જવાબદારી ગણી શકે છે. પરિણામે, બેંક તમને ઓછી રકમની લોન મંજૂર કરે અથવા વ્યાજ દરમાં ફેરફાર કરે તેવી શક્યતા રહે છે. જોકે, આ બાબત બેંકની નીતિ, લોનની રકમ અને ઉધાર લેનારના ચુકવણી રેકોર્ડ પર આધાર રાખે છે.


ઉધાર લેનાર પાસેથી નાણાં પરત મેળવવાનો અધિકાર

જો લોન લેનાર વ્યક્તિ ડિફોલ્ટ થાય અને તમારે બેંકના બાકી પૈસા ચૂકવવા પડે, તો તમારા પૈસા કાયમ માટે ડૂબી જતા નથી. ભારતીય કરાર અધિનિયમની કલમ 140 હેઠળ, એકવાર ગેરંટર બેંકનું દેવું ચૂકવી દે, ત્યારબાદ તેને મૂળ ઉધાર લેનાર વ્યક્તિ પાસેથી તે રકમ કાયદેસર રીતે વસૂલવાનો સંપૂર્ણ અધિકાર મળે છે.


સહી કરતા પહેલા શું ધ્યાન રાખવું?

કોઈની પણ લોનમાં ગેરંટર બનતા પહેલા તે વ્યક્તિની આવક, જૂની લોન અને EMI ચૂકવવાના રેકોર્ડની બરાબર તપાસ કરો. લોનના નિયમો અને શરતો ધ્યાનથી વાંચો અને સમયાંતરે તમારો ક્રેડિટ રિપોર્ટ ચેક કરતા રહો. સૌથી મહત્વની વાત એ છે કે, જો તમે પોતે તે લોનની જવાબદારી ઉઠાવવા સક્ષમ હોવ, તો જ ગેરંટર બનવાનો નિર્ણય લો.


આ પણ વાંચોઃ પત્ની સાથે પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં ખાતું ખોલાવો, દર મહિને મળશે ₹9,250ની પાક્કી આવક!


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

EPFO

PF Transfer Rules: નોકરી બદલતા પહેલાં PFને લઈને ન કરતા આ 5 ભૂલો

Post Office MIS Scheme, Earn Rs 9250 Monthly Income

પત્ની સાથે પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં ખાતું ખોલાવો, દર મહિને મળશે ₹9,250ની પાક્કી આવક!

Government Employee Death Benefits

સરકારી કર્મચારીનું મૃત્યુ થાય કે ગુમ થઈ જાય તો પરિવારને કયા લાભ મળશે?, જાણો પેન્શનથી લઈને ગ્રેચ્યુઇટી સુધીના નિયમો

Atal Pension Yojana

દર મહિને માત્ર ₹577 જમા કરો અને વૃદ્ધાવસ્થામાં મેળવો ₹5,000નું ગેરંટીવાળું પેન્શન, જાણો સંપૂર્ણ માહિતી

Gold Bond.png

SGB Redemption : ગોલ્ડ બોન્ડની કમાલ! ₹4,727નું રોકાણ થયું ₹12,612નું! SGB રોકાણકારોને 166%થી વધુ રિટર્ન

Sovereign Gold Bond

Sovereign Gold Bond: ગોલ્ડ બોન્ડે સર્જ્યો 164% મૂડીલાભ! વહેલા ઉપાડ પહેલાં જાણો કરમુક્તિનો નિયમ

Mutual Fund SIP

મ્યુચ્યુઅલ ફંડ SIP માટે મહિનાની કઈ તારીખ સૌથી બેસ્ટ? 28 વર્ષના ડેટાના અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

3 New Mutual Fund NFOs Open Next Week From ₹1,000

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની તક: આગામી સપ્તાહે ખુલશે 3 નવા NFO, માત્ર ₹1,000 થી શરૂ કરી શકાશે રોકાણ