KuberaNowLogo
Wednesday, 25/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Palm Oil: પામ ઓઇલના ભાવ ઘટ્યા, FMCG કંપનીઓને ફાયદો; શું ગ્રાહકોને થશે ફાયદો

પામ ઓઇલના ભાવ ઑગસ્ટની ટોચથી ઘટતાં પેકેજ્ડ ફૂડ અને પર્સનલ કેર કંપનીઓના માર્જિનમાં 100–150 બેસિસ પોઇન્ટ સુધારાની અપેક્ષા છે. કંપનીઓ વધુ ભાવવધારો ટાળી શકે છે, જોકે અગાઉ વધારેલા ભાવ પાછા ઘટાડવાની શક્યતા ઓછી છે.

Kuberanow DeskPublished On : 25 Nov 2026
palm oil
Palm OilAI Image

Palm Oil: નાસ્તા, બિસ્કિટથી લઈને સાબુ અને શેમ્પૂ બનાવતી કંપનીઓને પામ ઓઇલના ઘટતા ભાવથી રાહત મળવાની આશા છે. ઉત્પાદકો સાથેની ચર્ચા મુજબ, સસ્તા કાચા માલનો લાભ ઉત્પાદનમાં ઉતરતાં ભારતની પેકેજ્ડ ફૂડ અને પર્સનલ કેર કંપનીઓના માર્જિનમાં 100–150 બેસિસ પોઇન્ટ, એટલે 1થી 1.5 ટકા પોઇન્ટનો સુધારો થઈ શકે છે. જોકે, કંપનીઓ માટે હાલ પ્રાથમિકતા નફાકારકતા સુધારવાની હોવાથી છૂટક ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી છે. આ કંપનીઓના કાચા માલના ખર્ચમાં પામ ઓઇલનો હિસ્સો 28–30% છે. કોમોડિટી નિષ્ણાતના મતે, મલેશિયન ક્રૂડ પામ ઓઇલ એપ્રિલ 2027 સુધી પ્રતિ ટન 4,500–5,000 રિંગિટ, એટલે આશરે ₹1–1.13 લાખની રેન્જમાં રહી શકે છે. ઑગસ્ટના અંતમાં ભાવ 5,000 રિંગિટને પાર ગયા હતા.


બિકાજીને 150 બેસિસ પોઇન્ટનો લાભ

Bikaji Foods Internationalના કાચા માલના ખર્ચમાં ખાદ્યતેલનો હિસ્સો 25–28% છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ, તેલના ભાવમાં નરમાઈથી માર્જિનને આશરે 150 બેસિસ પોઇન્ટનો લાભ થઈ શકે છે. ખરીદીના ચક્ર અનુસાર સસ્તો જથ્થો ઉત્પાદનમાં વપરાશે ત્યારે માર્ચ ક્વાર્ટરમાં સંપૂર્ણ અસર દેખાશે. કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં ચાર તબક્કે કુલ આશરે 7% ભાવવધારો કર્યો છે, જેમાં ગયા અઠવાડિયે દિવાળી પછીનો 3% વધારો સામેલ છે. ખર્ચનો બીજો મોટો આંચકો ન આવે તો વર્ષના બાકીના સમયગાળામાં વધુ ભાવવધારો ટાળવાની તેની અપેક્ષા છે.


અન્ય ઉત્પાદકોને પણ રાહત

Zydus Wellnessના Nutralite ટેબલ સ્પ્રેડ્સમાં પણ પામ ઓઇલ મહત્વનું ઘટક છે. તેનો ઉપયોગ નાસ્તા, સ્પ્રેડ્સ, બિસ્કિટ ઉપરાંત સાબુ, શેમ્પૂ, કોસ્મેટિક્સ અને ઘરેલુ રસોઈમાં થાય છે. કંપની જણાવે છે કે, વનસ્પતિ તેલ ખાદ્યપદાર્થોના ખર્ચનો મહત્વનો ભાગ હોવાથી પામ ઓઇલની નરમાઈ રાહતરૂપ છે. જોકે, ખાદ્ય મોંઘવારી અન્ય અનેક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે; તેથી કંપનીઓ આગામી ભાવનિર્ણયોની સમીક્ષા કરશે.


palm oil


આયાત ખર્ચમાં ઘટાડો

20 નવેમ્બરે ક્રૂડ પામ ઓઇલનો ભારતમાં પહોંચ્યા સુધીનો ભાવ પ્રતિ ટન 1,080 ડોલર રહ્યો હતો. એક મહિના પહેલાંના 1,190 ડોલરથી તે 110 ડોલર ઘટ્યો છે. ક્રૂડ સોયાબીન તેલ 1,328થી ઘટીને 1,295 ડોલર અને સૂર્યમુખી તેલ 1,515થી ઘટીને 1,430 ડોલર પ્રતિ ટન થયું છે. વૈશ્વિક ભાવ સાથે સ્થાનિક ખાદ્યતેલમાં પણ થોડી નરમાઈ આવી હોવાનું કોમોડિટી નિષ્ણાત જણાવે છે.


વૈશ્વિક પુરવઠા-માંગ પર નિર્ભરતા

રાહત કેટલો સમય ટકશે તે વૈશ્વિક પુરવઠા અને માંગ પર નિર્ભર રહેશે. ભારતની વાર્ષિક 24–25 મિલિયન ટન ખાદ્યતેલ વપરાશની જરૂરિયાતમાંથી આશરે 57% આયાતથી પૂરી થાય છે. સપ્ટેમ્બરમાં ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત ડ્યૂટીમાં ઘટાડાએ વધારાનો ટેકો આપ્યો છે.

 

નવેમ્બરથી ઑક્ટોબરના 2025–26 તેલ વર્ષમાં આયાત લગભગ 6% વધીને 16.92 મિલિયન ટન થઈ હતી. જોકે, ઊંચા વૈશ્વિક ભાવને કારણે આયાતનું બિલ 2024–25ની સરખામણીએ 24% વધીને 21 અબજ ડોલર થયું હતું. સતત ભાવવધારાથી ખર્ચ સરભર કર્યા પછી હવે ઘટતા તેલભાવ કંપનીઓને ગ્રાહકો પર નવો વધારો લાદ્યા વિના માર્જિન પુનઃસ્થાપિત કરવાની તક આપે છે.


આ પણ વાંચો: Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

CrudeOilll.png

Crude Oil Price: મંગળવારની તેજી ગાયબ, ક્રૂડ ફરી લાલ નિશાનમાં

Gold-Silver rate today

Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ફરી રિવર્સ ગિયર! સોનું ₹1.22 લાખની નીચે, લગ્નની સિઝનમાં ખરીદી વધી

Maize Prices Surge 25% Amid Low Kharif Output; 1L Tonnes Imported

ખરીફ પાક ઘટતા મકાઈના ભાવમાં 25%નો ઉછાળો: મહારાષ્ટ્રની બે કંપનીઓએ વિદેશથી 1 લાખ ટન મકાઈ આયાત કરી

Silver Price Drops Rs 1 Lakh in 3 Months

ચાંદીના ભાવમાં મોટો કડાકો: 3 મહિનામાં ₹1 લાખ તૂટ્યા બાદ શું હવે ભાવ ₹1 લાખ થશે કે આવશે તેજી?

Tur Dal Prices Cross Rs 150 Per Kg Amid Drought Fears

દુષ્કાળની માર વચ્ચે તુવેર દાળના ભાવ ભડકે બળ્યા: દિલ્હી-મુંબઈમાં કિલોનો ભાવ ₹150ને પાર, ઉત્પાદન ઘટવાની દહેશત

Gold Margin.png

સોના-ચાંદી પર ત્રિપલ દબાણ! માર્જિન વધ્યું, સ્ટોક ઘટ્યો, ભાવમાં કડાકાની આશંકા

russian oil

Iran War Effect: ભારત-ચીનની રશિયન ઓઈલની ખરીદી રેકોર્ડ સ્તરે, ભારત દરરોજ મંગાવે છે લગભગ 20 લાખ બેરલ

Gold Silver Pricec.png

સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો! COMEX પર સોનું 0.73% અને ચાંદી 3.02% તૂટી