SGB Redemption : ગોલ્ડ બોન્ડની કમાલ! ₹4,727નું રોકાણ થયું ₹12,612નું! SGB રોકાણકારોને 166%થી વધુ રિટર્ન
RBIએ SGB 2021-22 Series-1નું સમય પહેલાં રિડમ્પ્શન મૂલ્ય ₹12,612 નક્કી કર્યું, જાણો ₹1 લાખના રોકાણની નવી કિંમત.

સોનામાં રોકાણ કરનારાવાળા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) ફરી એક વખત ચર્ચામાં છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ SGB 2021-22 સિરિઝ-1ને સમય પહેલા રીડમ્પ્ટ કરવાની કિંમત રૂ. 12,612 પ્રતિ યુનિટ નક્કી કરી છે. આ સિરિઝમાં ઓનલાઈન રોકાણ કરનારા જે લોકોએ પ્રતિ ગ્રામ રૂ. 4,727ના ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદ્યા હતા, તેમને હવે અંદાજે 166.81 ટકા વધુનું રિટર્ન મળશે. એટલે કે રૂ. 1 લાખનું રોકાણ વધીને અંદાજે રૂ. 2.67 લાખ થઈ ગયું છે. આ ગણતરીમાં ગોલ્ડ બોન્ડ પર મળનારું વ્યાજ સામેલ નથી.
આરબીઆઈ મુજબ આ સિરિઝના રોકાણકારોના સમય પહેલા રિડમ્પ્શનની તારીખ 25 નવેમ્બર 2026 નક્કી કરાઈ છે. જોકે, તેના માટે રોકાણકારોને નિર્ધારિત સમય મર્યાદામાં રિડમ્પ્શનની વિનંતી આપવી જરૂરી હતી.
રૂ. 4,727થી રૂ. 12,612 સુધી પહોંચ્યા ભાવ
એસજીબી 2021-22 સિરિઝ-1નો ઈશ્યુ પ્રાઈસ રૂ. 4,777 પ્રતિ ગ્રામ હતો. જોકે, ઓનલાઈન અરજી કરવા અને ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ રૂ. 50ની છૂટ મળી હતી. આ પ્રકારે તેમના માટે અસરકારક ખરીદ કિંમત રૂ. 4,727 પ્રતિ ગ્રામ રહી. હવે આરબીઆઈએ આ સિરિઝનો સમય પહેલા રિડમ્પ્શન ભાવ રૂ. 12,612 પ્રતિ યુનિટ નક્કી કર્યો છે.
ઓનલાઈન રોકાણકારોને પ્રતિ ગ્રામ રૂ. 7,885નો ફાયદો થશે. પ્રારંભિક રોકાણની સરખામણીમાં તે અંદાજે 166.81 ટકાનું રિટર્ન છે. બીજીબાજુ રૂ. 4,777ની સામાન્ય ઈશ્યુ પ્રાઈસ પર રોકાણ કરનારાનું રિટર્ન અંદાજે 164.02 ટકા થાય છે. આ બંને ગણતરી માત્ર સોનાના ભાવમાં વધારાથી થયેલા લાભ પર આધારિત છે. તેમાં વ્યાજની કમાણી સામેલ નથી.
રૂ. 1 લાખના રોકાણ પર કેટલો નફો?
કોઈ રોકાણકારે ઓનલાઈન માધ્યમથી આ ગોલ્ડ બોન્ડમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો રૂ. 4,727 પ્રતિ ગ્રામના ભાવે તેને અંદાજે 21.15 ગ્રામ ગોલ્ડ બોન્ડ યુનિટ મળ્યા હશે. હવે રૂ. 12,612 પ્રતિ યુનિટના રિડમ્પ્શન ભાવના હિસાબે તેમની રોકાણ કિંમત અંદાજે રૂ. 2,66,808 થઈ જશે. એટલે કે રૂ. 1 લાખના પ્રારંભિક રોકાણ પર અંદાજે રૂ. 1,66,808નો ફાયદો થશે. આ ગણતરી વ્યાજ અને ટેક્સનો સમાવેશ કર્યા વિના કરાઈ છે. ગોલ્ડ બોન્ડ પર મળનારું વ્યાજ રોકાણકારોની વધારાની કમાણી છે.
ગોલ્ડ બોન્ડના રિડમ્પ્શનનો ભાવ
સોવરેન ગોલ્ડ બોન્ડના રિડમ્પ્શનો ભાવ સોનાના બજાર ભાવ સાથે જોડાયેલો હોય છે. RBIના નિયમો મુજબ 999 શુદ્ધતાવાળા સોનાના છેલ્લા ત્રણ કારોબારી દિવસના બંધ ભાવની સાધારણ સરેરાશ કાઢીને રિડમ્પ્શન કિંમત નક્કી કરાય છે. આ ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પ્રકાશિત કરે છે.
SGB 2021-22 સિરિઝ-1 માટે 19 નવેમ્બર, 20 નવેમ્બર અને 23 નવેમ્બર 2026ના સોનાના બંધ ભાવને આધાર બનાવાયા. આ ત્રણ દિવસની સરેરાશના આધારે 25 નવેમ્બર માટે રિડમ્પશન કિંમત રૂ. 12,612 પ્રતિ યુનિટ નક્કી કરાઈ છે.

5 વર્ષ પછી મળે છે સમય પહેલા નાણાં કાઢવાનો વિકલ્પ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારાને 8 વર્ષની પાકતી મુદત પહેલા પણ નાણાં કાઢવાનો વિકલ્પ મળે છે.જોકે, તેના માટે 5 વર્ષનો સમય પૂરો થવો જરૂરી છે. RBIના નિયમો મુજબ બોન્ડ જારી થયાની તારીખથી 5 વર્ષ પૂરા થયા બાદ જ સમય પહેલા રિડમ્પશનની સુવિધા મળે છે. આ સુવિધા વ્યાજ ચૂકવણીની નિર્ધારિત તારીખપર ઉપલબ્ધ હોય છે.
SGB 2021-22 સિરિઝ-1ને 25 મે 2021ના રોજ જારી કરાયા હતા. આ દૃષ્ટિએ તેના પરનું રોકાણ હવે સમય પહેલા રિડમ્પશનને પાત્ર છે. RBIના રિડમ્પશન કેલેન્ડર મુજબ આ સિરિઝ માટે અરજીની મુદત 23 ઓક્ટોબરથી 16 નવેમ્બર 2026 સુધી હતી. તેથી 25 નવેમ્બરે પેમેન્ટ એવા રોકાણકારોને જ મળશે જેમણે નિશ્ચિત સમયમાં રિડમ્પશનની વિનંતી આપી છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે?
સોવરેન ગોલ્ડ બોન્ડ કેન્દ્ર સરકાર તરફથી જારી કરાતી સિક્યોરિટી છે. તેનો ભાવ સોનાના ગ્રામના આધારે નક્કી કરાય છે. તેને ફિઝિકલ ગોલ્ડ ખરીદવા અને રાખવાના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ બોન્ડને ભારતીય રિઝર્વ બેન્ક કેન્દ્ર સરકાર તરફથી જારી કરે છે. રોકાણકાર ઈશ્યુ સમયે નિર્ધારિત કિંમત ચૂકવીને તેમાં રોકાણ કરી શકે છે. મેચ્યોરિટી અથવા પાત્રતા મુજબ સમય પહેલા રિડમ્પશન પર તેમણે સોનાના વર્તમાન ભાવના આધારે ચૂકવણી કરવામાં આવે છે.
ગોલ્ડ બોન્ડ પર કેટલું વ્યાજ મળે છે?
સોવરેન ગોલ્ડ બોન્ડની વિશેષતા એ છે કે તેમાં સોનાના ભાવ વધવાથી થનારા લાભની સાથે નિશ્ચિત વ્યાજ પણ મળે છે. આ બોન્ડ પર પ્રારંભિક રોકાણ રકમના આધારે વાર્ષિક 2.50 ટકાનું નિશ્ચિત વ્યાજદર મળે છે. આ વ્યાજ પ્રત્યેક 6 મહિનામાં રોકાણકારના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, નાણાકીય વર્ષ 2015-16માં જારી કેટલાક ગોલ્ડ બોન્ડ પર વાર્ષિક 2.75 ટકા વ્યાજ અપાયું હતું.
ગોલ્ડ બોન્ડના નફા પર કેટલો ટેક્સ લાગે?
ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરતા પહેલા તેની સાથે જોડાયેલા ટેક્સ નિયમો પણ સમજવા જરૂરી છે. 8 વર્ષની નિર્ધારિત પાકતી મુદત પર ગોલ્ડ બોન્ડને કેશ કરાનારો મૂડી લાભ ટેક્સ ફ્રી હોય છે. જોકે, પાકતી મુદત પહેલા રિડમ્પશન કરાવવા અથવા સેકન્ડરી બજારમાં ગોલ્ડ બોન્ડ વેચવા પર થનારા નફા પર લાગુ શોર્ટ ટર્મ અથવા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ નિયમો મુજબ ટેક્સ આપવો પડી શકે છે. તેના માટે રોકાણકારોએ રિડમ્પશનનો નિર્ણય કરતી વખતે મળનારા કુલ નાણાંની સાથે ટેક્સ ચૂકવણીની બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Sovereign Gold Bond: ગોલ્ડ બોન્ડે સર્જ્યો 164% મૂડીલાભ! વહેલા ઉપાડ પહેલાં જાણો કરમુક્તિનો નિયમ

મ્યુચ્યુઅલ ફંડ SIP માટે મહિનાની કઈ તારીખ સૌથી બેસ્ટ? 28 વર્ષના ડેટાના અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની તક: આગામી સપ્તાહે ખુલશે 3 નવા NFO, માત્ર ₹1,000 થી શરૂ કરી શકાશે રોકાણ

નિવૃત્તિ બાદ PFમાંથી દર મહિને મળશે પૈસા, EPFOની નવી યોજનાના 6 મોટા ફાયદા

Gold ETFમાં રોકાણનો નવો રેકોર્ડ, 10 મહિનામાં ₹49,399 કરોડ ઠલવાયા

ઓડિટેડ રિટર્ન ફાઇલ ભરવાની 21 નવેમ્બર અંતિમ તારીખ,ચૂક્યા તો દંડ થશે

પોસ્ટ ઓફિસમાં ખાતું છે? ₹500થી ઓછું બેલેન્સ હશે તો લાગશે ચાર્જ, TDS સહિત 6 નવા નિયમો





