પહેલી ડિસેમ્બરથી SBI ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે! પેટ્રોલ-ડીઝલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પર લાગશે વધારાનો ચાર્જ
SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે સમાચાર છે. પહેલી ડિસેમ્બર, 2026થી કાર્ડ દ્વારા કરવામાં આવતા કેટલાક મોટા ટ્રાન્સપોર્ટેશન અને પેટ્રોલ-ડીઝલના વ્યવહારો પર વધારાનો 1 ટકા ચાર્જ લાગશે.

SBI Credit Card Rule Change: ડિસેમ્બરની શરૂઆત સાથે SBI ક્રેડિટ કાર્ડધારકોના કેટલાક વ્યવહારો મોંઘા થવાના છે. કંપનીએ ટ્રાન્સપોર્ટેશન અને ફ્યુઅલ સંબંધિત મોટા ખર્ચ પર નવા ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો પહેલી ડિસેમ્બર, 2026થી અમલમાં આવશે.
ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર કેટલો ચાર્જ?
નવા નિયમ મુજબ, SBI ક્રેડિટ કાર્ડથી ₹30,000થી વધુનો એક પાત્ર ટ્રાન્સપોર્ટેશન વ્યવહાર કરવામાં આવશે તો તેની સંપૂર્ણ રકમ પર 1 ટકા ફી લાગશે. ઉદાહરણ તરીકે, ₹35,000ની ચુકવણી પર 350 રૂપિયા અને 50,000 રૂપિયાની ચુકવણી પર 500 રૂપિયા વધારાનો ચાર્જ લાગશે. આ નિયમ MCC 4111, 4784 અને 4131 હેઠળ આવતા વ્યવહારો માટે છે. અહીં દરેક વ્યવહારની રકમ અલગથી ગણવામાં આવશે.
પેટ્રોલ-ડીઝલના ખર્ચ પર નવો નિયમ
ફ્યુઅલ માટેની શરતો અલગ છે. એક બિલિંગ સાયકલમાં પાત્ર પેટ્રોલ-ડીઝલ વ્યવહારોનો કુલ ખર્ચ 50,000 રૂપિયાથી વધુ થાય તો સંપૂર્ણ રકમ પર 1 ટકા ચાર્જ લાગશે. એટલે કે, બિલિંગ સાયકલમાં 55,000 રૂપિયાનો ફ્યુઅલ ખર્ચ થાય તો 550 રૂપિયા વધારાની ફી ચૂકવવી પડશે. આ નિયમ પેટ્રોલ પંપ અને સંબંધિત ફ્યુઅલ વ્યવહારોના MCC 5172, 5541, 5542 તથા 5983 માટે લાગુ પડશે.
ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?
SBI કાર્ડધારકોએ પોતાના ટ્રાન્સપોર્ટેશન વ્યવહારો અને બિલિંગ સાયકલ દરમિયાન થતા ફ્યુઅલ ખર્ચ પર નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને 50,000 રૂપિયાની મર્યાદા ઓળંગ્યા પછી માત્ર વધારાની રકમ પર નહીં, પરંતુ સંપૂર્ણ પાત્ર ફ્યુઅલ ખર્ચ પર ચાર્જ લાગશે. નોંધનિય છે કે, પહેલી ડિસેમ્બરથી લાગુ થનારા નિયમોને કારણે મોટા વ્યવહારો કરતા SBI ક્રેડિટ કાર્ડધારકોનું બિલ વધી શકે છે.
આ પણ વાંચો: ખરીફ પાક પર હવામાનનો માર! ચોખા, મકાઈ અને કઠોળનું ઉત્પાદન ઘટવાની ધારણા, શું વધશે મોંઘવારી?
Also Read

SIPનો હપ્તો બાઉન્સ થયો? જાણો CIBIL સ્કોર પર શું થશે અસર અને કેટલો લાગી શકે છે દંડ

PF ખાતાધારકો માટે મોટા સમાચાર! EPFOના આ 4 ફેરફારોથી બદલાઈ જશે પૈસા ઉપાડવાની પદ્ધતિ

હેલ્થ ઈન્સ્યોરન્સ લેતા પહેલા સાવધાન! માત્ર ઓછું પ્રીમિયમ નહીં, આ 12 મહત્વની બાબતો ખાસ તપાસો

એક જ ફંડમાં ઇક્વિટી અને ડેટનો ડબલ વિકલ્પ! બરોડા BNP પરિબાસનો નવો NFO ખુલ્યો

મિત્ર કે સંબંધીની લોનમાં ગેરંટર બનતા પહેલા સાવધાન! EMI નહીં ભરાય તો તમને થશે આ 5 મોટા નુકસાન

PF Transfer Rules: નોકરી બદલતા પહેલાં PFને લઈને ન કરતા આ 5 ભૂલો

પત્ની સાથે પોસ્ટ ઓફિસની આ ખાસ સ્કીમમાં ખાતું ખોલાવો, દર મહિને મળશે ₹9,250ની પાક્કી આવક!




