KuberaNowLogo
Sunday, 01/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Binance પર $6.3 અબજની હેકિંગ બાદ $6 અબજની ભરપાઈ, હેંકિગ પાછળ North Koreaનો હાથ હોવાની શંકા

વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binanceએ $6.3 અબજની હેકિંગમાં ચોરાયેલી રકમમાંથી લગભગ $6 અબજની ભરપાઈ કરી દીધી છે. કંપનીએ SAFU ફંડ, ફ્યુચર ઈન્સ્યોરન્સ ફંડ અને પોતાની ટ્રેઝરીમાંથી રકમ વાપરીને રિપ્લેસમેન્ટ ટોકન્સ ખરીદ્યા છે. બાકી રહેલી રકમ ઓછી લિક્વિડ એસેટ્સ સાથે જોડાયેલી હોવાથી તેની ભરપાઈમાં વધુ સમય લાગી શકે છે.

kuberanow deskPublished On : 1 Nov 2026
BINANCE

વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binanceએ જણાવ્યું છે કે તેના પ્લેટફોર્મ પરથી હેકિંગમાં ચોરાયેલી $6.3 અબજની રકમમાંથી લગભગ $6 અબજની ભરપાઈ કરી દેવામાં આવી છે. કંપનીએ રિપ્લેસમેન્ટ ટોકન્સ ખરીદવા માટે પોતાના ફંડનો ઉપયોગ કર્યો છે. Binanceએ અગાઉ જણાવ્યું હતું કે ચોરાયેલી રકમમાંથી આશરે 90% એસેટ્સ ફરી ભરવામાં આવ્યા છે.


બાકી રકમ 10%થી પણ ઓછી

Binanceના જણાવ્યા મુજબ બાકી રહેલી રકમ હવે કુલ નુકસાનના 10%થી પણ ઓછી છે. આ રકમ એવી એસેટ્સમાં છે જે બજારમાં ઓછી લિક્વિડ છે. એટલે જરૂરી માત્રામાં તે એસેટ્સ ખરીદવામાં વધુ સમય લાગી શકે છે.


FBIએ નોર્થ કોરિયાના જૂથને જવાબદાર ગણાવ્યું

અમેરિકાની Federal Bureau of Investigation એટલે કે FBIએ આ હુમલા પાછળ North Korea સાથે જોડાયેલા TraderTraitor નામના state-sponsored unitને જવાબદાર ગણાવ્યો છે. FBIના જણાવ્યા મુજબ આ જૂથના સભ્યો ચોરાયેલી એસેટ્સને Ethereumમાં ફેરવતા જોવા મળ્યા હતા. એજન્સીએ વધુ laundering થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. North Korea લાંબા સમયથી રાજ્ય સાથે જોડાયેલા cyber units દ્વારા નાણાકીય ચોરી અથવા espionage કરવાના આરોપોને નકારતું આવ્યું છે.


લગભગ $3 અબજની એસેટ્સ શોધાઈ

Binance ઉદ્યોગના અન્ય ભાગીદારો સાથે મળીને અસરગ્રસ્ત એસેટ્સને freeze કરવાની કામગીરી પણ કરી રહ્યું છે. શુક્રવાર સુધીમાં લગભગ $3 અબજની એસેટ્સ locate કરવામાં આવી હતી. કંપની સતત કહેતી આવી છે કે હેકિંગથી થયેલા નાણાકીય નુકસાનનો બોજ ગ્રાહકો પર મૂકવામાં નહીં આવે અને તેની જવાબદારી કંપની પોતે ઉઠાવશે.


આ પણ વાંચો: Cylinder Price Hike: કોમર્શિયલ LPGનો ભાવ ₹10 વધ્યો, ATFમાં ₹1.37 પ્રતિ લિટર વધારો


SAFU અને ઈન્સ્યોરન્સ ફંડમાંથી રકમ વપરાઈ

ચોરાયેલી એસેટ્સની ભરપાઈ માટે Binanceએ તેના Secure Asset Fund for Users એટલે કે SAFUમાંથી પણ રકમ વાપરી છે. SAFU લગભગ $1 અબજનું Bitcoin reserve છે, જે ગ્રાહકોને security breach જેવી પરિસ્થિતિમાં સુરક્ષા આપવા માટે રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત Futures Insurance Fund અને કંપનીની corporate treasuryમાંથી પણ રકમ લેવામાં આવી છે. Co-CEO Yi Heએ જણાવ્યું કે SAFU ફંડનો લગભગ 50% ભાગ વાપરવામાં આવશે. કંપનીએ આ ફંડ ફરી લગભગ $1 અબજના સ્તરે લાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.


Withdrawals તાત્કાલિક રોકાયા હતા

હેકિંગ બાદ Binanceએ ગ્રાહકો માટે withdrawals રોકી દીધા હતા. કંપનીએ જણાવ્યું હતું કે રવિવારે withdrawals ફરી શરૂ કરવાની તૈયારી હતી, જોકે રવિવારે 02:50 GMT સુધી withdrawals શરૂ થયા નહોતા. Co-CEO Richard Tengએ આ હેકિંગને “complex attack” ગણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ હુમલામાં compromised laptop અને malicious softwareનો ઉપયોગ થયો હતો, જે પોતાની activityના પુરાવા delete કરવા માટે બનાવવામાં આવ્યું હતું.


$6.34 અબજની રકમ અલગ રાખી

Binanceએ જણાવ્યું કે તેણે નુકસાનની ભરપાઈ માટે પોતાની અંદરની લગભગ $6.34 અબજની રકમ અલગ રાખી છે. કંપનીએ 31 ઑક્ટોબર, 0000 GMTના સમયના પ્લેટફોર્મ પર રહેલી એસેટ્સનો નવો snapshot પણ લીધો છે, જે proof-of-reserves પ્રક્રિયાનો ભાગ છે. BTC, ETH, USDT, BNB, SOL, USDC, XRP, USD1, RLUSD અને ZEC ધરાવતા ગ્રાહકો સંપૂર્ણ proof ઉપલબ્ધ થયા બાદ ચકાસી શકશે કે તેમની એસેટ્સ ઓછામાં ઓછા 1:1 backing ratioથી સપોર્ટેડ છે.


આ પણ જુઓ


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

China Minrals.png

China Mineral Discovery : ચીનને મળ્યો ખનિજોનો ખજાનો, સોનું-નિકલથી રેનિયમ સુધીના રિઝર્વ વધ્યા

Nasdaq.png

Intelના શૅરમાં 28%નો કડાકો, Nvidia-AMD પણ તૂટ્યા; શું અમેરિકામાં AIનો ફુગ્ગો ફૂટ્યો?

Meta Style Sketch AI

આજે શું પહેરવું? Metaની Style Sketch એપ તમારા જ કપડાંમાંથી AIથી સૂચવશે નવા લુક

Google

Alphabet Inc. ના શેરમાં 13 ટકાનો કડાકો, ગૂગલની પેરેન્ટ કંપનીના શેરમાં પાંચ મિનિટમાં 500 અબજ ડોલરથી વધુ મૂલ્ય સાફ

Binance security breach

Binanceમાં સાયબર હુમલો! $3 બિલિયનની સંપત્તિ ફ્રીઝ, કંપની ભરપાઈ કરશે નુકસાન

vibrant gujarat.

ગુજરાત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઉદ્યોગ અને ટેક્નોલોજી સહયોગ વધારવા સિડનીમાં મહત્વપૂર્ણ બેઠક

CLAUDE IPO

Anthropic IPO લાવવાની તૈયારીમાં, અમેરિકી SEC સમક્ષ IPO માટે કરી અરજી

Joyalukkas Guinness pic

એક જોડી ઝુમકા અને 2 વર્લ્ડ રેકોર્ડ! રૂ. 17 કરોડના 16.5 કિલો સોનાથી થયો કમાલ