KuberaNowLogo
Sunday, 06/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

iBRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે

12-13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારા iBRICS Summitમાં 500થી વધુ સંસ્થાગત રોકાણકારો, Pension Funds અને Family Offices ભાગ લેશે. આ સંસ્થાઓ મળીને $1 ટ્રિલિયનથી વધુની સંપત્તિનું સંચાલન કરે છે.

KuberaNow
desk@kuberanow5 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
brazil
iBRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુની ભાગીદારીAI GENERATED IMAGE

ભારતની BRICS અધ્યક્ષતા દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા iBRICS Summit 2026માં 500થી વધુ સંસ્થાગત રોકાણકારો, Pension Funds અને Family Offices જોડાશે. આયોજકોના જણાવ્યા મુજબ આ સંસ્થાઓ મળીને $1 ટ્રિલિયનથી વધુની સંપત્તિનું સંચાલન કરે છે. બેઠક 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારા 18મા BRICS Summit સાથે જોડાયેલા એક અલગ રોકાણ મંચ તરીકે યોજાશે. હત્વનું એ છે કે $1 ટ્રિલિયન કોઈ જાહેર કરાયેલ રોકાણ પ્રતિબદ્ધતા નથી. આ રકમ ભાગ લેનારી સંસ્થાઓ દ્વારા સંચાલિત કુલ સંપત્તિ દર્શાવે છે.


21 સભ્ય અને ભાગીદાર દેશોમાં પ્રોજેક્ટ્સ પર નજર

Sovereign Wealth Fund Instituteના જણાવ્યા મુજબ iBRICSનો હેતુ BRICSના 21 સભ્ય અને ભાગીદાર દેશોમાં Infrastructure, Energy અને Digital Capacity સંબંધિત રોકાણલાયક પ્રોજેક્ટ્સને વૈશ્વિક મૂડી સાથે જોડવાનો છે. વા પ્રોજેક્ટ્સમાં મોટા Sovereign Funds અને અન્ય લાંબા ગાળાના રોકાણકારોને જોડવાની સંભાવનાઓ પર ચર્ચા થશે.


Dollar સિવાયની ચુકવણી વ્યવસ્થા પર પણ ચર્ચા

બેઠકમાં BRICS અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર અને રોકાણ માટે Dollar સિવાયની ચુકવણી વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા થવાની છે. WFIના જણાવ્યા મુજબ બદલાતી વૈશ્વિક વેપાર પરિસ્થિતિ, ટેરિફ અને પરંપરાગત નાણાકીય માર્ગો પર વધતા દબાણને કારણે વૈકલ્પિક ચુકવણી અને મૂડી પ્રવાહ વ્યવસ્થાઓ પર ધ્યાન વધી રહ્યું છે.


UPI અને Brazilના Pixને જોડવાની સંભાવના

Summitમાં ભારતના UPI અને Brazilના Pix જેવા ઝડપી રાષ્ટ્રીય ચુકવણી નેટવર્કને પરસ્પર જોડવાની શક્યતાઓ પર ચર્ચા થશે. ઉપરાંત વિવિધ દેશોની Central Bank Digital Currencies (CBDC) વચ્ચે પરસ્પર સુસંગતતા વિકસાવી શકાય કે નહીં તે મુદ્દો પણ ચર્ચામાં રહેશે. આવી વ્યવસ્થા ભવિષ્યમાં અમલમાં આવે તો BRICS દેશો વચ્ચે સરહદપાર ચુકવણી વધુ ઝડપી અને સરળ બની શકે છે. જોકે હાલ આ મુદ્દાઓ ચર્ચાના તબક્કામાં છે.


12-13 સપ્ટેમ્બરે BRICS Summit

18મું BRICS Summit 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે.BRICS Summitનો ઉદ્દેશ આ મોટા રાજદ્વારી મંચની સાથે વૈશ્વિક સંસ્થાગત મૂડીને BRICS દેશોના Infrastructure, Energy અને Digital Development સાથે જોડવા માટે અલગ રોકાણ પ્લેટફોર્મ ઊભું કરવાનો છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: Coal Gasificationને વેગ: ₹37,500 કરોડની યોજના માટે NTPC અને TFLની એન્ટ્રી

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. CAS પર SEBIની સમીક્ષા: એક મહિનામાં શું બદલાયું? સેબી શા માટે કન્સલ્ટેશન પેપર લાવશે?
  2. ભારત-EUના નાણાકીય સંબંધો મજબૂત થશે: SEBI અને ESMA વચ્ચે થયા મહત્ત્વપૂર્ણ કરાર
  3. આખરે NSE IPO માટે SEBIની મંજૂરી, હવે લિસ્ટિંગની તારીખ પર સૌની નજર
  4. NSEના શેરનું સેલ્ફ લિસ્ટિંગ નહીં થઈ શકે, BSEનો શેર 4.5 ટકા વધ્યો

Economy

See more
  1. iBRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
  2. ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
  3. 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો
  4. ગ્રાહકો સાથે અન્યાય નહીં ચાલે: RBIએ CIBIL સહિત ક્રેડિટ બ્યુરો અને NBFCsને ફટકાર્યો ₹45.32 લાખનો દંડ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો
  2. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  3. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  4. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM