ભારત-ઇઝરાયલ વચ્ચે ₹1,976 કરોડની ડિફેન્સ ડીલ, બરાક મિસાઇલ સિસ્ટમ બનશે વધુ શક્તિશાળી
ભારતે પોતાની નૌસેનાની હવાઈ સુરક્ષા મજબૂત બનાવવા ઇઝરાયલ સાથે 1,976.40 કરોડ રૂપિયાનો સંરક્ષણ કરાર કર્યો છે. જેમાં ભારતીય યુદ્ધજહાજો પર તૈનાત બરાક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના હાર્ડવેર અને સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવશે.

India Israel Defence Deal: ભારતીય નૌસેનાની તાકાત વધારવા માટે કેન્દ્ર સરકારે ઇઝરાયલ સાથે સંરક્ષણ કરાર કર્યો છે. રક્ષા મંત્રાલયે ઇઝરાયલની કંપની Israel Aerospace Industries (IAI) સાથે 1,976.40 કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ કરી છે. જેમાં ભારતીય નૌસેનાના યુદ્ધજહાજો પર તૈનાત બરાક પોઇન્ટ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને આધુનિક બનાવવામાં આવશે. તેનાથી સમુદ્રમાં તહેનાત ભારતીય યુદ્ધજહાજોની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે.
18મી નવેમ્બરે નવી દિલ્હીમાં કરાર પર હસ્તાક્ષર
ભારતીય રક્ષા મંત્રાલયના જણાવ્યાનુસાર, 18મી નવેમ્બર, 2026ના રોજ નવી દિલ્હીમાં ઇઝરાયલ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ પણ હાજર રહ્યા હતા. આ કરાર Other Capital Procurement Procedure હેઠળ કરવામાં આવ્યો છે.તેનો મુખ્ય હેતુ નૌસેનાની હાલની મિસાઇલ સિસ્ટમને અપગ્રેડ કરવાનો અને જૂની થઈ રહેલી ટેકનોલોજી સંબંધિત સમસ્યાઓ દૂર કરવાનો છે.
બરાક મિસાઇલ સિસ્ટમ શું છે અને કેવી રીતે કામ કરે છે?
બરાક પોઇન્ટ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ યુદ્ધજહાજોની હવાઈ સુરક્ષા માટે ઉપયોગમાં લેવાય છે. સમુદ્રમાં તહેનાત યુદ્ધજહાજ તરફ દુશ્મનની મિસાઇલ અથવા અન્ય હવાઈ ખતરો આગળ વધે ત્યારે આ સિસ્ટમ તેને અટકાવવામાં મદદ કરે છે. સરળ ભાષામાં કહીએ તો, બરાક સિસ્ટમ ભારતીય યુદ્ધજહાજો માટે હવાઈ સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.
હાર્ડવેર અને સોફ્ટવેરમાં થશે મોટા ફેરફાર
નવા કરાર હેઠળ બરાક મિસાઇલ સિસ્ટમના હાર્ડવેર અને સોફ્ટવેરને વ્યાપક રીતે અપગ્રેડ કરવામાં આવશે. જૂના થઈ રહેલા ટેકનિકલ સાધનોની સમસ્યા દૂર કરવા સાથે સિસ્ટમની કાર્યક્ષમતા વધારવામાં આવશે. રક્ષા મંત્રાલયના જણાવ્યાનુસાર, આ સુધારાથી મિસાઇલ સિસ્ટમની વિશેષતાઓ અને અસરકારક હવાઈ સંરક્ષણ ક્ષમતામાં વધારો થશે.
દુશ્મનની મિસાઇલો સામે સુરક્ષા વધુ મજબૂત બનશે
ભારતીય નૌસેનાના યુદ્ધજહાજો માટે હવાઈ હુમલા સામે રક્ષણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બરાક સિસ્ટમના અપગ્રેડથી દુશ્મનની મિસાઇલો અને અન્ય હવાઈ ખતરાઓ સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી કરવામાં મદદ મળશે. આ સુધારાનો હેતુ યુદ્ધજહાજોની સુરક્ષા વધારવાનો અને હાલની મિસાઇલ સિસ્ટમને વધુ આધુનિક બનાવવાનો છે.
ભારત-ઇઝરાયેલ સંરક્ષણ સહયોગને વેગ
આ કરાર દ્વારા ભારત અને ઇઝરાયલ વચ્ચેનો સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનશે. ઇઝરાયલની IAI કંપની ભારતીય નૌસેનાની હાલની બરાક સિસ્ટમના ટેકનિકલ અપગ્રેડ માટે જવાબદાર રહેશે.આ કરાર નવી મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે નહીં, પરંતુ હાલની સિસ્ટમના આધુનિકીકરણ માટે કરવામાં આવ્યો છે. અપગ્રેડ બાદ ભારતીય નૌસેનાની યુદ્ધજહાજોને હવાઈ ખતરાઓ સામે સુરક્ષા પૂરી પાડવાની ક્ષમતા વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો: સોનાના ભાવ ઘટ્યા તો સેન્ટ્રલ બેન્કોએ વધારી ખરીદી, રશિયાએ 19 ટન વેચ્યું
Also Read

Anthropic IPO: Claude બનાવતી કંપનીનો રેકોર્ડ IPO, $81.3 અબજ સાથે SpaceXને પાછળ છોડ્યું

COP31માં ભારતની મહત્ત્વની પહેલ: LeadIT 3.0ના ત્રીજા તબક્કાની શરૂઆત, ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા નવી યોજના

અમેરિકા પર નવી મુશ્કેલી! Microsoft Outage અને ફ્લાઈટ બાદ હવે બેન્કિંગ સેવાઓમાં ખામી

IMAX પર ‘The Odyssey’નો જાદુ! આવકમાં 64%નો ઉછાળો, કંપનીએ નોંધાવ્યાં ઐતિહાસિક પરિણામો

SpaceXના Starshipએ રચ્યો નવો ઇતિહાસ, 22 કલાકની ઉડાન બાદ લોન્ચ ટાવર પર સફળ વાપસી

Nvidiaમાં Jensen Huangની વાપસી માટે જનસમર્થન, 80 હજારથી વધુ લોકોએ કરી સહી

OpenAI નું 'ChatGPT Wallet' ફીચર, હવે AI એજન્ટ કરશે તમારા માટે ઓનલાઈન ખરીદી




