SpaceXના Starshipએ રચ્યો નવો ઇતિહાસ, 22 કલાકની ઉડાન બાદ લોન્ચ ટાવર પર સફળ વાપસી
SpaceXના Starshipએ તેની 15મી ટેસ્ટ ફ્લાઇટમાં મહત્વની સિદ્ધિ મેળવી છે. લગભગ 22.5 કલાકની મિશન બાદ Starship પૃથ્વીની 14 પરિક્રમા પૂર્ણ કરીને ટેક્સાસના એ જ લોન્ચ ટાવર પર પાછું ફર્યું, જ્યાંથી તે એક દિવસ પહેલાં ઉડ્યું હતું. લોન્ચ ટાવરની વિશાળ મેકેનિકલ આર્મ્સ Starshipને સફળતાપૂર્વક પકડી લીધું. સંપૂર્ણપણે ફરી વાપરી શકાય તેવી રોકેટ સિસ્ટમ બનાવવાના Elon Muskના લાંબા ગાળાના લક્ષ્ય માટે આ ટેસ્ટને મોટી સફળતા માનવામાં આવી રહી છે.

SpaceXએ Starshipની 15મી ટેસ્ટ ફ્લાઇટમાં પહેલીવાર અપર સ્ટેજને ઓરબિટમાંથી સીધું પોતાના લોન્ચ સાઈટ પર પાછું લાવી સફળતાપૂર્વક કેચ કર્યું છે. Starshipએ લગભગ 22 કલાક 32 મિનિટની મુસાફરીમાં પૃથ્વીની 14 પરિક્રમા પૂર્ણ કરી હતી અને ત્યારબાદ વાતાવરણમાં ફરી પ્રવેશ કરીને એન્જિન કન્ટ્રોલ ડિસેન્ટ મારફતે Starbase, Texas ખાતે પાછું ફર્યું.
લોન્ચ થયેલા સ્થળે જ પાછું ફર્યું Starship
Starship શુક્રવારે SpaceXના Starbase facility પરથી લોન્ચ થયું હતું. શનિવારે તે લગભગ 260 કિલોમીટરની ઊંચાઈએ ઓર્બિટમાં ફર્યા બાદ પૃથ્વીના વાતાવરણમાં પાછું પ્રવેશ્યું. વાપસી દરમિયાન Starship લગભગ 17,000 માઇલ પ્રતિ કલાકની ઝડપથી વાતાવરણમાં પ્રવેશ્યું, ત્યારબાદ એન્જિન ફરી શરૂ કરીને પોતાને વર્ટિકલ સ્થિતિમાં લાવ્યું અને ધીમે ધીમે લોન્ચ ટાવર તરફ ઉતર્યું. અંતે ટાવરની મેકેનિકલ આર્મે તેને સફળતાપૂર્વક પકડી લીધું. આ સફળતા ખાસ છે કારણ કે વર્ટિરલ લોન્ચ સ્પેસક્રાફ્ટ પહેલીવાર ઓર્બિટમાં જઈને એ જ લોન્ચ સાઈટ પર પાછું આવ્યું અને ટાવર કેચ સિસ્ટમ દ્વારા પકડાયું.
15મી ફ્લાઇટ બની અત્યાર સુધીની સૌથી લાંબી
2023થી શરૂ થયેલી Starship ટેસ્ટ પ્રોગ્રામમાં આ 15મી ફ્લાઇટ હતી અને અત્યાર સુધીની સૌથી લાંબી મિશન પણ બની. સપ્ટેમ્બરમાં થયેલી 14મી ટેસ્ટ ફ્લાઇટ લગભગ ત્રણ કલાક ચાલી હતી અને તે દરમિયાન Starship પહેલીવાર ઓર્બિટ સુધી પહોંચ્યું હતું. આ વખતે મિશન લગભગ 22.5 કલાક ચાલ્યું અને 14 orbit પૂર્ણ થઈ.
26 Starlink satellites પણ છોડ્યા
આ ટેસ્ટ માત્ર રોકેટ રિકવરી માટે જ નહોતો. Starshipએ ઓર્બિટમાં પહોંચ્યા બાદ 26 Starlink સેટેલાઈટ પણ ડિપ્લોય કર્યા હતા. આથી SpaceXએ કોમર્શિયલ સેટેલાઈટ મિશન અને ફુલ્લી રિયૂઝેબલ રોકેટના મોટા ટેસ્ટને એકસાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
Super Heavy booster પાછું ન આવી શક્યું
મિશનમાં બધું સફળ રહ્યું નહોતું. Starshipને સ્પેસ સુધી પહોંચાડનાર સુપર હેવી બુસ્ટરને લોન્ચના લગભગ 10 મિનિટ બાદ પ્લાન રિટર્ન કરી શક્યું નહોતું. નેવિગેશન સમસ્યાને કારણે બુસ્ટર લોન્ચ પેડ તરફ પાછું આવવાને બદલે Gulf of Mexico તરફ ડાયવર્ટ થયું અને પાણીની નજીક વિસ્ફોટ ફાટી ગયું હતું. તેના કારણે SpaceXનું Starship અને બુસ્ટર બંનેને એક જ મિશનમાં રિકવરી કરવાનો પ્લાન સફળ થઈ શક્યો નહીં.
આ પણ વાંચો: FIIs Inflow: બજારમાં ફરી વિદેશી પૈસાનો વરસાદ, FIIsએ નવેમ્બરમાં ₹84,290 કરોડ ઠાલવ્યા
SpaceX માટે કેમ મહત્વપૂર્ણ છે આ ટેસ્ટ?
Elon Muskનું Starship માટેનું મુખ્ય લક્ષ્ય સંપૂર્ણપણે રિયૂઝેબલ રોકેટ સિસ્ટમ બનાવવાનું છે. હાલ SpaceXનું ફાલ્કન 9 રોકેટ પહેલેથી જ રિયૂઝેબલ ફસ્ટ સ્ટેજનો ઉપયોગ કરે છે, પરંતુ તેનું સેકન્ડ સ્ટેજ દરેક મિશન બાદ સમુદ્રમાં છોડવામાં આવે છે. Starshipમાં કંપની બંને સ્ટેજને ફરી વાપરવા માગે છે. જો બંને સ્ટેજ નિયમિત રીતે પાછા મેળવી શકાય તો લોન્ચ કોસ્ટમાં મોટો ઘટાડો થઈ શકે અને મિશન વધુ ઝડપથી ચલાવી શકાય.
Moon અને Mars મિશન માટે પણ Starship મહત્વનું
SpaceX છેલ્લા લગભગ દાયકાથી Starshipનું ડેવલપમેન્ટ કરી રહ્યું છે. Elon Musk તેને ભવિષ્યમાં Starlink satellites, ઓર્બિટ ડેટા સેન્ટર, ચંદ્ર મિશન અને મંગળ મિશન માટે મુખ્ય રોકેટ તરીકે ઉપયોગમાં લેવા માગે છે. NASAએ પણ આર્ટેમિસ કાર્યક્રમ હેઠળ અવકાશયાત્રીઓને ચંદ્ર સુધી લઈ જવા Starship માટે SpaceX સાથે અબજો ડોલરના કોન્ટ્રાક્ટ કર્યા છે. જોકે ચંદ્ર મિશન પહેલાં SpaceXને ઓર્બિટમાં ફ્યૂલ ટ્રાન્સફર અને હિટ શીલ્ડ જેવી કેટલીક મહત્વની ટેક્નોલોજી પર હજુ વધુ કામ કરવું પડશે. Starshipની 15મી ટેસ્ટ ફ્લાઇટે ફુલ્લી રિયૂઝેબલ રોકેટ સિસ્ટમ તરફ મોટું પગલું ભર્યું છે. જોકે બંને સ્ટેજને એકસાથે સફળતાપૂર્વક રિકવરી કરવાનું લક્ષ્ય હજુ બાકી છે.
આ પણ જુઓ
Also Read

Nvidiaમાં Jensen Huangની વાપસી માટે જનસમર્થન, 80 હજારથી વધુ લોકોએ કરી સહી

OpenAI નું 'ChatGPT Wallet' ફીચર, હવે AI એજન્ટ કરશે તમારા માટે ઓનલાઈન ખરીદી

Nvidia Ownership: હુઆંગ સૌથી મોટા શેરહોલ્ડર નથી! જાણો BlackRock–Vanguard પાસે કેટલો હિસ્સો

Microsoft Outage : સર્વર ડાઉન થયાના 16 કલાકે પણ કોઈ ઉકેલ નહીં

Gemini 4 Hydrogen: કોડિંગથી Google Search સુધી કામ બનશે ઝડપી, જાણો ફીચર્સ અને કિંમત

Microsoft Outage: ઈમેલથી AI સર્વિસ સુધી અનેક સર્વિસ કલાકોથી ઠપ

Nvidia CEO Resign: જેનસન હુઆંગે આપ્યું રાજીનામું, કોલેટ ક્રેસ બન્યા વચગાળાના CEO, શેરમાં 12%નો કડાકો





