Stocks to Buy: આ 4 શેરમાં 87% સુધીની તેજીના સંકેત, મોતીલાલ ઓસ્વાલ સહિત મોટા બ્રોકરેજિસની સલાહ
જેફરીઝ અને મોતીલાલ ઓસ્વાલ સહિતની ટોચની બ્રોકરેજ કંપનીઓએ હિટાચી એનર્જી, એલજી ઇલેક્ટ્રોનિક્સ, કલ્યાણ જ્વેલર્સ અને ટર્ટલમિન્ટ ફિનટેકમાં રોકાણ કરવાની સલાહ આપી છે.

Stocks to buy: જો તમે શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાવવાની તક શોધી રહ્યા છો, તો હાલમાં બજારમાં કેટલાક એવા શેર છે જે તમને મોટું વળતર આપી શકે છે. તાજેતરમાં જ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ, ટોચની બ્રોકરેજ કંપનીઓએ 4 જેટલી કંપનીઓના શેર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જેફરીઝ, મોતીલાલ ઓસ્વાલ, જેએમ ફાઇનાન્શિયલ, એક્સિસ સિક્યોરિટીઝ અને એમ્બિટ કેપિટલ જેવી દિગ્ગજ બ્રોકરેજ ફર્મ્સે હિટાચી એનર્જી ઇન્ડિયા, એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા, કલ્યાણ જ્વેલર્સ અને ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સના શેર ખરીદવાની સલાહ આપી છે. કંપનીઓના સારા પરિણામો, નવા ઓર્ડર અને ભવિષ્યમાં વધનારી માંગને જોતા આ શેરોમાં 87 ટકા સુધીનો જંગી ઉછાળો આવી શકે છે.
હિટાચી એનર્જી ઇન્ડિયા (Hitachi Energy India)
આ શેર પર ત્રણ મોટી બ્રોકરેજ ફર્મ્સે ભરોસો મુક્યો છે. જેફરીઝે હિટાચી એનર્જીના શેર માટે 45,790 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે તેના હાલના 31,595 રૂપિયાના ભાવથી 45 ટકા વધુ છે. કંપનીનો સપ્ટેમ્બર ક્વાર્ટરનો નફો (EBITDA) ધારણા કરતા 6 ટકા વધુ નોંધાયો છે. મોતીલાલ ઓસ્વાલે આ શેર માટે 35,800 રૂપિયા (13 ટકા ઉછાળો) અને એમ્બિટ કેપિટલે 33,000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. કંપનીને ડેટા સેન્ટર્સ, રિન્યુએબલ એનર્જી અને મજબૂત ઓર્ડર બુકનો સીધો ફાયદો થશે.
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા (LG Electronics India)
કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પર બ્રોકરેજ ફર્મ્સ પોઝિટિવ છે. એક્સિસ સિક્યોરિટીઝે આ શેર માટે 1,965 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે, જે હાલના 1,745.10 રૂપિયાના ભાવથી આશરે 12.6 ટકાની તેજી દર્શાવે છે. જ્યારે જેફરીઝે આ શેર માટે 1,950 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે (આશરે 11.7 ટકાનો ઉછાળો). આવનારા સમયમાં માંગ વધવાથી કંપનીના બિઝનેસમાં સારી એવી વૃદ્ધિ જોવા મળી શકે છે.
કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા (Kalyan Jewellers India)
જ્વેલરી સેક્ટરમાં જાણીતું નામ કલ્યાણ જ્વેલર્સ પણ રોકાણકારોને આકર્ષી રહ્યું છે. જેફરીઝે આ શેરમાં ખરીદીની સલાહ જાળવી રાખીને 900 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે તેના હાલના 697 રૂપિયાના ભાવથી લગભગ 29 ટકા વધુ છે. આ ઉપરાંત, જેએમ ફાઇનાન્શિયલે 796 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે 14 ટકાનો વધારો દર્શાવે છે. લગ્નસરા અને તહેવારોની સિઝનમાં દાગીનાની વધતી માંગને કારણે આ શેર સારું પ્રદર્શન કરી શકે છે.
ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સ (Turtlemint Fintech Solutions)
ફિનટેક સેક્ટરમાં ધૂમ મચાવવા માટે ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સ તૈયાર છે. જેફરીઝ અને મોતીલાલ ઓસ્વાલ બંનેએ આ શેરને 'બાય' રેટિંગ આપ્યું છે. જેફરીઝે આ શેર માટે સૌથી મોટો 120 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે તેના વર્તમાન ભાવ 64.18 રૂપિયા કરતા સીધો 87 ટકાનો જંગી ઉછાળો દર્શાવે છે. જ્યારે મોતીલાલ ઓસ્વાલે 75 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે 17 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
આ પણ વાંચોઃ Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

FIIs Inflow: બજારમાં ફરી વિદેશી પૈસાનો વરસાદ, FIIsએ નવેમ્બરમાં ₹84,290 કરોડ ઠાલવ્યા

Bitcoin Crash: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે વેચવાલી, બિટકોઈન ગગડીને ચાર મહિનાના નીચલા સ્તરે

શુક્રવારે બજારમાં હતી મંદી તો આ શેરમાં કેમ લાગી અપર સર્કિટ

ઘટતા બજારમાં ઓટો એન્સિલરી શેરો કેમ 10 ટકાથી લઈને 17 ટકા સુધી વધ્યા

MCXનો ભાવ વર્ષમાં બમણો, માર્કેટ કેપ એક લાખ કરોડની નજીક પહોંચ્યું

Stocks to Watch: બજાર બંધ થયા બાદ આવ્યા 10 કંપનીઓના Q2 પરિણામ, સોમવારે રાખો નજર

વિક્રમ સંવત 2082માં ગુજરાતની આ કંપનીઓએ વળતર આપવામાં સેન્સેક્સ-નિફ્ટીને પાછળ છોડ્યા





