KuberaNowLogo
Sunday, 15/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

FIIs Inflow: બજારમાં ફરી વિદેશી પૈસાનો વરસાદ, FIIsએ નવેમ્બરમાં ₹84,290 કરોડ ઠાલવ્યા

ભારતીય શેરબજારમાં તરફ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી વધ્યો છે. નવેમ્બરના પહેલા પખવાડિયામાં FPIsએ ભારતીય શેરબજારમાં ₹84,290 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સતત વેચવાલી બાદ નવેમ્બરમાં FPIનો ટ્રેન્ડ સંપૂર્ણપણે બદલાયો છે.

kuberanow deskPublished On : 15 Nov 2026
FPI
નવેમ્બરમાં FIIsનું ₹84,290 કરોડનું રોકાણAI GENERATED

ભારતીય શેરબજારમાં લાંબા સમયથી વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારોનો વિશ્વાસ હવે ભારતીય શેરબજાર તરફ પાછો ફરી રહ્યો છે. વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં ભારતીય શેરબજારમાં ફરી ખરીદી શરૂ કરી છે. ડિપોઝિટરીના આંકડા મુજબ 2 નવેમ્બરથી 13 નવેમ્બર વચ્ચેના નવ ટ્રેડિંગ સેશનમાં FPIએ ભારતીય શેરોમાં ₹84,290 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આ વાપસી ખાસ મહત્વની છે કારણ કે તેના પહેલાં સતત બે મહિના વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં નેટ સેલર રહ્યા હતા. સપ્ટેમ્બરમાં ₹35,861 કરોડ અને ઓક્ટોબરમાં ₹34,843 કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. એટલે માત્ર આ બે મહિનામાં લગભગ ₹70,700 કરોડ ભારતીય શેરબજારમાંથી બહાર ગયા હતા.


માત્ર થોડા દિવસોમાં FPI Inflow ઝડપથી વધ્યો

નવેમ્બરના શરૂઆતના દિવસોમાં જ FPI ખરીદીમાં મોટી તેજી જોવા મળી હતી. 2થી 9 નવેમ્બર વચ્ચેના માત્ર છ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ ₹53,739 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. હવે 13 નવેમ્બર સુધીનો આંકડો વધીને ₹84,290 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે નવેમ્બરના બીજા સપ્તાહમાં પણ વિદેશી રોકાણકારોની ખરીદીની ગતિ મજબૂત રહી છે.


વૈશ્વિક AI Sell-offથી ભારતને ફાયદો

નિષ્ણાતોના મતે FPIના વલણમાં અચાનક આવેલા ફેરફાર પાછળ વૈશ્વિક AI શેરોમાં આવેલી વેચવાલી મહત્વનું કારણ છે. અમેરિકા ઉપરાંત દક્ષિણ કોરિયા, તાઇવાન અને જાપાન જેવા AI સાથે જોડાયેલા બજારોમાં દબાણ વધતાં ભારત જેવા પ્રમાણમાં “Non-AI Trade” ગણાતા બજાર તરફ રોકાણકારોનું ધ્યાન વધ્યું છે.


મજબૂત પરિણામ અને લાર્જ કેપના વેલ્યુએશન પણ આકર્ષણ

ભારતીય કંપનીઓની મજબૂત કમાણી અને લાર્જ કેપ શેરોમાં આકર્ષક વેલ્યુએશન પણ FPIને ફરી ભારતીય બજાર તરફ ખેંચી રહ્યા છે. નવેમ્બરના શરૂઆતના તબક્કામાં વિદેશી રોકાણકારોએ ખાસ કરીને ફાયનાન્સિયલ સર્વિસ, IT, ઓટોમોબાઈલ અને ટેલિકોમ જેવાઇન્ડેક્સ હેવીવેઇટ સેક્ટરમાં ખરીદી વધારી હતી. જોકે આ સેક્ટર વાઈસ વિગતો નવેમ્બરના શરૂઆતના દિવસોના ઉપલબ્ધ આંકડા આધારિત છે અને આખા 2-13 નવેમ્બરના ₹84,290 કરોડના flowનું સંપૂર્ણ સેક્ટર બ્રેકઅપ હજુ અલગ રીતે જોવું જરૂરી છે.


આ પણ વાંચો: CNG Price Hike: ફરી એકવાર વધ્યા CNGના ભાવ, જાણો કેટલા અને ક્યા શહેરમાં?


ક્રૂડના ઘટતા ભાવથી પણ સેન્ટિમેન્ટ સુધર્યું

ભારત મોટાપાયે ક્રૂડ ઓઇલ આયાત કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો ભારતના વેપાર ખાધ, મોંઘવારી અને રૂપિયા માટે સકારાત્મક માનવામાં આવે છે. નવેમ્બરમાં ક્રૂડના નરમ ભાવથી ભારત અંગે FPI સેન્ટિમેન્ટને પણ ટેકો મળ્યો છે.


ડેટ માર્કેટમાં પણ ખરીદી જોવા મળી

નવેમ્બરના શરૂઆતના આંકડા મુજબ FPIએ Fully Accessible Route હેઠળના સરકારી બોન્ડમાં ₹7,759 કરોડનું રોકાણ કર્યું હતું. બીજી તરફ Voluntary Retention Routeમાંથી ₹591 કરોડ અને જનરલ રૂટમાંથી ₹270 કરોડની ચોખ્ખી રકમ બહાર ગઈ હતી. FAR હેઠળના બોન્ડમાં ખરીદી પાછળ રૂપિયા સ્થિર થવો અને ભારતીય સરકારી બોન્ડ તથા US ટિઝરી વચ્ચેના યીલ્ડ ગેપમાં સુધારો પણ કારણ માનવામાં આવ્યો છે.


2026નો કુલ આંકડો હજી દબાણમાં

નવેમ્બરમાં FPIની જોરદાર વાપસી થઈ હોવા છતાં 2026ના સમગ્ર વર્ષની તુલનામાંમાં વિદેશી રોકાણનો ટ્રેન્ડ હજી સંપૂર્ણપણે બદલાયો નથી. 9 નવેમ્બર સુધીના ઉપલબ્ધ ડેટા પ્રમાણે 2026માં ભારતીય શેરોમાં કુલ FPI આઉટફ્લો આશરે ₹2.41 લાખ કરોડ હતો. નવેમ્બરના વધેલા ઈનફ્લોથી આ કુલ આઉટફ્લોમાં ઘટાડો આવશે, પરંતુ આખા વર્ષનો સુધારેલો ચોક્કસ આંકડો નવા ડિપોઝિટરી ડેટા સાથે અપડેટ થશે. હવે બજારની નજર એ પર રહેશે કે નવેમ્બરના બીજા પખવાડિયામાં પણ વિદેશી રોકાણકારોની આ ખરીદી ચાલુ રહે છે કે નહીં. ક્રૂડના ભાવ, વૈશ્વિક AI શેરોની ચાલ, ભારતીય કંપનીઓના પરિણામ અને લાર્જ કેપ શેરોના વેલ્યુએશન આગળ FPIના વલણ માટે મહત્વના રહેશે.



આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Bitcoin

Bitcoin Crash: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે વેચવાલી, બિટકોઈન ગગડીને ચાર મહિનાના નીચલા સ્તરે

Tutlemint

શુક્રવારે બજારમાં હતી મંદી તો આ શેરમાં કેમ લાગી અપર સર્કિટ

Automotive Parts

ઘટતા બજારમાં ઓટો એન્સિલરી શેરો કેમ 10 ટકાથી લઈને 17 ટકા સુધી વધ્યા

MCX

MCXનો ભાવ વર્ષમાં બમણો, માર્કેટ કેપ એક લાખ કરોડની નજીક પહોંચ્યું

10 Companies Q2 Results Stocks To Watch On Monday Market

Stocks to Watch: બજાર બંધ થયા બાદ આવ્યા 10 કંપનીઓના Q2 પરિણામ, સોમવારે રાખો નજર

Gujarat Companies

વિક્રમ સંવત 2082માં ગુજરાતની આ કંપનીઓએ વળતર આપવામાં સેન્સેક્સ-નિફ્ટીને પાછળ છોડ્યા

Indian Stock Market

Stock Market Updates | 13 November: ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલીઃ નિફ્ટી 25,150ની નીચે બંધ, સેન્સેક્સ 319 પોઇન્ટ ઘટ્યો

Kalyan Jewellers Share

પહેલા ઘટાડો, પછી ધમાકેદાર રિકવરી: 6 મહિનામાં 93% ઉછળ્યો આ શેર