US Recessionનો ખતરો? અર્થતંત્ર સામે 4 મોટા પડકાર
હાઉસિંગ માર્કેટમાં નરમાઈ, શૅરબજારમાં કડાકો અને ઊંચા વ્યાજદરે અમેરિકન પરિવારોની સંપત્તિ પર દબાણ વધાર્યું, મકાનોના વેચાણમાં 17% ઘટાડો, મોંઘવારી 3.7%ના સ્તરે

ચીન દ્વારા જાસૂસીની આશંકાના અહેવાલો વચ્ચે જેન્સેન હુઆંગના એનવિડિયાના સીઈઓ તરીકે પુનરાગમનથી અમેરિકન શૅરબજારોમાં ગઈકાલે તિવ્ર ઊછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળાએ અગાઉના કેટલાક દિવસોમાં કડાકાના કારણે થયેલું નુકસાન સરભર કરી નાંખ્યું હતું. જેથી અમેરિકન બજારોમાં ફરી તેજીની આશા સેવાઈ રહી છે, પરંતુ આ બધા વચ્ચે એક નવા રિપોર્ટમાં અમેરિકામાં મંદીની આશંકાએ અમેરિકનોની ચિંતા વધારી દીધી છે. અમેરિકામાં મકાનોની સંપત્તિમાં ઘટાડો, મકાનોના ખરીદ-વેચાણમાં નરમાઈ અને શૅરબજારોમાં મોટા ઘટાડાથી અર્થતંત્ર પર દબાણ વધ્યું છે. Ionic Wealthના રિપોર્ટ મુજબ અમેરિકામાં મંદી આવવાની સંભાવના 25 ટકા છે. બીજીબાજુ બજારમાં અત્યારે ચાલતા ગભરાટ પછી સ્થિતિ સુધરવા અને તેજી પાછા ફરવાની સંભાવના 75 ટકા જણાવાઈ છે.
અમેરિકન પરિવારોની ખર્ચ કરવાની તાકાત પર દબાણ
રિપોર્ટમાં કહેવાયું છે કે અત્યાર સુધીમાં અમેરિકન અર્થતંત્રમાં વારંવાર આવી રહેલા આર્થિક ઝટકાઓમાંથી દેશને બહાર લાવવામાં લોકોની ખર્ચ કરવાની તાકાત મદદ કરતી રહી છે. પરંતુ પરિવારોની કમાણી અને સંપત્તિ પર દબાણ વધે તો તેમની ખર્ચ કરવાની ક્ષમતા પર પણ અસર થઈ શકે છે. રિપોર્ટ મુજબ શૅરબજારમાં ઘટાડા પાછળ મોટાભાગની ચિંતા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ સંબંધિત રોકાણ અંગે છે. બજારને ડર છે કે એઆઈ માટે તૈયાર થઈ રહેલું માળખું અપેક્ષા કરતાં વધુ સમય લઈ શકે છે.
અમેરિકાના હાઉસિંગ બજારમાં નરમાઈ
અમેરિકાના મકાન બજારમાં પણ નરમાઈના સંકેત જોવા મળી રહ્યા છે. રિપોર્ટ મુજબ ઓક્ટોબરમાં પેન્ડિંગ ઘરોનું વેચાણ એક વર્ષ પહેલાની સરખામણીમાં 17 ટકા ઘટી ગયું. આ સિવાય અમેરિકન પરિવારોની નાણાકીય સંપત્તિનો મોટો હિસ્સો શૅરોમાં લાગેલો છે. આ હિસ્સો લગભગ વિક્રમી સ્તર નજીક છે. એવામાં શૅરબજારમાં ઘટાડો આવતા પરિવારોની સંપત્તિ પર વધુ અસર પડી શકે છે.
મોંઘવારી અને ઊંચા વ્યાજદરે પણ ચિંતા વધારી
અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકા પણ ચિંતાનું મોટું કારણ છે. રિપોર્ટ મુજબ મોંઘવારી દર 3.7 ટકા પર ચાલી રહ્યો હતો. Ionic Wealthના અંદાજ મુજબ મોંઘવારીને ઘટાડીને 2 ટકાના લક્ષ્ય સુધી લાવવા માટે ફેડરલ રિઝર્વે વ્યાજદર 2027ના અંત સુધી વધારીને 6.75 ટકા સુધી કરવો પડી શકે છે. રિપોર્ટ મુજબ વ્યાજદરોને આટલા ઊંચા સ્તરે સંભાળવા અમેરિકન ગ્રાહકો અને અમેરિકન સરકાર બંને માટે મુશ્કેલ બની શકે છે.
આઈની માગ નબળી પડવા અંગે આશંકા
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે શૅરબજારમાં ઘટાડાનો અર્થ એ નથી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે એક એઆઈની માગ ઘટી ગઈ છે. એઆઈ સાથે સંકળાયેલા માળખાના ઓર્ડર 2028 અને 2029 સુધીના સમય માટે છે. મેમરી ચીપ બનાવવાની ક્ષમતાનો મોટો ભાગ પહેલા જ બૂક થઈ ગયો છે.
બજારમાં પુનરાગમનની સંભાવના 75 ટકા
Ionic Wealthએ તેની મુખ્ય સ્થિતિમાં ગભરાટ પછી બજારના સુધરવાની સ્થિતિની 75 ટકા સંભાવના હોવાનું જણાવ્યું છે. આ અનુમાન મુજબ એઆઈની માગ જળવાઈ રહેશે અને ડિસેમ્બર પછી ફેડરલ રિઝર્વ તેના વલણમાં નરમાઈ લાવી શકે છે. તેનાથી બજારમાં ચાલતો ગભરાટ ધીમે ધીમે ખતમ થઈ શકે છે અને તેજી પાછી ફરી શકે છે.
ફેડરલ રિઝર્વના આગામી સપ્તાહ પર નજર
રિપોર્ટ મુજબ હવે સૌથી મહત્વની વાત એ છે કે શું ફેડરલ રિઝર્વ બજારમાં વધુ ઘટાડો આવતા પહેલા તેની નીતિમાં ફેરફાર કરે છે કે કેમ? બજારની નરમાઈથી અમેરિકન પરિવારોની સંપત્તિ અને તેમના ખર્ચ પર વધુ અસર પડે છે તો અર્થતંત્રની સ્થિતિ વધુ દબાણમાં આવી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

એશિયાઈ બજારોમાં જબરદસ્ત તેજી, KOSPI 7.5 ટકા અને Nikkei 225 લગભગ 5 ટકાનો ઉછાળો

Nvidiaનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન વધ્યું, એક જ દિવસમાં ભારતની 10 મોટી કંપનીઓ જેટલી કમાણી કરી

જેન્સેન હુઆંગનાં કમબેક પર સોશિયલ મીડિયામાં મીમ્સનો મારો

11 દિવસમાં ખેલ પલટાયો! Jensen Huangના કમબેકથી Nvidiaમાં ખુશીની લહેર; બોર્ડના નિર્ણય પર સવાલ યથાવત્

જેન્સન હુઆંગની સંપત્તિમાં લગભગ ત્રણ લાખ કરોડનો ઉછાળો, અબજોપતિઓમાં 13માં સ્થાને

Nvidia: જેન્સન હુઆંગનું કમબેક, ડોનાલ્ડ ટ્રમ્પને કેટલો ફાયદો

Nvidiaમાં જેન્સેન હુઆંગની વાપસીથી શેર 36% સુધી ઉછળ્યો, સોના અને બિટકોઈનમાં પણ તેજી





