KuberaNowLogo
Tuesday, 24/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Nvidia: જેન્સન હુઆંગનું કમબેક, ડોનાલ્ડ ટ્રમ્પને કેટલો ફાયદો

જેન્સન હુઆંગની CEO તરીકે વાપસી બાદ Nvidiaના શેરમાં આવેલી તેજીથી ડોનાલ્ડ ટ્રમ્પની હોલ્ડિંગ્સનું મૂલ્ય 15 મિલિયન ડોલર સુધી વધ્યું હોવાનો મીડિયાનો અંદાજ છે. જોકે તેમની ચોક્કસ શેરહોલ્ડિંગ અને તાજેતરના સોદાની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ ન હોવાથી વાસ્તવિક લાભ અસ્પષ્ટ છે. Office of Government Ethics સમક્ષ ટ્રમ્પે કરેલી નાણાકીય જાહેરાતોના આધારે 30 સપ્ટેમ્બર સુધી તેમની પાસે Nvidiaના વધુમાં વધુ 3,70,000 શેર હોઈ શકે છે.

Kuberanow DeskPublished On : 24 Nov 2026
Nvidia Shares
NvidiaAI Image

Nvidia: જેન્સન હુઆંગને Nvidiaના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરી નિયુક્ત કરવાના નિર્ણયે કંપનીના શેરને જોરદાર ઉછાળો આપ્યો છે. આ તેજીથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની Nvidiaમાં હોલ્ડિંગ્સનું મૂલ્ય સોમવારે 15 મિલિયન ડોલર સુધી વધ્યું હોઈ શકે છે. મળતી માહિતી મુજબ, હુઆંગની વાપસીની જાહેરાત બાદ સોમવારે Nvidiaના શેરમાં 30%થી વધુનો ઉછાળો આવ્યો હતો. તેનાથી તાજેતરનાં સપ્તાહોમાં કંપનીના શેરમાં થયેલા નુકસાનનો એક હિસ્સો ભરપાઈ થયો હતો.


3.70 લાખ શેર સુધીની હોલ્ડિંગનો અંદાજ

Office of Government Ethics સમક્ષ ટ્રમ્પે કરેલી નાણાકીય જાહેરાતોના આધારે 30 સપ્ટેમ્બર સુધી તેમની પાસે Nvidiaના વધુમાં વધુ 3,70,000 શેર હોઈ શકે છે. આ જાહેરાતોમાં સૌથી તાજેતરનું ફાઇલિંગ 5 નવેમ્બરે કરવામાં આવ્યું હતું તેમ અહેવાલો પરથી વિગતો પ્રાપ્ત થઈ છે. જોકે આ દસ્તાવેજોમાં ચોક્કસ રકમને બદલે સોદાની વ્યાપક રેન્જ દર્શાવવામાં આવે છે. ઉપરાંત, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન થયેલી સંભવિત ખરીદી કે વેચાણનો તેમાં સમાવેશ નથી. તેથી સોમવારની તેજી સમયે ટ્રમ્પ પાસે ખરેખર કેટલા શેર હતા અને તેમને કેટલો લાભ થયો, તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી.


નીચલા અંદાજે $1.3 મિલિયનનો લાભ

મીડિયા અંદાજ મુજબ, ટ્રમ્પ પાસે આશરે 32,000 શેર હોઈ શકે છે, જેનું મૂલ્ય લગભગ 5.3 મિલિયન ડોલર થાય છે. આ હોલ્ડિંગના આધારે સોમવારની તેજીથી અંદાજે 1.3 મિલિયન ડોલરનો મૂલ્યવધારો થયો હોઈ શકે છે. ટ્રમ્પનો રોકાણ પોર્ટફોલિયો વ્યાપક રીતે S&P 500ની રચનાને મળતો આવે છે, જેમાં Nvidia સૌથી મોટા ઘટકો પૈકીની એક છે.


‘મેં તેમને મનાવ્યા’: ટ્રમ્પ

હુઆંગને વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપનીના વડા તરીકે પાછા લાવવાના નિર્ણયમાં ટ્રમ્પે પોતાની ભૂમિકા સ્વીકારી હતી. સોમવારે તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે સંબંધિત લોકો સાથે વાત કરી, તેમને મનાવ્યા અને સમજૂતી કરાવી. Nvidiaના બોર્ડે પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં અમેરિકન સરકારના ઉચ્ચ સ્તરેથી અભિપ્રાય મળ્યાની પુષ્ટિ કરી હતી. બોર્ડે જણાવ્યું હતું કે હુઆંગની પુનઃનિયુક્તિથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ નથી એવો તેને વિશ્વાસ છે. જોકે, હજુ સુધી આ પ્રતિક્રિયાનો વ્હાઇટ હાઉસે જવાબ આપ્યો નથી.


આ પણ વાંચો: GTA 6નો મહાવિક્રમ! પહેલા જ દિવસે $3.79 અબજનું વેચાણ, ફિલ્મોને પણ પાછળ છોડી


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Nvidia Gains $1 Trillion in a Day as Jensen Huang Returns

Nvidiaનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન વધ્યું, એક જ દિવસમાં ભારતની 10 મોટી કંપનીઓ જેટલી કમાણી કરી

Jensen Huang Meme

જેન્સેન હુઆંગનાં કમબેક પર સોશિયલ મીડિયામાં મીમ્સનો મારો

Jensen Huang

11 દિવસમાં ખેલ પલટાયો! Jensen Huangના કમબેકથી Nvidiaમાં ખુશીની લહેર; બોર્ડના નિર્ણય પર સવાલ યથાવત્

Jensen Huang

જેન્સન હુઆંગની સંપત્તિમાં લગભગ ત્રણ લાખ કરોડનો ઉછાળો, અબજોપતિઓમાં 13માં સ્થાને

Semi Conductor chips

એશિયાઈ બજારોમાં જબરદસ્ત તેજી, KOSPI 7.5 ટકા અને Nikkei 225 લગભગ 5 ટકાનો ઉછાળો

Nvidia shares surged up to 36%

Nvidiaમાં જેન્સેન હુઆંગની વાપસીથી શેર 36% સુધી ઉછળ્યો, સોના અને બિટકોઈનમાં પણ તેજી

Jensen Huang Returns as Nvidia CEO, Stock Surges 29%

Nvidiaમાં જેન્સન હુઆંગની CEO પદે ધમાકેદાર વાપસી, જાહેરાત થતાં જ શેરમાં 28% નો ઉછાળો

Bangladesh Garment Industry Crisis

બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર સંકટનાં વાદળો: મજૂરોની હડતાળથી કરોડો ડોલરનું નુકસાન, જાણો કારણ