KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર સંકટનાં વાદળો: મજૂરોની હડતાળથી કરોડો ડોલરનું નુકસાન, જાણો કારણ

વિશ્વના બીજા સૌથી મોટા ગારમેન્ટ નિકાસકાર દેશ બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.ઓક્ટોબરથી ચાલી રહેલી મજૂરોની હડતાળ અને વિરોધ પ્રદર્શનોને કારણે 317 ફેક્ટરીઓને લગભગ 428 મિલિયન ડોલરનું નુકસાન થયું છે.

Kuberanow DeskPublished On : 23 Nov 2026
Bangladesh Garment Industry Crisis
Bangladesh Garment Industry CrisisAI Image

Bangladesh Garment Industry Crisis: બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ, વિશ્વનો બીજો સૌથી મોટો કાપડ નિકાસકાર, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. દેશના મુખ્ય ઉત્પાદક સંગઠનના એક નવા અહેવાલ મુજબ, ઓક્ટોબરથી વેતન વધારાની માંગણી કરતા શ્રમિકો દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોને કારણે આ ક્ષેત્રને 428 મિલિયન ડોલરનું નુકસાન થયું છે.


4,000થી વધુ ફેક્ટરીઓ ધરાવતા ઉદ્યોગમાં સંકટ

અહેવાલો અનુસાર, હાલની અશાંતિએ બાંગ્લાદેશની 4,000થી વધુ ગારમેન્ટ ફેક્ટરીઓમાંથી ઘણીના સંચાલનને ગંભીર અસર કરી છે. તેના સભ્યો વચ્ચે હાથ ધરાયેલા એક સર્વેના આધારે, બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિયેશન (BGMEA)એ અહેવાલ આપ્યો છે કે આ સંકટના કારણે 317 ફેક્ટરીઓને 428 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. વધુમાં, વિલંબિત ડિલિવરીની ચિંતાઓને કારણે 254 મિલિયન ડોલરના વિદેશી ઓર્ડર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. એસોસિયેશનનું અનુમાન છે કે, વાસ્તવિક નુકસાન ઘણું વધારે હોઈ શકે છે, કારણ કે 600 અસરગ્રસ્ત ફેક્ટરીઓમાંથી માત્ર 317 જ સમયસર તેમનો ડેટા શેર કરી શક્યા હતા.


ગાર્મેન્ટ શ્રમિકો શા માટે રસ્તા પર ઉતર્યા છે?

વિરોધ કરી રહેલા શ્રમિકોનું કહેવું છે કે, ગાર્મેન્ટ શ્રમિકો વર્તમાન કમાણી ખોરાક, રહેઠાણ, પરિવહન અને આરોગ્યસંભાળના વધતા ખર્ચની તુલનામાં ખૂબ જ અપૂરતી છે. હાલમાં, ગાર્મેન્ટ શ્રમિકોનો માસિક પગાર 12,500 રૂપિયા મળે છે, પરંતુ તેઓ બમણાથી વધુ પગાર 30,000 રૂપિયા (લગભગ $240) કરવાની માંગ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ, વિરોધ એટલા હિંસક બન્યા છે કે શ્રમિકો અને પોલીસ વચ્ચે અથડામણો થઈ છે. આંદોલનની તીવ્રતાને જોતાં, સરકાર દ્વારા નિયુક્ત વેતન બોર્ડ આવતા મહિને નવા લઘુત્તમ વેતનની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યું છે,જેનાથી કટોકટી ઓછી થવાની અપેક્ષા છે.


નાતાલની સિઝન અને વૈશ્વિક પ્રતિષ્ઠા જોખમમાં

આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે નાતાલની વ્યસ્ત વેપારની મોસમ નજીક આવી રહી છે. બાંગ્લાદેશનો કપડા ઉદ્યોગ લેવી સ્ટ્રોસ અને ફ્રૂટ ઓફ ધ લૂમ જેવી મુખ્ય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે કપડાંનું ઉત્પાદન કરે છે અને વાર્ષિક આશરે 38 બિલિયન ડોલરનું ઉત્પાદન કરે છે, જે દેશની કુલ નિકાસ કમાણીનો ચાર-પાંચમો ભાગ છે.


મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી મોહમ્મદ શાહિદુલ ઇસ્લામે જણાવ્યું હતું કે, 'શિપમેન્ટમાં વિલંબથી આંતરરાષ્ટ્રીય ખરીદદારોનો વિશ્વાસ ડગમગી ગયો છે.આ નુકસાનને ફક્ત તાત્કાલિક નાણાકીય નુકસાનના સંદર્ભમાં માપી શકાય નહીં, તેનાથી બાંગ્લાદેશની લાંબા ગાળાની છબી, વિશ્વસનીયતા અને વૈશ્વિક બજારમાં ભાવિ સંભાવનાઓને પણ ભારે નુકસાન થયું છે. દેશની અર્થવ્યવસ્થા અને લાખો કામદારોની આજીવિકા બચાવવા માટે આ પરિસ્થિતિમાંથી ઝડપી પુનઃપ્રાપ્તિ જરૂરી છે.'

આ પણ વાંચો: મુંબઈમાં 27 નવેમ્બરે SME ફાઇનાન્સ સમિટ, RBI ગવર્નર સંજય મલ્હોત્રા રહેશે મુખ્ય મહેમાન

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Jensen Huang Returns as Nvidia CEO, Stock Surges 29%

Nvidiaમાં જેન્સન હુઆંગની CEO પદે ધમાકેદાર વાપસી, જાહેરાત થતાં જ શેરમાં 28% નો ઉછાળો

AI Investment.png

AIમાં પૈસાનો વરસાદ! 2027માં ₹1.4 ટ્રિલિયનનું રોકાણ, પણ કમાણી ક્યાંથી?

Dubai Real Estate Prices 2026

દુબઈમાં ફ્લેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? ઘર ખરીદતાં પહેલાં જાણો કિંમત, ટેક્સ અને વધારાના ખર્ચ

GTA 6

GTA 6નો મહાવિક્રમ! પહેલા જ દિવસે $3.79 અબજનું વેચાણ, ફિલ્મોને પણ પાછળ છોડી

Global Capital Powers

વૈશ્વિક સ્તરે એનર્જી સ્ટોરેજ કંપનીઓને મળતા ભંડોળમાં 49%નો ઉછાળો, રોકાણ $16.7 અબજ પર પહોંચ્યું

Crude oil black gold

Crude Oil: 2027ના અંતમાં ‘કાળું સોનું’ પ્રતિ બેરલ $70 થવાનો અંદાજ

Bitcoin Crash

Bitcoin Crash: ભાવ $56,000ની નીચે, વ્યાજવધારાની ચિંતા અને ફંડમાંથી ઉપાડનો ફટકો

Sundar Pichai Tops 2026 Hurun Global Indian Leaders List

વૈશ્વિક બિઝનેસ જગતમાં ભારતીયોનો ડંકો: 236 ભારતીય નેતાઓ ચલાવે છે વિશ્વની 200 મોટી કંપનીઓ