KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

AIમાં પૈસાનો વરસાદ! 2027માં ₹1.4 ટ્રિલિયનનું રોકાણ, પણ કમાણી ક્યાંથી?

AI ક્ષેત્રમાં કુલ રોકાણમાં 80% હિસ્સો ટોચની પાંચ કંપનીઓ Alphabet, Amazon, Meta, Microsoft અને SpaceXનો, પરંતુ ખર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટો પડકાર

Kuberanow DeskPublished On : 22 Nov 2026
AI Investment.png
AI Generated Image

અમેરિકાથી લઈને એશિયા સુધીના બજારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ AI શૅરોમાં થઈ રહેલી ધૂમ વેચવાલી છે. AIમાં રોકાણ પર વળતરની આશંકાના પગલે શૅરબજારમાં મોટો કડાકો બોલાયો છે તેવા સમયે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવાયું છે કે આગામી વર્ષે પણ AIમાં જંગી રોકાણ થવાનું છે. UBSના નવા રિપોર્ટ મુજબ 2027માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત કુલ રોકાણનો આંકડો વધીને 1.4 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. વર્ષ 2026માં આ રોકાણ અંદાજે 1 લાખ કરોડ ડોલર રહેવાનો અંદાજ છે. જોકે, રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે માત્ર રોકાણ વધવાથી જ કંપનીઓનો નફો વધવાની કોઈ ખાતરી મળતી નથી.


ગૂગલ, અમેઝોન, મેટા અને માઈક્રોસોફ્ટ લગાવશે સૌથી વધુ નાણાં

UBSના રિપોર્ટ મુજબ વર્ષ 2027માં એઆઈ પર થનારા કુલ રોકાણના અંદાજે 80 ટકા હિસ્સો પાંચ મોટી કંપનીઓમાંથી આવી શકે છે, જેમાં આલ્ફાબેટ, અમેઝોન, મેટા, માઈક્રોસોફ્ટ અને સ્પેસએક્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ પાસે તેમની કમાણી અને મજબૂત નાણાકીય સ્થિતિના કારણે એઆઈમાં મોટા રોકાણની ક્ષમતા છે.


AI પર વધુ ખર્ચ, પરંતુ નફાની ગેરેન્ટી નહીં

UBSના રિપોર્ટ મુજબ એઆઈ અનેક ઉદ્યોગોમાં પરિવર્તન લાવી રહ્યું છે અને આ ક્ષેત્રમાં પહેલા કરતાં ઘણું વધુ રોકાણ થઈ રહ્યું છે. પરંતુ આ રોકાણથી કેટલો નાણાકીય લાભ થશે, તે હજુ સ્પષ્ટ નથી. બ્રોકરેજ મુજબ એઆઈના ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે અને તેના માટે જરૂરી માળખા પર ખર્ચ પણ ઘણો વધુ છે. એવામાં કંપનીઓએ એ સાબિત કરવું પડશે કે એઆઈ પર કરાઈ રહેલું રોકાણ નફામાં પરિવર્તિત થઈ રહ્યું છે. રોકાણકાર એ પણ જોશે કે નવી ટેક્નોલોજી કેટલી ઝડપથી આગળ વધે છે. કંપનીઓ એઆઈને તેમના કામકાજમાં કેટલું અપનાવે છે અને લાંબા સમયમાં તેનાથી કમાણીની કેટલી સંભાવના છે.


એઆઈ સંબંધિત ખર્ચ ઘટે તો રોકાણ વધી શકે

UBSનું માનવું છે કે એઆઈમાં રોકાણની ગતિ જળવાઈ રહી શકે છે. તેના માટે કેટલાક ફેરફાર જરૂરી છે. કંપનીઓ તેમના કામકાજમાં એઆઈનો ઉપયોગ વધારે. એઆઈથી જવાબ અને પરિણામ તૈયાર કરવાનો ખર્ચ ઘટી શકે. એઆઈની ટેકનિક અને ક્ષમતામાં સુધારો થાય. રિપોર્ટ મુજબ એઆઈનો ઉપયોગ સસ્તો થશે તો વધુ કંપનીઓ અને લોકો તેને અપનાવી શકશે. તેનાથી એઆઈની માગ વધી શકે છે અને કંપનીઓને આ ક્ષેત્રમાં રોકાણ કરવાની તક મળી શકે છે.


AI કંપનીઓ સામે મોટા પડકાર

UBSએ એઆઈમાં રોકાણ સંબંધિત કેટલાક જોખમોની પણ માહિતી આપી છે. રિપોર્ટ મુજબ ક્લાઉડ કારોબારનો ગ્રોથ ધીમો પડવાથી અને મોટી કંપનીઓ તરફથી એઆઈને ઓછું અપનાવવાથી રોકાણની ગતિ ધીમી થઈ શકે છે. આ સિવાય, એઆઈનો ખર્ચ ઘટવાથી ટેક્નોલોજી કંપનીઓનો નફો પણ ઘટી શકે છે. રિપોર્ટમાં વીજળી, વીજળી પહોંચાડતી લાઈનો અને ડેટા સેન્ટરની અછતને પણ મોટો પડકાર ગણાવાયા છે. તેની અછતના કારણે એઆઈ સાથે જોડાયેલા પ્રોજેક્ટ શરૂ કરવા અને તેમાંથી કમાણી કરવામાં વિલંબ થઈ શકે છે. આ સિવાય રોકાણ માટે દેવું લેનારાનો ખર્ચ વધવા અને પ્રોજેક્ટ પૂરો કરવામાં આવતી મુશ્કેલીઓની પણ અસર થઈ શકે છે.


AIમાં રોકાણની ગતિ પર લાગી શકે બ્રેક

UBSના અહેવાલ મુજબ 2027માં એઆઈ સાથે સંકળાયેલું રોકાણ કંપનીઓની કમાણી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ રોકાણ અને આશા જેટલી ગતિથી વધશે, બજારમાં ઉતાર-ચઢાવનું જોખમ પણ એટલું જ વધશે. બ્રોકરેજ મુજબ કંપનીઓ એઆઈની ક્ષમતા વધારવાથી માગ કરતા વધુ નાણઆં ખર્ચ થવા લાગે, એઆઈ લેબથી થનારી કમાણીનો ગ્રોથ ઘણો ધણી પડી જાય અથવા ક્લાઉડ સેવાઓનો ઉપયોગ ઘટવા લાગે તો આ રોકાણમાં પરિવર્તનનો સંકેત હોઈ શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Dubai Real Estate Prices 2026

દુબઈમાં ફ્લેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? ઘર ખરીદતાં પહેલાં જાણો કિંમત, ટેક્સ અને વધારાના ખર્ચ

GTA 6

GTA 6નો મહાવિક્રમ! પહેલા જ દિવસે $3.79 અબજનું વેચાણ, ફિલ્મોને પણ પાછળ છોડી

Global Capital Powers

વૈશ્વિક સ્તરે એનર્જી સ્ટોરેજ કંપનીઓને મળતા ભંડોળમાં 49%નો ઉછાળો, રોકાણ $16.7 અબજ પર પહોંચ્યું

Crude oil black gold

Crude Oil: 2027ના અંતમાં ‘કાળું સોનું’ પ્રતિ બેરલ $70 થવાનો અંદાજ

Bitcoin Crash

Bitcoin Crash: ભાવ $56,000ની નીચે, વ્યાજવધારાની ચિંતા અને ફંડમાંથી ઉપાડનો ફટકો

Sundar Pichai Tops 2026 Hurun Global Indian Leaders List

વૈશ્વિક બિઝનેસ જગતમાં ભારતીયોનો ડંકો: 236 ભારતીય નેતાઓ ચલાવે છે વિશ્વની 200 મોટી કંપનીઓ

JPMorgan Chase Cyberattack

અમેરિકાની સૌથી મોટી બેન્ક પર સાયબર હુમલો! 16,000થી વધુ ગ્રાહકોનો ડેટા લીક થયાનો દાવો

US Treasury Bonds

અમેરિકાના બોન્ડમાં ભારતની હિસ્સેદારી વધી, જાણો કયા દેશ પાસે છે સૌથી વધુ બોન્ડ