KuberaNowLogo
Friday, 20/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકાની સૌથી મોટી બેન્ક પર સાયબર હુમલો! 16,000થી વધુ ગ્રાહકોનો ડેટા લીક થયાનો દાવો

અમેરિકાની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગન ચેઝ (JPMorgan Chase) સાથે જોડાયેલા થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ પર સાયબર હુમલો થયો છે. બેન્કે ગ્રાહકોનાં નામ અને ઇમેઇલ સહિતના માર્કેટિંગ ડેટા સુધી હેકર્સ પહોંચ્યા હોવાની શક્યતા સ્વીકારી છે.

Kuberanow DeskPublished On : 20 Nov 2026
JPMorgan Chase Cyberattack
JPMorgan Chase CyberattackAI Image

JPMorgan Chase Cyberattack: વિશ્વની સૌથી મોટી નાણાકીય સંસ્થાઓમાં સામેલ અમેરિકાની જેપી મોર્ગન ચેઝ (JPMorgan Chase) બેન્કના ગ્રાહકોના ડેટાની સુરક્ષા અંગે ગંભીર ઘટના સામે આવી છે. બેન્કને સેવાઓ પૂરી પાડતા થર્ડ-પાર્ટી વેન્ડર્સ પર સાયબર હુમલો થયો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લગભગ 16,000 ગ્રાહકોના ઇમેઇલ એડ્રેસ સહિતની માહિતી ઓનલાઇન જાહેર થઈ છે. JPMorgan Chaseએ 19મી નવેમ્બર, 2026ના રોજ ઘટનાની પુષ્ટિ કરી હતી.


નોન-પ્રોફિટ રેન્સમવેર ગ્રુપે લીધી જવાબદારી

સાયબર ગુનાખોરી સાથે સંકળાયેલા નોન-પ્રોફિટ નામના ગ્રુપે 16મી નવેમ્બરે JPMorgan Chase, Visa અને Mastercard સંબંધિત ડેટા મેળવવાનો દાવો કર્યો હતો. ગ્રુપે પોતાની વેબસાઇટ પર કથિત ગ્રાહક માહિતી જાહેર કરી હતી. જોકે, આ ડેટાની સંપૂર્ણ પ્રમાણિકતા સ્વતંત્ર રીતે ચકાસાઈ નથી.


16,000 ગ્રાહકોની કઈ માહિતી લીક થઈ?

અહેવાલો અનુસાર,જાહેર કરાયેલા ડેટામાં 16,000થી વધુ ગ્રાહકોના ઇમેઇલ એડ્રેસ અને બેન્કના 124 કર્મચારીઓના ઇમેઇલ એડ્રેસ જોવા મળ્યા હતા. કેટલાક રેકોર્ડમાં ફોન નંબર અને પોસ્ટલ કોડ પણ સામેલ હતા. આ માહિતી બેન્કના આમંત્રણ આધારિત પ્રીમિયમ Reserve કાર્ડ પ્રોગ્રામ સાથે સંબંધિત હોઈ શકે છે.


બેન્કે સોશિયલ મીડિયા પર શું જણાવ્યું?

JPMorgan Chaseએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે હુમલાખોરોએ થર્ડ-પાર્ટી વેન્ડર્સ પાસે રહેલા કેટલાક માર્કેટિંગ ડેટા સુધી પહોંચ મેળવી હોઈ શકે છે. આ ડેટામાં ગ્રાહકોનાં નામ અને ઇમેઇલ એડ્રેસ સામેલ હોવાની શક્યતા છે. યોગ્ય કિસ્સાઓમાં અસરગ્રસ્ત ગ્રાહકોનો સીધો સંપર્ક કરવામાં આવશે.


બેન્કિંગ સેવાઓ અને ગ્રાહકોના પૈસા સુરક્ષિત?

JPMorgan Chaseએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાને કારણે તેની મુખ્ય બેન્કિંગ સેવાઓમાં કોઈ અવરોધ સર્જાયો નથી. અગાઉ સપ્તાહ દરમિયાન થયેલી ટ્રાન્ઝેક્શન સંબંધિત ટેકનિકલ સમસ્યાને પણ બેન્કે આ સાયબર હુમલાથી અલગ ગણાવી છે. નોંધનીય છેકે, 16,000 ગ્રાહકોનો આંકડો હેકર્સ દ્વારા જાહેર કરાયેલા ડેટાના વિશ્લેષણ પરથી આવ્યો છે. બેન્કે આ ચોક્કસ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: Rupee 7 મહિનાની ટોચે : સોના-ચાંદીમાં કડાકા વચ્ચે રૂપિયો 93ની સપાટીને પાર

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

US Treasury Bonds

અમેરિકાના બોન્ડમાં ભારતની હિસ્સેદારી વધી, જાણો કયા દેશ પાસે છે સૌથી વધુ બોન્ડ

Ashoka Buildcon Saudi Arabia Hotel Project Cancelled

Ashoka Buildconને ₹846 કરોડનો ઝટકો! સાઉદી અરેબિયામાં હોટેલ બનાવવાનો પ્રોજેક્ટ રદ, શેરમાં થયો ઘટાડો

India Israel Defence Deal

ભારત-ઇઝરાયલ વચ્ચે ₹1,976 કરોડની ડિફેન્સ ડીલ, બરાક મિસાઇલ સિસ્ટમ બનશે વધુ શક્તિશાળી

Anthropic IPO, Claude AI

Anthropic IPO: Claude બનાવતી કંપનીનો રેકોર્ડ IPO, $81.3 અબજ સાથે SpaceXને પાછળ છોડ્યું

India Launches LeadIT 3.0

COP31માં ભારતની મહત્ત્વની પહેલ: LeadIT 3.0ના ત્રીજા તબક્કાની શરૂઆત, ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા નવી યોજના

BankOutage.png

અમેરિકા પર નવી મુશ્કેલી! Microsoft Outage અને ફ્લાઈટ બાદ હવે બેન્કિંગ સેવાઓમાં ખામી

Global Box Office

IMAX પર ‘The Odyssey’નો જાદુ! આવકમાં 64%નો ઉછાળો, કંપનીએ નોંધાવ્યાં ઐતિહાસિક પરિણામો

starship

SpaceXના Starshipએ રચ્યો નવો ઇતિહાસ, 22 કલાકની ઉડાન બાદ લોન્ચ ટાવર પર સફળ વાપસી