અમેરિકાના બોન્ડમાં ભારતની હિસ્સેદારી વધી, જાણો કયા દેશ પાસે છે સૌથી વધુ બોન્ડ
અમેરિકાના સરકારી બોન્ડમાં ભારતની હોલ્ડિંગ સતત પાંચમા મહિને વધીને સપ્ટેમ્બર 2026માં 228.2 અબજ ડોલર થઈ છે. ઓગસ્ટની સરખામણીમાં 8.5 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. બીજી તરફ અમેરિકન બોન્ડમાં ચીનની હિસ્સેદારી ઘટી છે.

US Treasury Bonds: અમેરિકાના સરકારી બોન્ડમાં ભારતની હિસ્સેદારી સતત વધી રહી છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બર 2026માં ભારતની US Treasury Securities હોલ્ડિંગ વધીને 228.2 અબજ ડોલર થઈ છે. આ સતત પાંચમો મહિનો છે, જ્યારે ભારતના નામે નોંધાયેલી હોલ્ડિંગમાં વધારો થયો છે.જોકે,આ સમયગાળા દરમિયાન અમેરિકન સરકારી બોન્ડમાં કુલ વિદેશી હોલ્ડિંગ ઘટી છે.
ઓગસ્ટની સરખામણીમાં 8.5 અબજ ડોલરનો વધારો
સપ્ટેમ્બરમાં ભારતની હોલ્ડિંગ ઓગસ્ટના 219.7 અબજ ડોલરથી વધીને 228.2 અબજ ડોલર થઈ હતી. એક મહિનામાં 8.5 અબજ ડોલર એટલે કે આશરે 3.9 ટકાનો વધારો નોંધાયો હતો. સપ્ટેમ્બર 2025ની સરખામણીમાં હોલ્ડિંગ 25.5 અબજ ડોલર એટલે કે લગભગ 12.6 ટકા વધી છે.
પાંચ મહિનામાં ભારતની હોલ્ડિંગ કેટલી વધી?
અમેરિકન ટ્રેઝરીના આંકડા મુજબ, એપ્રિલ 2026માં ભારતની હોલ્ડિંગ 181 અબજ ડોલર હતા. મેમાં તે વધીને 181.3 અબજ ડોલર, જૂનમાં 186.4 અબજ ડોલર અને જુલાઈમાં 202.6 અબજ ડોલર થઈ હતી. ઓગસ્ટમાં આ આંકડો 219.7 અબજ ડોલર અને સપ્ટેમ્બરમાં 228.2 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કુલ 47.2 અબજ ડોલારનો વધારો નોંધાયો છે.
અમેરિકન બોન્ડમાં ભારત 14મા સ્થાને
અમેરિકાના સરકારી બોન્ડ ધરાવતા વિદેશી દેશો અને વિસ્તારોની યાદીમાં ભારત 14મા સ્થાને રહ્યું છે. બીજી તરફ સપ્ટેમ્બરમાં કુલ વિદેશી ટ્રેઝરી હોલ્ડિંગ ઓગસ્ટના લગભગ 9.32 ટ્રિલિયન ડોલરથી ઘટીને 9.24 ટ્રિલિયન ડોલર થઈ હતી. અર્થાત્ ભારતની હોલ્ડિંગ વધી હોવા છતાં વૈશ્વિક સ્તરે કુલ વિદેશી હોલ્ડિંગ ઘટી હતી.
જાપાન સૌથી આગળ, ચીને બોન્ડ ઘટાડ્યા
સપ્ટેમ્બર 2026માં જાપાન અમેરિકન સરકારી બોન્ડનો સૌથી મોટો વિદેશી ધારક રહ્યો હતો. જાપાનની હોલ્ડિંગ લગભગ 1.06 ટ્રિલિયન ડોલર હતી. બ્રિટન 985.8 અબજ ડોલર સાથે બીજા સ્થાને રહ્યું હતું. ચીનની હોલ્ડિંગ ઓગસ્ટના 590.7 અબજ ડોલર ઘટીને સપ્ટેમ્બરમાં 563.9 અબજ ડોલર થઈ હતી.
શું RBIએ જ આટલા બોન્ડ ખરીદ્યા?
અમેરિકાના ટ્રેઝરી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોઈ દેશના નામે નોંધાયેલી હોલ્ડિંગનો અર્થ એ નથી કે તે દેશની સરકાર અથવા કેન્દ્રીય બેન્કે જ તમામ રોકાણ કર્યું છે. વિદેશી નાણાકીય સંસ્થાઓ મારફતે અન્ય રોકાણકારોના બોન્ડ પણ નોંધાયેલા હોઈ શકે છે. તેથી ભારતની હોલ્ડિંગમાં થયેલા વધારાને સીધો RBIની ખરીદી ગણવી યોગ્ય નથી.
આ પણ વાંચો: Rupee 7 મહિનાની ટોચે : સોના-ચાંદીમાં કડાકા વચ્ચે રૂપિયો 93ની સપાટીને પાર
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Ashoka Buildconને ₹846 કરોડનો ઝટકો! સાઉદી અરેબિયામાં હોટેલ બનાવવાનો પ્રોજેક્ટ રદ, શેરમાં થયો ઘટાડો

ભારત-ઇઝરાયલ વચ્ચે ₹1,976 કરોડની ડિફેન્સ ડીલ, બરાક મિસાઇલ સિસ્ટમ બનશે વધુ શક્તિશાળી

Anthropic IPO: Claude બનાવતી કંપનીનો રેકોર્ડ IPO, $81.3 અબજ સાથે SpaceXને પાછળ છોડ્યું

COP31માં ભારતની મહત્ત્વની પહેલ: LeadIT 3.0ના ત્રીજા તબક્કાની શરૂઆત, ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા નવી યોજના

અમેરિકા પર નવી મુશ્કેલી! Microsoft Outage અને ફ્લાઈટ બાદ હવે બેન્કિંગ સેવાઓમાં ખામી

IMAX પર ‘The Odyssey’નો જાદુ! આવકમાં 64%નો ઉછાળો, કંપનીએ નોંધાવ્યાં ઐતિહાસિક પરિણામો

SpaceXના Starshipએ રચ્યો નવો ઇતિહાસ, 22 કલાકની ઉડાન બાદ લોન્ચ ટાવર પર સફળ વાપસી




