KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મોંઘા મોબાઇલથી ગ્રાહકો દૂર થયા, તહેવારોમાં વેચાણ ઘટ્યું, છતાં કંપનીઓની કમાણી કેમ ન ઘટી

ભારતમાં દિવાળી સહિતની તહેવારોની સિઝનમાં સ્માર્ટફોનના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. Counterpoint Researchના રિપોર્ટ મુજબ, અઠમી ઓક્ટોબરથી 10મી નવેમ્બર, 2026 દરમિયાન સ્માર્ટફોનનું વેચાણ સંખ્યાની દૃષ્ટિએ 22% ઘટ્યું છે.

Kuberanow DeskPublished On : 22 Nov 2026
India Smartphone Sales
India Smartphone SalesAI Image

India Smartphone Sales: તહેવારોમાં ગ્રાહકોની ખરીદી વધવાની અપેક્ષા વચ્ચે ભારતીય સ્માર્ટફોન બજારને મોટો ફટકો પડ્યો છે. Counterpoint Researchના પ્રાથમિક આંકડા અનુસાર, આઠમી ઓક્ટોબરથી 10મી નવેમ્બર દરમિયાન દેશમાં સ્માર્ટફોનનું વેચાણ ગયા વર્ષની સમાન સિઝનની સરખામણીએ 22 ટકા ઘટ્યું છે. અગાઉ માત્ર 12 ટકા ઘટાડાનો અંદાજ હતો. મોંઘા ફોન અને આકર્ષક ડિસ્કાઉન્ટના અભાવે ઘણાં ગ્રાહકોએ જૂનો ફોન બદલીને નવો ખરીદવાનું ટાળ્યું હતું.


22% ઓછા ફોન વેચાયા

રિપોર્ટની સૌથી રસપ્રદ બાબત એ છે કે સ્માર્ટફોનના વેચાણની સંખ્યામાં મોટો ઘટાડો થયો હોવા છતાં કુલ વેચાણ મૂલ્ય લગભગ સ્થિર રહ્યું છે.તેનું મુખ્ય કારણ ફોનની સરેરાશ વેચાણ કિંમતમાં થયેલો 28 ટકાનો વધારો છે. એટલે કે ગ્રાહકોએ સંખ્યામાં ઓછા ફોન ખરીદ્યા, પરંતુ વેચાયેલા ફોનની સરેરાશ કિંમત વધારે રહી.


ડિસ્કાઉન્ટમાં મોટો ઘટાડો

સ્માર્ટફોનમાં વપરાતી DRAM અને NAND મેમરીની કિંમત વધવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે. વર્ષ 2025ની તહેવારોની સિઝનમાં 35%થી 40% સુધી ડિસ્કાઉન્ટ મળતું હતું, જ્યારે 2026માં તે ઘટીને 10 ટકાથી 25 ટકા રહ્યું હતું. ઓછી કિંમતના ફોન પણ ગયા વર્ષની સરખામણીએ મોંઘા હોવાથી બજેટ ગ્રાહકોને સૌથી વધુ અસર થઈ હતી.


દર બેમાંથી લગભગ એક ફોન ફાઇનાન્સથી ખરીદાયો

ફોન મોંઘા થતાં ગ્રાહકોને આકર્ષવા કંપનીઓએ No-Cost EMI, બેન્ક ઓફર્સ અને એક્સચેન્જ સ્કીમનો સહારો લીધો હતો. રિપોર્ટ અનુસાર, તહેવારો દરમિયાન થયેલા કુલ સ્માર્ટફોન વેચાણમાં 48 ટકા ખરીદી ફાઈનાન્સ આધારિત હતી. આથી મોબાઇલ વેચાણમાં EMI અને અન્ય ફાઇનાન્સિંગ સુવિધાઓનું મહત્ત્વ વધ્યું છે.


Appleના વેચાણમાં પણ ઘટાડો

તહેવારોમાં Samsung 21 ટકા માર્કેટ શેર સાથે પહેલા સ્થાને રહી હતી.સમગ્ર બજારમાં 22 ટકાનો ઘટાડો થયો હોવા છતાં Samsungનું વેચાણ માત્ર 8 ટકા ઘટ્યું હતું. Vivoના વેચાણમાં 21 ટકા અને OPPOના વેચાણમાં 24 ટકા ઘટાડો નોંધાયો હતો. Appleના વેચાણમાં પણ બે આંકડાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ 20,000 રૂપિયાથી ઓછી કિંમતના સેગમેન્ટ પર વધુ દબાણ જોવા મળ્યું હતું. આ સેગમેન્ટ પર વધુ નિર્ભર બ્રાન્ડ્સનું વેચાણ લગભગ 50 ટકા સુધી ઘટ્યું હતું.


Google Pixel અને નવી બ્રાન્ડ્સનું પ્રદર્શન

મોંઘા સ્માર્ટફોનના સેગમેન્ટમાં Google સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ રહી હતી.45,000 રૂપિયાથી વધુ કિંમતના સેગમેન્ટમાં કંપનીએ તહેવારો દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ Pixel વેચાણ નોંધાવ્યું હતું. નવી Ai+ Smartphone બ્રાન્ડે પણ તહેવારોની સિઝનમાં 10 લાખથી વધુ ફોન વેચ્યા હતા.

આ પણ વાંચો: શેરબજારના રોકાણકારો ધ્યાન આપો, આવતા અઠવાડિયે એક દિવસની રજા


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Bisleri Clarifies on FSSAI Water Test Controversy

બિસ્લેરીના પાણીના સેમ્પલ ફેલ થવાના વિવાદ પર કંપનીની સ્પષ્ટતા, જાણો 14 મહિના જૂના આ મામલાનું સમગ્ર સત્ય

Texmaco Rail

રેલવે સેક્ટરની કંપનીને મળ્યા ₹230.58 કરોડના બે મોટા ઓર્ડર, સોમવારે શેર પર રહેશે રોકાણકારોની નજર

Airtel Most Valuable Brand

Airtelએ ઇતિહાસ રચ્યો: ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સની યાદીમાં પહેલી વખત નંબર વન ટેલિકોમ કંપની બની

Ola Electric Dealership Model

ઓલા ઇલેક્ટ્રિકના પોતાના શોરૂમ બંધ કરશે! શું છે કંપનીનો નવો પ્લાન?

Shark Tank Fame Boba Bhai Raises Rs 168 Cr Funding

શાર્ક ટેન્ક ઇન્ડિયા ફેમ ‘Boba Bhai’ને મળ્યું $18 મિલિયનનું મોટું ફંડિંગ, હવે અમદાવાદમાં પણ ખોલશે સ્ટોર

Dhan Launches Specialized Investment Funds on Platform

માર્કેટની તેજી-મંદી બંનેમાં કમાણીની તક! ‘ધન’ એપ પર લૉન્ચ થઈ લૉન્ગ-શૉર્ટ SIF સુવિધા

ArMee Infotech Bags Rs 1629 Cr Solar Project Order

Stock Market News: ₹1,629 કરોડના નવા ઓર્ડર બાદ ArMee ઇન્ફોટેકના શેરમાં આવશે તેજી?

Jio Financial Services

બજાર બંધ થયા બાદ જિયો ફાઇનાન્શિયલની મોટી જાહેરાત, શેરધારકો માટે જાણવા જેવા સમાચાર