Airtelએ ઇતિહાસ રચ્યો: ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સની યાદીમાં પહેલી વખત નંબર વન ટેલિકોમ કંપની બની
ભારતી એરટેલ ( Airtel)એ મોટી સિદ્ધિ મેળવી છે. Kantar BrandZ 2026ના રિપોર્ટ મુજબ, Airtelએ HDFC Bankને પાછળ છોડીને ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડનું સ્થાન મેળવ્યું છે.

Airtel Most Valuable Brand 2026: ભારતની ટેલિકોમ કંપની ભારતી એરટેલે બ્રાન્ડ વેલ્યૂના મામલે મોટો ઇતિહાસ રચ્યો છે. માર્કેટિંગ ડેટા અને એનાલિટિક્સ કંપની Kantarના BrandZ Top 100 Most Valuable Indian Brands 2026 રિપોર્ટમાં Airtel પહેલા સ્થાને પહોંચી છે. અત્યાર સુધી ટોચનું સ્થાન ધરાવતી HDFC Bank હવે બીજા ક્રમે આવી છે. વર્ષ 2014માં આ રેન્કિંગ શરૂ થયા બાદ પ્રથમ વખત ટેલિકોમ ક્ષેત્રની કોઈ કંપનીએ નંબર-1 સ્થાન મેળવ્યું છે.
Airtelની બ્રાન્ડ વેલ્યૂ 5% વધારો
Kantarના આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં Airtelની બ્રાન્ડ વેલ્યૂમાં 5 ટકાનો વધારો થયો છે અને તે 43.2 અબજ ડોલરના સ્તરે પહોંચી છે. વર્ષ 2020ની સરખામણીએ Airtelની બ્રાન્ડ વેલ્યૂમાં 210 ટકાનો વધારો થયો છે. કંપનીએ ટેલિકોમ સેવાઓ ઉપરાંત ડિજિટલ સેવાઓ, ગ્રાહક અનુભવ અને નવી ટેક્નોલોજીમાં સતત વિસ્તરણ કર્યું છે.
Airtel નંબર-1 કેમ બની?
રિપોર્ટ મુજબ, Airtelની સફળતા પાછળ ગ્રાહકોનો વિશ્વાસ, ડિજિટલ સેવાઓનો વિસ્તાર અને નવી ટેક્નોલોજીમાં રોકાણ મહત્વપૂર્ણ રહ્યાં છે. Airtel Thanks, Airtel Black, 5G Plus અને AI આધારિત Safe Pay જેવી સેવાઓએ કંપનીને માત્ર મોબાઇલ નેટવર્ક ઓપરેટરમાંથી વ્યાપક ડિજિટલ સર્વિસ બ્રાન્ડ તરીકે વિકસાવવામાં મદદ કરી છે.
વિશ્વની ટોપ-100 બ્રાન્ડમાં ભારતની ત્રણ કંપનીઓ
Kantarની વૈશ્વિક રેન્કિંગમાં પણ ભારતીય કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. Airtel 62મા, HDFC Bank 63મા અને TCS 82મા ક્રમે છે. આ રિપોર્ટ ભારતીય કંપનીઓની વધતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઓળખ દર્શાવે છે. જોકે, બ્રાન્ડ વેલ્યૂ અને શેરબજારમાં કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન અલગ માપદંડો છે.
આ પણ વાંચો: ગેમિંગના રસિકો માટે ખુશખબર! Blinkit પર મળશે GTA 6, જાણો તમારા શહેરમાં ડિલિવરી મળશે કે નહીં?
Also Read

ઓલા ઇલેક્ટ્રિકના પોતાના શોરૂમ બંધ કરશે! શું છે કંપનીનો નવો પ્લાન?

શાર્ક ટેન્ક ઇન્ડિયા ફેમ ‘Boba Bhai’ને મળ્યું $18 મિલિયનનું મોટું ફંડિંગ, હવે અમદાવાદમાં પણ ખોલશે સ્ટોર

માર્કેટની તેજી-મંદી બંનેમાં કમાણીની તક! ‘ધન’ એપ પર લૉન્ચ થઈ લૉન્ગ-શૉર્ટ SIF સુવિધા

Stock Market News: ₹1,629 કરોડના નવા ઓર્ડર બાદ ArMee ઇન્ફોટેકના શેરમાં આવશે તેજી?

બજાર બંધ થયા બાદ જિયો ફાઇનાન્શિયલની મોટી જાહેરાત, શેરધારકો માટે જાણવા જેવા સમાચાર

SBI-HDFC Bankના ગ્રાહકો સાવધાન! ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ કપાશે ચાર્જ, આ સ્થિતિમાં બેંક આપશે ₹100નું વળતર

19 નવેમ્બરે SBI ની UPI સેવા 45 મિનિટ બંધ રહેશે, પેમેન્ટ કરતા પહેલા જાણી લો બેંકની સૂચના




