KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

નાના વેપારીઓને UPI પેમેન્ટ પર મોટી રાહત, SBIનો MDR ચાર્જ ઝીરો!

QR કોડથી દર મહિને ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવનારા નાના વેપારીઓ પાસેથી MDR વસૂલાશે નહીં. ગ્રાહકો માટે પણ તમામ UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ નહીં લાગે.

desk@kuberanowPublished On : 13 Oct 2026
SBI MDR
AI generated

નાના વેપારીઓએ રૂ. 1 લાખ સુધીના QR પેમેન્ટ પર MDR ચાર્જ આપવો નહીં પડે. ગ્રાહકોએ કોઈપણ પ્રકારના UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ આપવો નહીં પડે. બેન્કે ડિજિટલ પેમેન્ટને સરળ, પારદર્શી અને ચાર્જ મુક્ત બનાવવા પર ભાર મૂક્યો. જોકે, આ સુવિધા પર નિયમો અને શરતો લાગુ.


કેન્દ્ર સરકારે રૂ. 2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4 ટકાના MDR ચાર્જના અમલનો નિર્ણય હાલ મોકૂફ રાખ્યો છે. ત્યારે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ નાના વેપારીઓ માટે મોટી જાહેરાત કરી છે. બેન્કે કહ્યું કે, નાના વેપારીઓએ QR કોડથી મળનારા પેમેન્ટ પર કોઈ MDR ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. જોકે, તેના માટે શરત એટલી છે કે તેમણે મેળવેલા પેમેન્ટની માસિક રકમ રૂ. 1 લાખથી ઓછી હોય. બીજીબાજુ ગ્રાહકોને કોઈપણ UPI ટ્રાન્ઝેક્શન પર MDR નહીં આપવો પડે.


એસબીઆઈ મુજબ નાના વેપારી QR કોડ મારફત દર મહિને રૂ. 1 લાખ સુધનું પેમેન્ટ મેળવવા પર શૂન્ય MDRનો લાભ ઉઠાવી શકે છે. આ સુવિધા QR કોડ મારફત થનારા P2PM (પર્સન ટુ પર્સન મર્ચન્ટ) પેમેન્ટ માટે અપાઈ છે. તેનાથી નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ સ્વીકાર કરવામાં MDR ચાર્જ આપવો નહીં પડે.


ગ્રાહકો માટે પણ UPI ટ્રાન્ઝેક્શન પર શૂન્ય MDR

SBI તરફથી અપાયેલી માહિતી મુજબ ગ્રાહકોને કોઈપણ UPI ટ્રાન્ઝેક્શન પર MDR નહીં આપવો પડે. બેન્કે ડિજિટલ પેમેન્ટને સરળ, પારદર્શી અને ચાર્જ મુક્ત બનાવવા પર ભાર મૂક્યો છે. જોકે, આ સુવિધા પર નિયમો અને શરતો લાગુ છે.


MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એવો ચાર્જ છે, જે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા પર મર્ચન્ટ પાસેથી વસૂલવામાં આવે છે. SBIએ આપેલી માહિતી મુજબ નિશ્ચિત સમય મર્યાદાની અંદર QR કોડથી પેમેન્ટ મેળવનારા નાના વેપારીઓ માટે MDR શૂન્ય રહેશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn