TVથી OTT સુધી ZEELનું વિસ્તરણ; સ્પોર્ટ્સ, એનિમેશનમાં રોકાણ કરવાની નવી સ્ટ્રેટેજી
Zee Entertainment Enterprises Ltd (ZEEL) હવે પરંપરાગત ટેલિવિઝન બિઝનેસથી આગળ વધી સ્પોર્ટ્સ, ગેમિંગ, એનિમેશન, VFX, કિડ્સ કન્ટેન્સ સહિતનાં સેગમેન્ટમાં વિસ્તરણ કરશે.

Zee Entertainment મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ માર્કેટમાં ઝડપથી બદલાતા ટ્રેન્ડ વચ્ચે નવા સેગમેન્ટમાં રોકાણ કરવા જઈ રહી છે. Zee Entertainment Enterprises Ltd (ZEEL) હવે પરંપરાગત ટેલિવિઝન બિઝનેસથી આગળ વધી સ્પોર્ટ્સ, ગેમિંગ, એનિમેશન, VFX, કિડ્સ કન્ટેન્સ સહિતનાં સેગમેન્ટમાં વિસ્તરણ કરશે તેમ કંપનીનાં તાજેતરનાં વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે.
ZEEL કંપનીનાં CEO પુનિત ગોએન્કાએ જણાવ્યું કે, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરનો ગ્રોથ હવે ગેમિંગ, એનિમેશન, વીએફએક્સ, ડિજીટલ મીડિયા જેવા સેગમેન્ટમાં થઈ રહ્યો છે. કન્ટેન્ટ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વ્યાપ વધારવા બદલાતા પ્રવાહને ધ્યાનમાં રાખી કંપની પોતાનો પોર્ટફોલિયો પણ ડાઈવર્સિફાઈ કરી રહી છે. કંપનીએ માયથોલોજી, ફૅન્ટસી, કિડ્સ કન્ટેન્ટને મજબૂત બનાવવા ઓસ્કાર વિજેતા એનિમેશન અને VFX સ્ટુડિયો PhantomFX સાથે વ્યૂહાત્મક ભાગીદારી પણ કરી છે.
ZEELનું ડિજિટલ પ્લેટફોર્મ ZEE5 FY26માં નફાકારક બન્યું છે. લિનિયર ટીવી બિઝનેસ (પરંપરાગત રીતે નક્કી કરેલા સમયે ટીવી ચેનલ પર પ્રોગ્રામ જોવો)માં ZEELનો નેટવર્ક શેર વર્ષ દરમિયાન 60 બેસિસ પોઇન્ટ વધીને 17.4% થયો છે. કંપનીની ઓમ્ની-ચેનલ સ્ટ્રેટેજીથી (એક જ પ્લેટફોર્મ પર આધાર રાખવાને બદલે વિવિધ ચેનલ અને પ્લેટફોર્મ દ્વારા એકસાથે દર્શકો સુધી પહોંચવું) દેશભરમાં 800 મિલિયનથી વધુ મંથલી યુનિક વ્યૂઅર્સ સુધી પહોંચ્યાનો દાવો કર્યો છે.
કંપનીએ સ્પોર્ટ્સ સેગમેન્ટમાં Unite8 Sports હેઠળ ચાર ડેડિકેટેડ સ્પોર્ટ્સ ચેનલ શરૂ કરી છે. ઉપરાંત, કંપનીએ FIFA, જર્મનીની Bundesliga અને ઇટાલીની Serie A જેવી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝના રાઇટ્સ મેળવી સ્પોર્ટ્સ સેગમેન્ટના પોર્ટફોલિયોનું વિસ્તારણ કરી રહી છે. વિવિધ ભાષામાં કન્ટેન્ટ સ્ટ્રેટેજી, મજબૂત કન્ટેન્ટ સ્લેટ અને યુઝર એક્સપિરિયન્સને મુખ્ય આધાર ગણાવ્યો છે.
આ પણ વાંચો: CheQએ શરૂ કર્યું CheQ UPI, RuPay ક્રેડિટ કાર્ડથી UPI ચુકવણી પર મળશે Rewards
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
Also Read

નાના વેપારીઓને UPI પેમેન્ટ પર મોટી રાહત, SBIનો MDR ચાર્જ ઝીરો!

અમદાવાદની કંપનીનો Q2 નફો 135% ઉછળ્યો, પરિણામ બાદ શેર બન્યો રોકેટ

કલ્પતરુ પ્રોજેક્ટ્સને ₹2,225 કરોડનો ઓર્ડર, કંપનીની જાહેરાત બાદ શેરમાં ઉછાળો

HCLTechનો Q2 નફો 21.2% વધીને ₹5,132 કરોડ, શેરધારકોને આપશે ₹12 ડિવિડન્ડ

Goodluck Indiaનો શેર રોકેટની જેમ ભાગ્યો, જાણો શું છે મોટી ખબર?

રોકાણકારોની નજર આજના આ ડિવિડન્ડ શેરો પર

અનૂપ બાગચીનો ₹3 કરોડ પગાર! બની શકે ભારતના સૌથી વધુ પગારદાર બેન્ક CEO



