કપાસિયા ખોળમાં તેજી: દોઢ મહિનામાં રોકાણકારોને 20% થી વધુ વળતર, જિનરોને મોટો ટેકો
ગુજરાત સરકારના એનિમલ ફીડ એક્ટની બજાર પર અસર; CAI નો ભારતમાં આ વર્ષે 280 લાખ ગાંસડી રૂ ના ઉત્પાદનનો અંદાજ.

Cottonseed oilcake price: જે રીતે યુદ્ધના મેદાને રસ્તો ભૂલેલા સૈનિક માટે રાઇફલ કરતા હોકાયંત્ર વધુ કામ લાગે છે, તેવી જ સ્થિતિ અત્યારે કોટન કોમ્પ્લેક્ષના કારોબારીઓ માટે કપાસિયા ખોળની છે. હાલના સમયમાં જિનરોને કપાસ ખરીદીને તેની ગાંસડી બનાવી વેચવામાં કોઈ ખાસ નફો (પડતર) થતો નથી, પરંતુ કપાસિયા ખોળના ભાવ ઉંચા હોવાથી તેમને બજારમાં ટકી રહેવા મોટો ટેકો મળી રહ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ભલે કપાસ અને ગાંસડીના ભાવ ઘટ્યા હોય, પણ કપાસિયા ખોળમાં રોકાણ કરનારા લોકોને 20 ટકાથી પણ વધુ નફો મળ્યો છે.
સપ્ટેમ્બર 2026 ના અંતમાં જ્યારે નવી સિઝન શરૂ થઈ, ત્યારે NCDEX વાયદામાં ગાંસડીના ભાવ 32400 રૂપિયા, શંકર કપાસના 1877 રૂપિયા અને કપાસિયા ખોળના 3267 રૂપિયા ક્વિન્ટલ દીઠ હતા. ત્યારે એવું મનાતું કે ખોળના ભાવ ટોચ પર છે. જોકે, 12 નવેમ્બર સુધીમાં ગાંસડી ઘટીને 31570 રૂપિયા અને કપાસ 1852 રૂપિયા થઈ ગયો, જ્યારે કપાસિયા ખોળ 3880 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો.
ટેકનિકલ એનાલિસ્ટ કમલ શાહ સમજાવે છે કે, અત્યારે કપાસિયા પીલતી વખતે તેલ ઓછું નીકળે છે અને જિનિંગમાં પણ કપાસિયાનો ઉતારો ઓછો આવે છે. કપાસિયાના ભાવ પણ ક્વિન્ટલ દીઠ 4300 થી 4600 રૂપિયા આસપાસ બોલાય છે, જેના કારણે ખોળના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત, ગુજરાત સરકારના એનિમલ ફીડ એક્ટની પણ બજાર પર અસર પડી છે. NCDEX માં હવે માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળો ખોળ જ જમા કરી શકાશે, જેથી સારી ક્વોલિટીના ખોળના ભાવ પણ વધ્યા છે. સુરેન્દ્રનગરના જિનર સંદીપ શાહના કહેવા મુજબ, ગાંસડીના ઓછા ભાવને કારણે દિવાળી પછી પણ જિનિંગ ઉદ્યોગમાં હજુ જોઈએ તેવી તેજી આવી નથી.
બીજી તરફ, કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (CAI) ના નવેમ્બરના અંદાજ મુજબ, 2026-27 ની સિઝનમાં ભારતમાં 280 લાખ ગાંસડી રૂ નું ઉત્પાદન થવાની ધારણા છે. જૂનો સ્ટોક અને આયાત ગણતા કુલ 417.88 લાખ ગાંસડીનો પુરવઠો રહેશે. જેમાંથી 365 લાખ ગાંસડી દેશની મિલો વાપરશે અને 12 લાખ નિકાસ થશે, એટલે સિઝનના અંતે 40.88 લાખ ગાંસડીનો સ્ટોક બચશે. સામે પક્ષે, અમેરિકન કૃષિ વિભાગે (USDA) ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટાડીને 51.17 લાખ ટન અને વૈશ્વિક ઉત્પાદન 255.78 લાખ ટન રહેવાનો અંદાજ આપ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Gas CNG Price Hike: પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંકાયો, પેટ્રોલ-ડીઝલ નજીક પહોંચ્યા ભાવ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price: સપ્લાય વધવાની આશા, બ્રેન્ટ $95.53 અને WTI $88.52

Hallmarked Gold Scam: હોલમાર્ક છતાં સોનાની શુદ્ધતાની નથી ગેરંટી, CAG રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Gold price drop: સોનાના ભાવમાં મોટો કડાકો, $3,900 ની નીચે સરક્યું, જાણો શું છે મોટું કારણ?

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ રેટ

10 દિવસમાં સોનું ₹8660 અને ચાંદી ₹15000 તૂટ્યા: જાણો તમારા શહેરમાં આજે શું છે લેટેસ્ટ ભાવ

તેલિયા રાજાઓ બેફામ: મગફળીનું મબલખ ઉત્પાદન હોવા છતાં સિંગતેલનો ડબ્બો ₹3,110ની ઐતિહાસિક ટોચે

Gold Import : સોનાની આયાતમાં 62.57%નો કડાકો, છતાં દિવાળીમાં ખરીદી ત્રણ ગણી





