KuberaNowLogo
Thursday, 01/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

ભારતીય ઓઈલ કંપનીઓએ હોર્મુઝ ખાડીમાંથી ક્રૂડ ઓઈલ લાવવાની રણનીતિ બદલી

ખર્ચ ઘટાડવા અને સપ્લાય સુનિશ્ચિત કરવા ભારતીય રિફાઇનર્સે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઈલ લાવવા ટેન્કર ભાડે રાખ્યા

desk@kuberanowPublished On : 1 Oct 2026
Crude Oill 1
AI Generated Image

ભારતીય ઓઈલ રિફાઈનરીઓએ હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડ ઓઈલનો પૂરવઠો યથાવત્ રહે તે માટે હવે ઓઈલની આયાતની પદ્ધતિ બદલી છે. રિફાઈનરીઓએ એવા ટેન્કરોની ભરતી શરૂ કરી છે, જે પર્શિયન ગલ્ફની અંદર જ ક્રૂડ ઓઈલનું પરિવહન કરી શકે. રિફાઈનરીઓએ તેમની સપ્લાય ચેઈનનો ખર્ચ ઘટાડવા અને સુરક્ષિત કરવા આ વ્યૂહાત્મક ફેરફાર કર્યો છે. પ્રોસેસર્સે ટેન્ડર્સ ઈશ્યુ કરીને શિપિંગ લાઈન્સ સાથે ચર્ચા શરૂ કરી છે તેમ આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. સિનોકોર ગ્રૂપ અને ડાયનાકોમ ટેન્કર્સ મેનેજમેન્ટ લિ.ને આ પ્રકારના ટેન્ડર્સ અપાયા છે. શિપિંગ કોર્પ. ઓફ ઈન્ડિયા અને લિલા ગ્લોબલે આ ટેન્ડર્સ માટે બિડ કર્યા હતા, પરંતુ તેમના ટેન્ડર્સ રદ થયા હતા હતા.


આ પગલું ભારતીય રિફાઈનરી કંપનીઓ માટે એક મહત્વનું પરિવર્તન સૂચવે છે. આ વર્ષે માર્ચથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી ભારતીય રિફાઈનરીઓ હોર્મુઝની ખાડીમાં તેમના પોતાના ટેન્કર્સ મોકલવાનું ટાળી રહી છે. તેમણે યુદ્ધગ્રસ્ત જળમાર્ગમાંથી ક્રૂડ ઓઈલના પરિવહન અને ભારતમાં ડિલિવરીના જોખમનો બોજ ગલ્ફ ઉત્પાદકો અને આંતરરાષ્ટ્રીય ટ્રેડર્સના માથે નાંખ્યો હતો. આ સર્વિસ માટે કંપનીઓએ કોસ્ટ એન્ડ ફ્રેઈટ ધોરણે ઊંચું પ્રીમિયમ ચૂકવવું પડતું હતું.


જોકે, તાજેતરના સપ્તાહોમાં ઈન્ડિયન ઓઈલ કોર્પો., રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., ભારત પેટ્રોલિયમ કોર્પ. અને એચપીસીએલ-મિત્તલ એનર્જી લિ.એ ફ્રી-ઓનબોર્ડ ધોરણે ઈરાકી ક્રૂડની ખરીદી કરી હતી. આ પ્રકારના વેચાણમાં ખરીદદારોએ જહાજ મોકલીને કાર્ગો લોડ કરાવવાનો હોય છે અને તેને તેમના ડેસ્ટિનેશન સુધી ડિલિવર કરવાની વ્યવસ્થા જાતે સંભાળવાની હોય છે. એફઓબી ડીલ્સ ભારતીય રિફાઈનરીઓને ખર્ચ નિયંત્રણમાં રાખવાની તક આપે છે, પરંતુ ક્રૂડના પરિવહન માટે ટેન્કર્સ શોધવા અને સુરક્ષિત પરિવહન ખૂબ જ મુશ્કેલ કામ છે.


તાજેતરના મહિનાઓમાં હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડ ઓઈલનો પ્રવાહ ફરી શરૂ થતા અને સાઉદી અરબે પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈનમાંથી ક્રૂડ ઓઈલનું પરિવહન ફરી શરૂ કર્યા બાદ રિફાઈનરી કંપનીઓએ તેમની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. મધ્ય-પૂર્વમાંથી ક્રૂડ ઓઈલના શિપમેન્ટ્સ યુદ્ધ પહેલાંના સ્તરથી 98 ટકા નજીક પહોંચી ગયા છે તેમ જેપી મોર્ગન ચેઝ એન્ડ કં.એ જણાવ્યું હતું. અમેરિકા તરફથી રાજકીય દબાણ વધવાના પગલે ભારત પણ હવે રશિયન કાર્ગો ખરીદવા બહુ આતુર નથી. જોકે, ઓગસ્ટમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગે તેની સલાહ હળવી કરતા જહાજ માલિકો અને પ્લેસમેન્ટ એજન્સીઓને ભારતીય ક્રૂ પર પ્રતિબંધ મૂકવાના બદલે તેમની સહમતી મેળવવા જણાવ્યું હતું.


ભારતીય રિફાઈનર્સે તેમની પદ્ધતિ બદલવાનું અન્ય એક કારણ એ પણ છે કે ઈરાકની સરકારી માલિકીની ઓઈલ માર્કેટર SOMO ખરીદદારોને ઓક્ટોબર માટે કોન્ટ્રાક્ટ હેઠળના સપ્લાય માટે પ્રાદેશિક બેન્ચમાર્કથી નીચે પ્રતિ બેરલ 37 ડોલર જેટલું નીચું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. કેપ્લરના અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં હોર્મુઝની ખાડી મારફતે ભારત આવતા ક્રૂડ ઓઈલનો પ્રવાહ સરેરાશ દૈનિક 1.3 મિલિયન બેરલ હતો, જે યુદ્ધ શરૂ થયા પહેલાના સમયની સરખામણીમાં સૌથી વધુ છે. મધ્ય-પૂર્વમાંથી ભારતની ક્રૂડ ઓઈલની કુલા આયત સરેરાશ દૈનિક 2.8 મિલિયન બેરલ છે, જેમાં લાલ સમુદ્રમાં થઈને આવેલા સાઉદી અરબના ઓઈલનો પણ સમાવેશ થાય છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. Closing Bell: સેન્સેક્સ 571 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોનાં ₹5 લાખ કરોડ ધોવાયા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. Market Holiday Update: ગાંધી જયંતિએ સ્ટોક માર્કેટ ચાલુ રહેશે કે બંધ?
  4. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે દેખાડ્યું દમ, ઉત્પાદન 7.81% વધ્યું
  3. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM